એપશહેર

હલ્દી સેરેમનીમાં વરુણે બતાવ્યા મસલ્સ, મિત્રોએ પહેરી હતી ખાસ ટી-શર્ટ

વરુણ-નતાશાના લગ્ન પૂરા થયા બાદ હવે ધવન અને દલાલ પરિવાર મુંબઈ આવવા રવાના થયો છે.

I am Gujarat 25 Jan 2021, 2:08 pm
વરુણ ધવન અને નતાશા દલાલ હવે પતિ-પત્ની બની ગયા છે. વરુણ-નતાશાના લગ્નની તસવીરો ઈન્ટરનેટ પર આગની જેમ ફેલાઈ રહી છે. લગ્ન પૂરા થયા બાદ વરુણ ધવને ઈન્સ્ટાગ્રામ પર પોતાની પત્ની સાથેની પહેલી તસવીર પોસ્ટ કરી હતી. હવે દુલ્હેરાજાએ હલ્દી સેરેમનીની ઝલક ફેન્સને બતાવી છે.
I am Gujarat vd haldi

View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn)


વરુણ ધવને હલ્દી સેરેમનીની બે તસવીરો શેર કરી છે. જેમાંથી એકમાં વરુણ ધવનનું શરીર પીઠી ચોપડેલું જોઈ શકાય છે. પીઠી ચોળેલા શરીર સાથે વરુણ ધવન સુપરમેનની જેમ પોતાના મસલ્સ બતાવતો જોવા મળે છે. તો બીજી તસવીરમાં વરુણ ધવન મિત્રો સાથે પોઝ આપતો જોવા મળે છે. અહીં ખાસ વાત એ છે કે, દુલ્હેરાજાએ પહેરેલી ટી-શર્ટ પર ટીમ રઘુ, ટીમ હમ્પ્ટી, ટીમ વીર વગેરે લખેલું છે. આ બધા જ નામ વરુણ ધવને કરેલી ફિલ્મોના તેના પાત્રોના છે. તસવીરમાં વરુણ ધવન લગ્ન માટે ઉત્સાહિત અને તૈયાર જોવા મળી રહ્યો હતો. તસવીરો શેર કરતાં વરુણ ધવને લખ્યું, 'હલ્દી સારી રીતે થઈ હતી.'
View this post on Instagram A post shared by VarunDhawan (@varundvn)


વરુણ ધવને અલીબાગના 'ધ મેન્શન હાઉસ' રિસોર્ટમાં 24મી જાન્યુઆરીએ નતાશા દલાલ સાથે હિન્દુ-પંજાબી સેરેમનીમાં લગ્ન કર્યા હતા. વરુણ અને નતાશાએ પતિ-પત્ની બન્યા બાદ રિસોર્ટની બહાર આવીને ફોટોગ્રાફર્સને પોઝ આપ્યો હતો. વરુણ-નતાશાએ લગ્નમાં મેચિંગ આઉટફિટ પહેર્યા હતા અને કપલ એકસાથે ખૂબ જ સુંદર લાગતું હતું. વરુણે લગ્નની તસવીરો શેર કરતાં લખ્યું હતું, "જીવનભરનો પ્રેમ હવે ઓફિશિયલ થઈ ગયો છે."
View this post on Instagram A post shared by ETimes (@etimes)


વરુણ-નતાશાના લગ્ન પૂરા થઈ ગયા છે ત્યારે હવે મહેમાનો અલીબાગથી નીકળી રહ્યા છે. આજે સવારે કરણ જોહર, શશાંક ખેતાન અને મનીષ મલ્હોત્રા મુંબઈ આવવા નીકળી ગયા હતા. જ્યારે હવે વરુણનો ભાઈ રોહિત પત્ની અને દીકરી સાથે તેમજ તેના કાકા અનિલ ધવન પણ પરિવાર સાથે અલીબાગથી નીકળી ગયા છે. જ્યારે ડેવિડ ધવન અને તેમના પત્ની લાલી ધવન પણ દીકરાના લગ્ન પૂરાં કરીને મુંબઈ આવવા રવાના થયા છે. નતાશાનો પરિવાર પણ અલીબાગથી મુંબઈ આવવા રવાના થયો છે. આ તરફ ચર્ચા છે કે 2 ફેબ્રુઆરીએ વરુણ-નતાશા ફિલ્મ ઈન્ડસ્ટ્રીના મિત્રો માટે મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટેલમાં રિસેપ્શનનું આયોજન કરવાના છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો