એપશહેર

13 માર્ચે રીલિઝ થઈ હતી છેલ્લી ફિલ્મ, હવે 50% કેપેસિટી સાથે ખુલશે થિએટર

ભારત સરકારે અનલોક 5ની નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે જેમાં 15 ઓક્ટોબરથી થિએટર ફરીથી ખોલવામાં આવશે.

I am Gujarat 30 Sep 2020, 11:22 pm
ફેમિલી સાથે, પતિ-પત્ની સાથે, ગર્લફ્રેન્ડ-બોયફ્રેન્ડ સાથે થિએટર જવું મિસ કરી રહ્યાં હતાં? અમિતાભ બચ્ચનનો અવાજ, શાહરુખ ખાનનો રોમાન્સ, સલમાન ખાનની એક્શન અને કેટરીના કૈફની અદાઓ યાદ આવી રહી હતી તો હવે ભારત સરકારે અનલોક 5ની નવી ગાઈડલાઈન્સ જાહેર કરી છે. આશરે 7 મહિનાના લાંબા સમય પછી 15 ઓક્ટોબરથી થિએટર ફરીથી ખોલવામાં આવશે.
I am Gujarat unlock 5 0 new guidelines cinema halls allowed to open with 50 seating capacity from 15 october
13 માર્ચે રીલિઝ થઈ હતી છેલ્લી ફિલ્મ, હવે 50% કેપેસિટી સાથે ખુલશે થિએટર



જે લોકોની અંદર ફિલ્મ્સની કીડો છે. તેમના માટે આ મોટા રાહતભર્યા સમાચાર છે. એક્ટર્સ, પ્રોડ્યુસર્સ પણ રાહતનો શ્વાસ લેશે જેની ફિલ્મ્સ લાંબા સમયથી અટકી પડી છે. જોકે, સિંગલ થિએટર્સ, મલ્ટીપ્લેક્સને 50% સીટ ક્ષમતા સાથે જ ખોલવામાં આવી રહ્યાં છે. જે માટે સૂચના અને પ્રસારણ મંત્રાલય ટૂંક સમયમાં જ SOP જાહેર કરશે.


કોરોનાકાળમાં અલગ થશે અનુભવ
તો હવે થોડા દિવસની રાહ વધુ..... અને પછી ટિકિટ વિન્ડો સામે રોનક પરત ફરશે. પોપકોર્ન, કોલ્ડ ડ્રિંક્સ સાથે મોટા પડદા પર પોતાના ફેવરિટ સ્ટાર્સને જોઈને સીટીઓ વગાડવાનો સમય ફરીથી આવી રહ્યો છે. જોકે, કોરોના કાળમાં ફિલ્મ્સ જોવાનો અનુભવ કેવો રહેશે, હવે તે બધા ઉત્સુકતાપૂર્વક રાહ જોઈ રહ્યાં છે.

13 માર્ચના રોજ રીલિઝ થઈ હતી છેલ્લી બોલિવૂડ ફિલ્મ
નોંધનીય છે કે, 6 માર્ચના રોજ છેલ્લી મોટી ફિલ્મ 'બાગી 3' રીલિઝ થઈ હતી. જેમાં ટાઈગર શ્રોફ અને શ્રદ્ધા કપૂર જેવા એક્ટર પણ જોવા મળ્યા હતાં. જે પછી 13 માર્ચના રોજ ઈરફાન ખાનની છેલ્લી 'અંગ્રેજી મીડિયમ' રીલિઝ થઈ હતી. જે પછી લોકડાઉન લાગી ગયું હતું. જેના કારણે ફિલ્મ વધુ કમાણી કરી શકી નહોતી. જોકે, પછી 'અંગ્રેજી મીડિયમ'ને ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવામાં આવી હતી.

Read Next Story