એપશહેર

ગળાડૂબ પ્રેમમાં હોવા છતાં ટાઈગર શ્રોફની બહેનનું બોયફ્રેન્ડ સાથે કેમ બ્રેકઅપ થયું? આ છે કારણ!

I am Gujarat 21 Nov 2020, 9:55 am
બોલિવૂડના દિગ્ગજ એક્ટર જેકી શ્રોફનો દીકરો ટાઈગર શ્રોફ આજે બોલિવૂડનો જાણીતો ચહેરો છે. પરંતુ તેની બહેન કૃષ્ણા શ્રોફ બોલિવૂડથી દૂર છે. જોકે તે ભલે ફિલ્મી પડદાથી દૂર હોય, પરંતુ કૃષ્ણા કોઈ ગ્લેમરસ એક્ટ્રેસથી ઓછી નથી. સોશિયલ મીડિયા પર તેની બોલ્ડ તસવીરો સતત ચર્ચામાં છવાયેલી રહે છે. કૃષ્ણા પોતાની પર્સનલ લાઈફને લઈને ખૂબ જ ઓપન છે. બાસ્કેટબોલ પ્લેયર હાયમ્સ સાથે તેના રિલેશનશીપની વાત કોઈનાથી છૂપી નથી. કૃષ્ણાએ પણ તેને છૂપાવવાનો પ્રયાસ નહોતો કર્યો.
I am Gujarat krishna


પરંતુ હવે કૃષ્ણા અને એબન એકબીજાથી અલગ થઈ ગયા છે. જોકે હજુ સુધી બંનેના બ્રેકઅપનું કારણ સ્પષ્ટ થઈ શક્યું નહોતું. કૃષ્ણા શ્રોફે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એબનની તમામ તસવીરો હટાવી દીધી હતી. આ સાથે જ તેણે પોતાના ફેન્સને પણ અપીલ કરી હતી કે એબન સાથેની તસવીરોમાં તેને ટેગ ન કરવામાં આવે. ત્યારે હવે એબને એક પોસ્ટ કરી છે, જે ચર્ચામાં આવી છે. આ પોસ્ટ સાથે એબને પોતાના બ્રેકઅપના કારણનું હિંટ આપવાનો પ્રયાસ કર્યો છે.

એબને પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી શેર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે, 'દૂરીઓથી સંબંધો પ્રભાવિત ન થવા જોઈએ. પ્રેમ હંમેશા બેપરદાર હોવો જોઈએ.' જોકે એબને આ પોસ્ટમાં કૃષ્ણાનું નામ નથી લખ્યું, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે, એકબીજા વચ્ચેનું અંતર તેમના બ્રેકઅપનું કારણ છે.
View this post on Instagram A post shared by Krishna Shroff (@kishushroff)

ઉલ્લેખનીય છે કે મીડિયા પર એબન અને કૃષ્ણાએ એકબીજાના અનફોલો કરી દીધા છે. કૃષ્ણાએ પોતાના બ્રેકઅપની જાહેરાત કરતા એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટ કૃષ્ણાએ પોતાના ફેન્સ માટે લખ્યી હતી. જેમાં લખ્યું હતું કે, તમે બધા ફેન ક્લબ ખૂબ જ ક્યૂટ છો. પરંતુ હવે તસવીરોમાં એબન સાથે મને ટેગ ન કરશો. હવે અમે સાથે નથી આથી અમારું નામ સાથે ન લખો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો