એપશહેર

ગીતા રબારીએ PM સાથે મુલાકાત કરી, મોદીને સમર્પિત કર્યું આ ખાસ સોન્ગ

Yogesh Gajjar | I am Gujarat 8 Jul 2019, 2:40 pm
લોકપ્રિય ગુજરાતી લોકગાયક ગીતા રબારીએ દિલ્હીમાં સોમવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ તેણે નરેન્દ્ર મોદી માટે એક ખાસ ગીત સમર્પિત કર્યું હતું. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
PM સાથેની મુલાકાત બાદ ગીતા રબારીએ ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે, મારું ગીત ‘રોણા શેરમાં રે’એ હાલમાં જ 25 કરોડ વ્યૂ મળ્યા છે, હું આ ગીત નરેન્દ્ર મોદીને સમર્પિત કરું છું. આથી હું અહીંયા તેમના આશીર્વાદ લેવા આવી હતી. તેમની સાથેની મુલાકાત ખૂબ સારી રહી, અને તેમણે મને આશીર્વાદ પણ આપ્યા.
ગીતા રબારીએ વધુમાં કહે છે કે, હું પહેલીવાર નાની હતી ત્યારે તેમને મળી હતી. મેં સ્કૂલમાં ફંક્શનમાં ગીત ગાયું ત્યારે તેમણે મારી પ્રશંસા કરીને સંગીતની પ્રેક્ટિસ ચાલુ રાખવા કહ્યું હતું. તેમણે મને 250 રૂપિયા ઈનામમાં આપ્યા હતા. સંગીતની પ્રેક્ટિસ ચાલુ રાખી અને આજે હું ગુજરાતમાં સફળ સિંગર છું. પ્રધાનમંત્રીના ‘બેટી બચાવો અને બેટી પઢાઓ’ કાર્યક્રમની પ્રશંસા કરતા ગીતા રબારીએ કહ્યું, ‘હું માલધારી સમાજની છું અને અમે જંગલમાં હતા. મારા પિતાને ‘બેટી બચાઓ, બેટી પઢાઓ’નું પોસ્ટ કાર્ડ મળ્યું. આ કારણે તેમણે મને આગળ ભણાવવા માટે સ્કૂલમાં મોકલી. જો મારા પિતાએ મને સ્કૂલમાં ન મોકલી હોત તો હું આજે એક સફળ ગાયક ન હોત.’ અન્ય છોકરીઓ પણ અભ્યાસની તક મળે તે માટે પણ તે પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે ગીતા રબારીએ થોડા જ સમયમાં પોતાના અવાજના જાદૂથી ગુજરાતમાં ખૂબ નામ મેળવ્યું છે. તેના લોક ડાયરામાં પણ લોકો મોટી સંખ્યામાં ઉમટતા હોય છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો