એપશહેર

લગ્નના દિવસે સહેજ પણ નર્વસ નહોતો Vicky Kaushal, તેનો મૂડ જણાવતાં સ્ટાઈલિસ્ટે ખોલ્યું એ દિવસનું ખાસ સિક્રેટ

કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલના (Vicky Kaushal) લગ્નને પાંચ મહિના થઈ ગયા છે. લગ્નના દિવસે વિકી કૌશલને તૈયાર સ્ટાઈલિસ્ટ અમનદીપ કૌરે (Amandeep Kaur) કર્યા હતા. અમનદીપ કૌરે હાલમાં વિકી કૌશલના વખાણ કરતાં કહ્યું હતું કે, તે શાંત દુલ્હો હતો. અન્યની જેમ તે સહેજ પણ તણાવમાં નહોતો. તે દરેક ફંક્શનમાં સારા મૂડમાં હતો.

Authored byમિત્તલ ઘડિયા | I am Gujarat 14 May 2022, 2:20 pm

હાઈલાઈટ્સ:

  • લગ્નના દિવસે કેટરીના કૈફે વિકી કૌશલની સ્ટાઈલિસ્ટ અમનદીપ કૌરને પૂછ્યા હતા સવાલ
  • અમનદીપ કૌરે કહ્યું 'વિકી કૌશલને દરેક ફંક્શનમાં ખુશ જોયો હતો, તે સમયને માણવા ઈચ્છતો હતો'
  • લગ્નના દિવસે વિકી કૌશલ જેટલો ખુશ હતો એટલો કાયમ રહે તેવી અમનદીપ કૌરની અપેક્ષા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat vicky kaushal katrina kaif
લગ્ન દરમિયાન એકદમ ચિલ મૂડમાં હતો વિકી કૌશલ, સ્ટાઈલિસ્ટ અમનદીપ કૌરે જણાવ્યું
કેટરીના કૈફ (Katrina Kaif) અને વિકી કૌશલે (Vicky Kaushal) ગયા વર્ષે ડિસેમ્બર મહિનામાં રાજસ્થાનના સવાઈ માધોપુરમાં આવેલા સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. કેટરીના અને વિકીના લગ્નને પાંચ મહિના થઈ ગયા પરંતુ આ સાથે સંબંધિત વાતો હજી થઈ રહી છે. લગ્નના દિવસે કપલે સેલિબ્રિટી ફેશન ડિઝાઈનર સબ્યસાચીએ ડિઝાઈન કરેલા કપડા પહેર્યા હતા. કેટરીનાએ ગોલ્ડન વર્ક કરેલો રેડ લહેંગો અને ટ્રેડિશનલ જ્વેલરી પહેરી હતી. તો વિકીએ ક્રિમ અને ગોલ્ડન કલરની શેરવાની, મેચિંગ સાફો અને ગ્રીન નેકપીસ પહેર્યો હતો. લગ્નના દિવસે દરેક દુલ્હા અને દુલ્હનને ખાસ કરીને તેમના ડ્રેસિંગ બાબતે વધારે ચિંતા થતી હોય છે. ત્યારે વિકી કૌશલનો મૂડ કેવો હતો, તેના વિશે હાલમાં તેની સ્ટાઈલિસ્ટે (Amandeep Kaur) એક એન્ટરટેન્મેન્ટ પોર્ટલ સાથેની વાતચીતમાં ખુલાસો કર્યો હતો.
પ્રેગ્નેન્ટ છે કેટરીના કૈફ? લગ્નના પાંચ મહિના બાદ એક્ટ્રેસ અને વિકી કૌશલે આપ્યા ગુડ ન્યૂઝ?
View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif)

પિંકવિલા સાથેની વાતચીતમાં વિકી કૌશલની સ્ટાઈલિસ્ટ અમનદીપ કૌરે જણાવ્યું હતું કે, 'મારે તેને ઘણી બધી ક્રેડિટ આપવી પડશે કારણ કે, તે એ પ્રકારનો દુલ્હો નહોતો જે હંમેશા તણાવમાં રહોતો હતો. લગ્ન દરમિયાન પણ કેટરીનાએ મને પૂછ્યું હતું કે, 'તો વિકીને સ્ટાઈલ કરવાનું કેવું રહ્યું?' શું તેની તેવી ક્ષણો હતી? આપણે જાણીએ છીએ કે, દરેક દુલ્હા અને દુલ્હનને એકબીજા પ્રત્યે જાણવાની ઉત્સુકતા હોય છે, આ તે પ્રકારનું હતું. ત્યારે મેં તેને કહ્યું હતું કે, 'તે કૂલ દુલ્હો છે. તેનો ઉદ્દેશ માત્ર એક જ હતો કે, મારે પાર્ટી કરવી છે અને આ સારા સમયને એન્જોય કરવો છે બસ''.

View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09)

બે વર્ષથી બાળકો સાથે દુબઈમાં એકલી રહે છે પત્ની માન્યતા, કારણનો સંજય દત્તે કર્યો ખુલાસો
વધુમાં તેણે કહ્યું હતું કે, 'હું જીવનમાં વિકી કરતાં વધારે પોઝિટિવ અને શાંત દુલ્હો સ્ટાઈલ કરવા માટે માગી શકું નહીં. મને યાદ છે વિકીના લગ્નના દિવસે, હું ત્યાં હતી, તેનો ભાઈ, ફ્રેન્ડ અને બધાને સાફા બાંધવામાં આવી રહ્યા હતા. તે ખરેખર ખુશ હતો, તે જીવનમાં એ જ ખુશ રહે તેવી અપેક્ષા રાખું છું. તે ઉત્સાહિત હતો. તે જે રીતે દરેક ફંક્શનને એન્જોય કરી રહ્યો હતો અને જે પોઝિટિવ મૂડમાં હતો, તેને જોઈને મને આશ્ચર્ય થયું હતું'.

હાલમાં જ કેટરીના કૈફ પ્રેગ્નેન્ટ હોવાની અટકળો વહેતી થઈ હતી. જો કે, તેની ટીમે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે, 'કેટરીના કૈફ પ્રેગ્નેન્ટ નથી. હાલ તેનું સંપૂર્ણ ધ્યાન કરિયર પર છે. આ સિવાય તે લગ્નજીવનના શરૂઆતના તબક્કાને પણ મન ભરીને માણી રહી છે'. આ સિવાય વિકી કૌશલના પ્રવક્તાએ પણ આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે, 'આ રિપોર્ટ ખોટા છે. આ માત્ર અફવા છે અને તેમા કંઈ સત્ય નથી'.

કેટરીના કૈફ અને વિકી કૌશલ હાલ ન્યૂયોર્કમાં વેકેશન એન્જોય કરી રહ્યા છે. જ્યાં તેઓ તેમની તસવીરો પણ શેર કરી રહ્યા છે. ન્યૂયોર્કમાં તેમણે કેટરીનાની ફેવરિટ રેસ્ટોરન્ટ સિવાય પ્રિયંકા ચોપરાની માલિકનીની રેસ્ટોરન્ટની પણ મુલાકાત લીધી હતી.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story