એપશહેર

કંગના રાનૌત સામે રાજદ્રોહનો કેસ, જાણો કોણે નોંધાવી ફરિયાદ

કંગના રાનૌત સામેનો કેસ અખિલ ભારતીય ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સતપાલ તંવર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે.

I am Gujarat 27 Aug 2020, 6:21 pm
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રાનૌત પોતાના નિવેદનો માટે ચર્ચામાં રહે છે. કેટલીકવાર એવું પણ બને છે કે તેની ટિપ્પણીઓ માટે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ જાય છે. આ વચ્ચે ગુરૂગ્રામના સેકટર 37 પોલીસ સ્ટેશનમાં કંગના રાનૌત સામે દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.
I am Gujarat treason case against kangana ranaut in gurugram
કંગના રાનૌત સામે રાજદ્રોહનો કેસ, જાણો કોણે નોંધાવી ફરિયાદ


સતપાલ તંવરે ફરિયાદ નોંધાવી
કંગના રાનૌત સામેનો કેસ અખિલ ભારતીય ભીમ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સતપાલ તંવર દ્વારા દાખલ કરવામાં આવ્યો છે. અભિનેત્રીએ દેશની આરક્ષણ પ્રણાલી પર ટ્વીટ કરીને લોકોને આ અંગે વાત કરવા જણાવ્યું હતું.

કંગના રનૌત દ્વારા કરાવામાં આવેલું ટ્વીટ


કંગના રાનૌતે ટ્વીટ કર્યું હતું કે 'આધુનિક ભારતીયો દ્વારા જાતિ પ્રણાલીને નકાર દેવામાં આવી છે, નાના શહેરોમાં દરેક જાણે છે કે હવે તે કાયદા દ્વારા સ્વીકાર્ય નથી. કેટલાક લોકો માટે તે કોઈને ઇજા પહોંચાડીને સુખ મેળવવા સિવાય બીજું કશું નથી. અનામતના કિસ્સામાં ફક્ત આપણું બંધારણે જ તેને પકડી રાખ્યું છે, તેને જવા દો. ચાલો તેના વિશે વાત કરીએ. '

સુશાંત કેસમાં કંગના ઉઠાવી રહી છે અવાજ
કંગના સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે સતત પોતાની પ્રતિક્રિયા આપી રહી છે. તે કેસની શરૂઆતથી જ કહેતી આવી છે કે સુશાંતની હત્યા કરવામાં આવી છે. કંગના રાનૌતે કહ્યું કે સુશાંતનું મોત બોલિવૂડના નેપોટિઝમના કારણે થયું છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો