એપશહેર

કોહલીની બહેને વામિકાને કહી 'એન્જલ', ભાભી અનુષ્કા સાથેના સંબંધો વિશે પણ કરી વાત

વિરાટ કોહલીની બહેને ઈન્સ્ટાગ્રામ પર Q&A સેશન યોજ્યું હતું. જેમાં તેણે વામિકા અને અનુષ્કા શર્માને લગતા સવાલના જવાબ આપ્યા હતા.

I am Gujarat 12 Jun 2021, 10:56 am

હાઈલાઈટ્સ:

  • કોહલીની બહેનના ભાભી અનુષ્કા સાથે કેવા છે સંબંધો?
  • કોહલીની બહેન ભાવનાએ વામિકાને કહી 'એન્જલ'
  • કોહલીની બહેને ઈન્સ્ટાગ્રામ પર યોજ્યું Ask Me Anything સેશન
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat which kind of bond virat kohli sister shares with anushka sharma
કોહલીની બહેને વામિકાને કહી 'એન્જલ', ભાભી અનુષ્કા સાથેના સંબંધો વિશે પણ કરી વાત
ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા જાન્યુઆરી મહિનામાં દીકરી વામિકાના માતા-પિતા બન્યા હતા. વામિકા પાંચ મહિનાની થઈ ગઈ છે. જો કે, કપલે હજી સુધી તેની તસવીર શેર કરી નથી. ત્યારે ફેન્સ વામિકા વિશેની શક્ય એટલી માહિતી જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. શુક્રવારે વિરાટ કોહલીની બહેન ભાવના કોહલી ધિંગરાએ ઈન્સ્ટાગ્રામ પર Ask Me Anything સેશન યોજ્યું હતું. ત્યારે ફેન્સે વામિકા અને અનુષ્કા વિશેનો સવાલ પૂછવાની તક જતી કરી નહોતી.

GHKKPMને બોયકોટ કરવાની માગ, દર્શકોએ સીરિયલને ગણાવી માથાનો દુખાવો
એક ફેને ભાવનાને પૂછ્યું હતું કે, 'શું તું વામિકાને મળી? તે કોના જેવી લાગે છે? અનુષ્કા કે કોહલી'. ભાવનાએ જવાબ આપતાં વામિકા કોના પર ગઈ છે તેના પર તો ખુલાસો ન કર્યો પરંતુ તે જરૂરથી જણાવ્યું કે, તે વામિકાને મળી ચૂકી છે અને તે એન્જલ છે.


એક ફેને ભાવનાને તેના બંને ભાભીઓ એટલે કે વિકાસ કોહલીની પત્ની ચેતના અને વિરાટની પત્ની અનુષ્કા સાથેના બોન્ડિંગ વિશે પૂછ્યું હતું. જેના જવાબમાં તેણે લખ્યું હતું કે, 'તેઓ બંને અદ્દભુત છે અને હું તેમને પ્રેમ કરું છું'.


એક ફેને તો ભાવનાને તેના ફેવરિટ બેટ્સમેન વિશે પણ પૂછી લીધું હતું. ફેને પૂછ્યું હતું કે, 'તમારો ફેવરિટ બેટ્સમેન કોણ છે? તમારો ભાઈ વિરાટ કોહલી કે અન્ય કોઈ'. જેના જવાબમાં તેણે લખ્યું હતું કે, 'વિરાટ તો છે જ પરંતુ હું વિરાટ કોહલીના પણ મોટી ફેન હતી'.

બા-બાપુજીને ધક્કો મારીને ઘર બહાર કાઢશે કાવ્યા, અનુપમા પરિવારને બચાવી શકશે?
View this post on Instagram A post shared by AnushkaSharma1588 (@anushkasharma)

હાલમાં, ઈન્સ્ટાગ્રામ પર Q&A સેશન દરમિયાન વિરાટ કોહલીએ વામિકાની તસવીર દેખાડવા કહ્યું હતું. તેણે પૂછ્યું હતું કે, 'વામિકાનો અર્થ શું છે? તે કેમ છે? શું અમે તેની ઝલક જોઈ શકીએ પ્લીઝ?'. તો કોહલીએ જવાબ આપતાં લખ્યું હતું કે, 'વામિકા એ મા દુર્ગાનું બીજું નામ છે. સોશિયલ મીડિયા શું છે તે વામિકા સમજે નહીં ત્યાં સુધી અમે તેને સોશિયલ મીડિયામાં સામે ન લાવવાનું નક્કી કર્યું છે'.

જાન્યુઆરી મહિનામાં વામિકાના જન્મ બાદ વિરાટ અને અનુષ્કાએ ફોટોગ્રાફર અને મીડિયાને તેમની દીકરીની તસવીરો ક્લિક ન કરવા માટે કહ્યું હતું. આ સાથે કપલે ફોટોગ્રાફર્સને ગિફ્ટ પણ મોકલી હતી. તો તેમણે પણ કપલે કહેલાનું પાલન કર્યું હતું.

Read Next Story