એપશહેર

Video: કોરોનાની રસી લેતા ડરી ગઈ અંકિતા લોખંડે, થઈ આવી હાલત

અંકિતા લોખંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી કોરોનાની રસી લેતો એક વિડીયો શેર કર્યો છે કે જેમાં તે ખૂબ ડરેલી જોવા મળી રહી છે.

I am Gujarat 8 May 2021, 4:47 pm

હાઈલાઈટ્સ:

  • કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેતી જોવા મળી રહી છે
  • અંકિતા લોખંડે એવું કહેતી જોવા મળે છે કે મને ડર લાગી રહ્યો છે
  • રસીનો પ્રથમ ડોઝ લેતી વખતે ભગવાનને યાદ કરી રહી છે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat q4
જ્યાં એકબાજુ દેશમાં કોરોના વાયરસની બીજી લહેરમાં સંક્રમણ વધી રહ્યું છે ત્યાં બીજી બાજુ રસીકરણ પણ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે. સરકારે હાલમાં જ 18 વર્ષથી મોટી ઉંમરના લોકો માટે રસીકરણની શરૂઆત કરી છે ત્યારે ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ એક વિડીયો શેર કર્યો છે કે જેમાં તે કોરોનાની રસીનો પ્રથમ ડોઝ લેતી જોવા મળી રહી છે.
કોરોનાથી સંક્રમિત થઈ કંગના રનૌત, કહ્યું 'હું વાયરસને ખતમ કરી દઈશ'
જાણીતી ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડેએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી કોરોનાની રસી લેતો એક વિડીયો શેર કર્યો છે કે જેમાં તે ખૂબ ડરેલી જોવા મળી રહી છે. અંકિતા લોખંડે રસીનો પ્રથમ ડોઝ લેતી વખતે ભગવાનને યાદ કરી રહી છે અને બીજી બાજુ ડૉક્ટર તેને સમજાવી રહ્યા છે કે તમે ચિંતા ના કરો, આરામથી થઈ જશે.
View this post on Instagram A post shared by Ankita Lokhande (@lokhandeankita)

વિડીયોની શરૂઆતમાં અંકિતા લોખંડે એવું કહેતી જોવા મળે છે કે મને ડર લાગી રહ્યો છે, બાપ રે...હે ભગવાન. તે એટલી વધારે ડરી ગઈ કે પોતાનો ચહેરો હાથ વડે ઢાંકી લે છે અને પ્રાર્થના કરવા લાગે છે. જ્યારે બીજી બાજુ તે બાળકોની માફક તે તરફ જુએ છે કે તેને ઈંજેક્શન યોગ્યરીતે લાગ્યું છે કે નહીં. આ વિડીયો શેર કરતા અંકિતા લોખંડેએ કેપ્શનમાં લખ્યું કે મેં કોરોનાની રસી લઈ લીધી, તમે પણ જલદી જાઓ અને રસી લઈ લો. આ પોસ્ટ પર અંકિતા લોખંડેની નજીકની દોસ્ત રશ્મિ દેસાઈએ કોમેન્ટ કરતા લખ્યું કે હાહાહા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો