એપશહેર

ફિલ્મ 'Pathaan'ના 'બેશરમ રંગ' ગીત વિવાદ વચ્ચે Urfi Javedએ ભગવા રંગનો બોલ્ડ ડ્રેસ પહેર્યો, ગુસ્સે થયેલા લોકોએ ગાળો આપી

Urfi Javed in Bhagwa Dress: ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તે ભગવા રંગના ડ્રેસમાં જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદને ભગવા રંગના ડ્રેસમાં જોઈને લોકો ગુસ્સે થઈ ગયા છે અને તેને સતત ધમકીઓ આપી રહ્યા છે. ઘણા લોકો ઉર્ફી જાવેદ પર જાણીજોઈને વિવાદ ઉભો કરવાનો આરોપ લગાવી રહ્યા છે.

Edited byParth Shah | I am Gujarat 4 Jan 2023, 11:08 pm
Urfi Javed in Bhagwa Dress: ટીવી એક્ટ્રેસ ઉર્ફી જાવેદે ઈન્સ્ટાગ્રામ પર એક વિડીયો શેર કર્યો છે. જેમાં તે બોલ્ડ ભગવા રંગનો ડ્રેસ પહેરેલી જોવા મળી રહી છે. ઉર્ફી જાવેદ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અવારનવાર બોલ્ડ ડ્રેસમાં વિડીયો શેર કરે છે. જેના કારણે તેને ઘણું ટ્રોલ પણ થવું પડતું હોય છે. પરંતુ આ વખતે તેણે એવો રંગીન ડ્રેસ પહેર્યો છે, જેના કારણે લોકો ભડકી ગયા છે. ઉર્ફી જાવેદને બોલ્ડ ભગવા રંગના ડ્રેસમાં જોઈને લોકો કહી રહ્યા છે કે તેણે આવું ન કરવું જોઈએ કારણકે આ રંગ ભગવાનની શ્રદ્ધા સાથે જોડાયેલો છે. ઉર્ફી જાવેદે વિડીયો શેર કરતાની સાથે જ લોકો કમેન્ટ કરવાની શરુ કરી દીધી છે.
I am Gujarat Urfi Javed in Bhagwa Dress
ઉર્ફી જાવેદ ભગવા રંગ ડ્રેસ


View this post on Instagram A post shared by Uorfi (@urf7i)

ઉર્ફી જાવેદના વિડીયો પર ટિપ્પણી કરતા એક વ્યક્તિએ લખ્યું કે 'ઉર્ફી જી, તમારે ભગવા રંગનો ડ્રેસ નહતો પહેરવાનો. હવે તમે પણ ગયા... હવે તમારો પણ બહિષ્કાર કરવામાં આવશે...' તો બીજી વ્યક્તિએ લખ્યું છે કે 'તેણે માત્ર વિવાદ માટે ભગવા રંગનો ડ્રેસ પહેર્યો છે. તેના પર લોકોનું ધ્યાન કેન્દ્રિત થવું જોઈએ છે. બાય ધ વે એવું નથી કે દરેક જણ ઉર્ફી જાવેદનો પગ ખેંચે છે. એવા ઘણા લોકો છે જે ઉર્ફી જાવેદને સપોર્ટ કરી રહ્યા છે. ઉર્ફી જાવેદનું સમર્થન કરતા એક વ્યક્તિએ લખ્યું છે કે 'ઉર્ફી દીદી ટેન્શન ન લો, લોકોનું કામ બોલવાનું છે અને તેઓ બોલી રહ્યા છે. આ લોકોની વાતને દિલ પર ન લો. આ લોકોની દુનિયા ટ્રોલિંગની આસપાસ ફરે છે….

ભગવો રંગ પઠાણ વિવાદ સાથે જોડાયેલો છે
ઉર્ફી જાવેદ પહેલા દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકીની પહેરીને વિવાદોમાં ફસાયેલી છે. દીપિકા પાદુકોણને ભગવા રંગ બિકીનીમાં જોઈને લોકો ફિલ્મ 'Pathaan' પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી રહ્યા છે. દીપિકા પાદુકોણ બાદ ઉર્ફીએ ભગવા રંગનો ડ્રેસ પહેરીને નવો વિવાદ ઉભો કર્યો છે. આવી સ્થિતિમાં ઉર્ફી જાવેદ લોકો સાથે કેવો વ્યવહાર કરશે તે જોવું રસપ્રદ રહેશે.

Read Next Story