એપશહેર

વિક્રમ માટે અમિતાભ બચ્ચને શા માટે લખ્યો હતો પત્ર? છેવટે થઈ ગયુ મોટું કામ

વિક્રમ ગોખલેએ અમિતાભ બચ્ચનની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને શરૂઆતના સમયમાં તેમની સાથે ખૂબ જ સારો સાથે નિભાવ્યો હતો. અમિતાભે વિક્રમ માટે મહારાષ્ટ્રના તે સમયના મુખ્યમંત્રીને પત્ર પણ લખ્ય હતો. 77 વર્ષિય વિક્રમ ગોખલેએ શનિવારે પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. લાંબા સમયથી તેઓ બીમાર હતા. વિક્રમ ગોખલેએ અમિતાભ બચ્ચનની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને શરૂઆતના સમયમાં ખૂબ જ સાથ આપ્યો હતો.

Edited byNilesh Zinzuvadiya | I am Gujarat 26 Nov 2022, 4:32 pm
I am Gujarat Amitabh
(ફાઈલ ફોટો)
બોલીવુડ અને મરાઠી ફિલ્મોના દિગ્ગજ એક્ટર વિક્રમ ગોખલેનું અવસાન થયું છે. 77 વર્ષિય વિક્રમ ગોખલેએ શનિવારે પુણેની દીનાનાથ મંગેશકર હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. લાંબા સમયથી તેઓ બીમાર હતા. વિક્રમ ગોખલેએ અમિતાભ બચ્ચનની ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું અને શરૂઆતના સમયમાં ખૂબ જ સાથ આપ્યો હતો. અમિતાભે વિક્રમ માટે મહારાષ્ટ્રના તે સમયના મુખ્યમંત્રીને એક પત્ર લખ્ય હતો.

અમિતાભે પત્ર લખ્યો હતો
વિક્રમ ગોખલે 26 વર્ષની ઉંમરમાં વર્ષ 1971માં અમિતાભની સાથે ફિલ્મ પરવાનાથી ડેબ્યુ કર્યું હતું. વિક્રમ અને અમિતાભે અગ્નિપથ, ખુદા ગવાહ, પરવાના જેવી અનેક ફિલ્મોમાં સાથે કામ કર્યું હતું. વિક્રમના શરૂઆતના સમયમાં રહેવા માટે કોઈ સ્થળ મળતું ન હતું, તે સમયે અમિતાભે તેમને મદદ કરી હતી. ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથેની વાતચીતમાં એક વખત વિક્રમે કહ્યું હતું કે જ્યારે હું મુંબઈ આવ્યો ત્યારે હું આર્થિક તંગીનો સમનો કરતો હતો. તે સમયે મારી પાસે રહેવા માટે જગ્યા ન હતી. તે સમયે અમિતાભ બચ્ચને મારી તે સમયના મુખ્યમંત્રી મનોહર જોશીને પત્ર લખી વ્યવસ્થા કરવા ભલામણ કરી હતી. તે સમયનો અમિતાભ બચ્ચનનો પત્ર આજે પણ મારી પાસે છે. તેમની ભલામણને લીધે મને સરકારી મકાન મળ્યું હતું.

અમિતાભ પ્રત્યે ગર્વ
અમિતા સાથેની મિત્રતાને યાદ કરતા અગાઉ વિક્રમે કહ્યું હતું કે તેમને અમિતાભ પ્રત્યે ખૂબ જ ગર્વ થાય છે કે હું અમિતાભને છેલ્લા 50-55 વર્ષથી ઓળખુ છું. મને તેમનો અંદાજ અને સ્વભાવ ખૂબ જ પસંદ છે. અમિતાભ ભારતીય સિનેમાના ખૂબ જ સારા અભિનેતા છે અને એક સારા મિત્ર પણ છે. મે તેમનું સંઘર્ષમય જીવન જોયું છે અને મે જોયું છે કે તેઓ કામ કરવા માટે કેટલા પ્રયત્નશીલ હતા. 40 વર્ષની કરિયરમાં વિક્રમ ગોખલેએ અનેક હિન્દી, મરાઠી ફિલ્મોમાં કામ કર્યું હતું.

Read Next Story