એપશહેર

મારામાં કોરોનાના હળવા લક્ષણ જોવા મળ્યા હતા અને હવે હું એકદમ સ્વસ્થ છું: આરોહી પટેલ

એક્ટ્રેસ આરોહી પટેલે જણાવ્યું કે અમારામાં કોરોના વાયરસના કોઈ ગંભીર લક્ષણ જોવા નહીં મળતા અમે રાહત અનુભવી. પણ, હું ખુશ છું કારણકે હું ઘરે છું અને કોઈ હોસ્પિટલમાં દાખલ નથી.

Authored byAbhimanyu Mishra | I am Gujarat 30 Nov 2020, 5:09 pm
ગુજરાતી સિનેમાની જાણીતી એક્ટ્રેસ આરોહી પટેલ અને તેના ડિરેક્ટર પિતા સંદીપ પટેલ પરિવારની સાથે દિવાળી પહેલા વેકેશન પર જવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ ડિરેક્ટર સંદીપ પટેલમાં કોરોના વાયરસના હળવા લક્ષણ હોવાનું જાણવા મળ્યું હતું. તેઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા અને બીજા દિવસે તેમની એક્ટ્રેસ દીકરી આરોહી પટેલે કોરોના રિપોર્ટ કરાવતા તે પણ પોઝિટિવ આવી હોવાનું જાણવા મળ્યું હતું. હાલ તેઓ બંને હોમ ક્વોરન્ટિન છે અને એકદમ સ્વસ્થ છે. આરોહી પટેલ હાલ ક્વોરન્ટિન રહેતા એડિટિંગનું કામ કરી રહી છે.
I am Gujarat pablo (1)


ડિરેક્ટર સંદીપ પટેલે પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે સામાન્ય તાવ સિવાય મારામાં અન્ય કોઈ લક્ષણ નહોતા, મને લાગ્યું સિઝનમાં બદલાવના કારણે આવું થયું હશે. પણ, જ્યારે મેં કોરોના રિપોર્ટ કરાવ્યો તો હું કોરોના પોઝિટિવ આવ્યો હોવાનું જાણવા મળ્યું. તમે જ્યારે દુનિયાથી દૂર આઈસોલેશનમાં છો ત્યારે ધીરજ રાખવી ખૂબ જરૂરી છે. આ દરમિયાન તમને પોતાની જાતને ઓળખવાની તક મળે છે. આ પ્રકારના અનુભવથી તમે માનસિકરીતે મજબૂત થાઓ છો.

એક્ટ્રેસ આરોહી પટેલે જણાવ્યું કે અમારામાં કોરોના વાયરસના કોઈ ગંભીર લક્ષણ જોવા નહીં મળતા અમે રાહત અનુભવી. પણ, હું ખુશ છું કારણકે હું ઘરે છું અને કોઈ હોસ્પિટલમાં દાખલ નથી. હું વિડીયો કોલના માધ્યમથી લોકોના સંપર્કમાં છું અને મનોબળ મજબૂત રાખું છું. હાલ મેં મારી જાતને એડિટિંગ રૂમમાં આઈસોલેટ કરી છે અને હું મારી જાતને હાલ વ્યસ્ત રાખી રહી છું. અહીં ઉલ્લેખનીય છે કે આરોહી પટેલની જાણીતી ગુજરાતી ફિલ્મો 'ચાલ જીવી લઈએ', 'મોન્ટુની બિટ્ટુ' અને 'લવની ભવાઈ' વગેરે છે. જ્યારે 'લવની ભવાઈ' આરોહી પટેલના પિતા સંદીપ પટેલે ડિરેક્ટ કરી છે.

Read Next Story