એપશહેર

વરુણ-નતાશાના લગ્નની ગણાઈ રહી છે ઘડીઓ, પંડિતજી અલીબાગ પહોંચ્યા

વરુણ ધવનના કાકા અનિલ ધવને એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેમના પરિવારમાં વરુણની જનરેશનના આ છેલ્લા લગ્ન છે.

I am Gujarat 24 Jan 2021, 1:15 pm
વરુણ ધવન અને નતાશા દલાલ માટે આજનો દિવસ ખૂબ મહત્વનો છે. બાળપણના મિત્રો આજે જીવનસાથી બની જશે. વરુણ-નતાશાના લગ્નને હવે આંગળીના વેઢે ગણાય તેટલા કલાકો બાકી છે ત્યારે તેમના પરિવારો તૈયારીઓ કરવામાં કોઈ કચાશ નથી રાખી રહ્યા. અમારા સહયોગી ઈટાઈમ્સને વરુણ-નતાશાના લગ્નની કેટલીક એક્સક્લુઝિવ માહિતી મળી છે.
I am Gujarat varun natasha pandit ji

View this post on Instagram A post shared by ETimes (@etimes)


જે મુજબ, હાલ વરુણ-નતાશાના લગ્નની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. મહામારીની સ્થિતિને ધ્યાનમાં રાખીને અલીબાગમાં વેડિંગ વેન્યૂની બહાર જ કોવિડ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. જે લોકોનો કોવિડ રિપોર્ટ નેગેટિવ ના આવે તેમને પાછા મોકલવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત તમામ સ્ટાફ મેમ્બર્સના ફોન પર સ્ટીકર લગાવવામાં આવી રહ્યા છે જેથી રિસોર્ટની અંદરનો કોઈ વિડીયો કે ફોટો બહાર ના આવી શકે. આ સિવાય વરુણ-નતાશાના લગ્નના ફંક્શનમાં ઉપયોગમાં લેવાનારા એક ડેકોરનો વિડીયો સામે આવ્યો છે. જેના પર લખેલું છે, 'ઓકવર્ડ બટ એન્થુઝિયાસ્ટિક ડાન્સિંગ (Awkward but enthusiastic dancing.'
View this post on Instagram A post shared by ETimes (@etimes)


વરુણ-નતાશાના લગ્ન માટે પંડિતજી પણ આજે સવારે અલીબાગ પહોંચી ગયા છે. બહાર ઊભેલા ફોટોગ્રાફર્સનું પંડિતજીએ હાથ જોડીને અભિવાદન કર્યું હતું. પંડિતજી આવી પહોંચ્યા છે ત્યારે બસ થોડા જ સમયમાં નતાશા અને વરુણ ધવનના લગ્ન શરૂ થઈ જશે તેવું લાગી રહ્યું છે.
View this post on Instagram A post shared by ETimes (@etimes)


આ સિવાય રિસોર્ટની અંદર ક્વોડ બાઈક લઈ જવાતું જોવા મળ્યું હતું. ત્યારે માનવામાં આવી રહ્યું છે વરરાજા વરુણ ધવન પોતાની દુલ્હનિયાને પરણવા અલગ અંદાજમાં ગ્રાન્ડ એન્ટ્રી કરશે. વરુણ લગ્નના મંડપ સુધી આ બાઈક પર એન્ટ્રી કરી શકે છે.

અગાઉ વરુણ ધવનના કાકા અનિલ ધવને પિંકવિલાને આપેલા ઈન્ટરવ્યૂમાં ભત્રીજાના લગ્ન વિશે વાત કરી હતી. તેમના કહેવા મુજબ તેમના પરિવારમાં વરુણની પેઢીના આ છેલ્લા લગ્ન છે. "અમે ખૂબ ઉત્સાહિત છીએ. અમારા પરિવારમાં વરુણની જનરેશનના આ છેલ્લા લગ્ન છે. રોહિત (વરુણનો મોટો ભાઈ) પરણી ગયો છે, મારા બાળકો પરણી ગયા છે અને મારા મોટા ભાઈના બાળકો પણ પરણેલા છે. તો આ ચક્ર પૂર્ણ થયું છે. અમે માત્ર રિવાજો મુજબ લગ્ન કરી રહ્યા છે કોઈ વિશેષ ધામધૂમ નથી. જો કે, છોકરીવાળા કંઈ કરે તો અમે ના ન પાડી શકીએ. તેમની દીકરી છે અને તેઓ ઈચ્છે તે મુજબ પરણાવી શકે છે. બાકી અમે કંઈ વિશેષ પ્લાનિંગ નથી કર્યું."

જણાવી દઈએ કે, શનિવારે રાત્રે વરુણ અને નતાશાની સંગીત સેરેમની યોજાઈ હતી. રિપોર્ટ પ્રમાણે, તેમાં પરિવાર અને નજીકના મિત્રોએ પંજાબી ગીતો પર ખૂબ ડાન્સ કર્યો હતો. રિપોર્ટ પ્રમાણે, વરુણ ધવને શુક્રવારે પોતાના મિત્રો સાથે બેચલર્સ પાર્ટી પણ કરી હતી.

Read Next Story