એપશહેર

વિકી કૌશલે ફગાવી 'જી લે ઝરા'ની ઓફર! પત્ની કેટરીના સાથે રોમાન્સ કરતો નહીં જોવા મળે!

વિકી કૌશલ 'જી લે ઝરા'માં કામ કરવાનો હોવાની ચર્ચા હતી. જો કે, તેણે આ અંગે હજી સુધી નિર્ણય લીધો નથી.

I am Gujarat 20 Jan 2022, 2:36 pm

હાઈલાઈટ્સ:

  • કેટરીના કૈફની ફિલ્મ 'જી લે ઝરા'માં વિકી કૌશલ કેમિયો કરવાનો હોવાની હતી ચર્ચા
  • વિકી કૌશલે પાત્ર અને સ્ટોરીમાં તે કેવી રીતે ફિટ બેસે છે તે જાણવાની ઈચ્છા દર્શાવી
  • 9મી ડિસેમ્બર, 2021ના રોજ વિકી કૌશલ અને કેટરીના કૈફે કર્યા હતા લગ્ન
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat vicky kaushal yet to decide to work in katrina kaif starrer film jee le zara
વિકી કૌશલે ફગાવી 'જી લે ઝરા'ની ઓફર! પત્ની કેટરીના સાથે રોમાન્સ કરતો નહીં જોવા મળે!
અગાઉ તેવું કહેવાતું હતું કે, વિકી કૌશલ પત્ની કેટરીના કૈફની ગર્લ ટ્રિપ પર આધારિત ફિલ્મ 'જી લે ઝરા'માં કેમિયો કરશે, જેનું ડિરેક્શન ફરહાન અખ્તર કરવાનો છે. ફિલ્મમાં કેટરીના કૈફ સિવાય પ્રિયંકા ચોપરા તેમજ આલિયા ભટ્ટ પણ લીડ રોલમાં છે. આ સમાચારથી વિકી કૌશલ અને કેટરીના કૈફના ફેન્સ પણ ઉત્સાહિત હતા, કારણ કે કપલે અગાઉ ક્યારેય સાથે કામ કર્યું નથી. જો કે, આ અંગે જે લેટેસ્ટ ખબર સામે આવી છે તે, વિકી અને કેટરીનાના ફેન્સને નિરાશ કરી શકે છે. કારણ કે, વિકીએ ફિલ્મમાં કેમિયો કરવા અંગે હજી કોઈ ખાતરી કરી નથી.
View this post on Instagram A post shared by Vicky Kaushal (@vickykaushal09)

'અનુપમા'એ પતિના કર્યા ભરપેટ વખાણ, તેની ગેરહાજરીમાં રાખે છે ઘર અને દીકરાની સંભાળ
ઈન્ડિયા ટુડેના રિપોર્ટ પ્રમાણે, 'જી લે ઝરા' માટે વિકી કૌશલનો સંપર્ક કરવામાં આવ્યો હતો પરંતુ તે આ પ્રોજેક્ટમાં કામ કરશે કે કેમ તે અંગે હજી સુધી તેણે નિર્ણય લીધો નથી. રિપોર્ટ પ્રમાણે, જ્યારે વિકી કૌશલ પાસે આ ફિલ્મમાં કામ કરવા અંગેનું પ્રપોઝલ મળ્યું ત્યારે તેણે ના પાડી નહોતી પરંતુ તેને પાત્ર વિશે વિગતવાર જાણવાની ઈચ્છા વ્યક્ચ કરી હતી. એક્ટર આ પ્રોજેક્ટને લઈને ઉત્સાહિત છે પરંતુ તેને તેના પાત્ર વિશે વધારે જાણવાની જરૂર છે.

View this post on Instagram A post shared by Katrina Kaif (@katrinakaif)

ધ કપિલ શર્મા શોના મહેમાન બની ફસાયા 'તારક મહેતા', લોકોએ યાદ અપાવી તેમણે કહેલી વાત
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, વિકી કૌશલને તેનું પાત્ર ચોક્કસ રીતે કેવુ છે અને સ્ટોરીમાં કેવી રીતે તે ફિટ બેસે છે તે જાણવાની જરૂર છે. એક્ટર ફિલ્મમાં કામ કરવા અંગે હજી પણ બેમત છે. જો વિકી કૌશલે 'જી લે ઝરા' માટે હા પાડી તો તેના તેમજ કેટરીના કૈફના ફેન્સ માટે ખુશખબર બની રહેશે.

વિકી કૌશલ અને કેટરીના કૈફની વાત કરીએ તો, કપલે 9મી ડિસેમ્બર, 2021ના રોજ રાજસ્થાનના સિક્સ સેન્સિસ ફોર્ટ બરવાડામાં શાહી લગ્ન કર્યા હતા. કપલ છેલ્લા દોઢ વર્ષથી રિલેશનશિપમાં હતું અને બાદમાં લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. 13મી જાન્યુઆરીએ વિકી અને કેટરીનાએ લગ્ન બાદની પહેરી લોહરી પણ મનાવી હતી.

Read Next Story