એપશહેર

ઐશ્વર્યાની કઈ વાતથી તેના પ્રત્યે આકર્ષિત થયો હતો ધનુષ? એક્ટરે પોતે કર્યો હતો ખુલાસો

ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત અલગ થયા છે. ધનુષે અગાઉ એક ઈન્ટરવ્યૂમાં પત્નીની કઈ વાત ગમે છે તેના વિશે જણાવ્યું હતું.

I am Gujarat 29 Jan 2022, 1:14 pm

હાઈલાઈટ્સ:

  • ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે 18 વર્ષના લગ્નજીવન પર મૂક્યું પૂર્ણવિરામ
  • 2004માં રજનીકાંતની દીકરી ઐશ્વર્યા સાથે લગ્નના બંધનમાં બંધાયો હતો ધનુષ
  • રાજા અને લિંગા એમ બે બાળકોના માતા-પિતા છે ધનુષ અને ઐશ્વર્યા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat when dhanush said aishwaryaa rajinikanths simplicity attracted him towards her
ઐશ્વર્યાની કઈ વાતથી તેના પ્રત્યે આકર્ષિત થયો હતો ધનુષ? એક્ટરે પોતે કર્યો હતો ખુલાસો
18 વર્ષના લગ્નજીવન બાદ, સાઉથ એક્ટર ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંતે થોડા દિવસ પહેલા તેમના સેપરેશનની જાહેરાત સોશિયલ મીડિયા પર કરી હતી. ધનુષ અને ઐશ્વર્યા તેમના જીવનમાં આગળ વધી ગયા છે. ત્યારે ધનુષે અગાઉ આપેલા જૂના ઈન્ટરવ્યૂમાં ઐશ્વર્યાની કઈ વાતે તેને આકર્ષિત કર્યો તે અંગે જણાવ્યું હતું.
અમારા સહયોગી ઈટાઈમ્સને આપેલા ઈન્ટરવ્યૂમાં ધનુષે કહ્યું હતું કે, 'હું તેને એ રીતે જોતો નથી. મને તેની સાદગી ગમે છે. જો તમને લાગતું હોય કે તેના પિતા સાદા છે, તો ઐશ્વર્યાને મળો. તે તેના પિતા કરતાં 100 ગણા વખત સાદી છે'.

BB 15: શમિતા શેટ્ટી માટે બોયફ્રેન્ડે લીધો તેજસ્વીનો ક્લાસ, કરણ કુંદ્રા વિશે પણ આપ્યું નિવેદન

17મી જાન્યુઆરીએ રાતે ધનુષ અને ઐશ્વર્યાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર અલગ થવાની જાહેરાત કરી હતી. એક્ટરે લખ્યું હતું કે, '18 વર્ષ સુધી અમે મિત્રો, દંપતી, માતા-પિતા તરીકે એકબીજાની ભલાઈ ઈચ્છતા રહ્યા. આ જર્ની આગળ વધવાની, સમજવાની, મેળ કરવાની અને એકબીજા સાથે અનુકૂળ રહેવાની રહી. આજે અમે તેવી જગ્યાએ ઉભા છીએ જ્યાં અમારા માર્ગ અલગ છે. ઐશ્વર્યા અને મેં દંપતી તરીકે અલગ થવાનો નિર્ણય લીધો છે અને અમારા સારા માટે અમે એકબીજાને સમય આપવા અને સમજવા માગીએ છીએ. અમારા નિર્ણયનું સન્માન કરવા વિનંતી અને અમને તેની સાથે ડીલ કરવા માટે પ્રાઈવસી આપજો. ઓમ નમોશિવાય! પ્રેમ ફેલાવતા રહો-ધનુષ'.

ડિનર ડેટ પર જોવા મળ્યો હૃતિક રોશન, સાથે મિસ્ટ્રી ગર્લ જોઈને ફેન્સે શરૂ કરી અટકળો
રિપોર્ટ્સ પ્રમાણે, દીકરી ઐશ્વર્યા પતિથી અલગ થઈ હોવાની વાતથી એક્ટર-પિતા રજનીકાંતને ખૂબ ધક્કો લાગ્યો છે. તેઓ તેમની દીકરીનું ઘર ફરીથી વસી જાય તેમ ઈચ્છી રહ્યા છે. તેથી જ ઐશ્વર્યા અને ધનુષને એક કરવા માટે તેમણે કમર કસી લીધી છે. અગાઉ પણ ઘણીવાર ઐશ્વર્યા અને ધનુષના લગ્ન તૂટવાની અણીએ હતા. પહેલા પણ બંને વચ્ચે અણબનાવ થયો હતો, પરંતુ દરેક વખતે રજનીકાંતે સંભાળી લીધું હતું. બંને વચ્ચે ઘણીવાર સમજૂતી કરાવી હતી. તેઓ ફરી એકવાર આમ કરવા જઈ રહ્યા છે.

રજનીકાંતની દીકરી ઐશ્વર્યા અને ધનુષે 18 નવેમ્બર, 2004માં લગ્ન કર્યા હતા. બંનેને યાત્રા રાજા અને લિંગા રાજા એમ બે દીકરાઓ પણ છે.

Read Next Story