એપશહેર

'ધ રોક'એ અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી

'ધ રોક'ના નામથી જાણીતા હોલિવુડના એક્ટર ડ્વેન જોનસને અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી. સાથે જે તેણે ખુલાસો ક્રયો કે, જો લોકો ઈચ્છશે તો તે આ મામલે આગળ વધશે.

I am Gujarat 18 Feb 2021, 11:55 pm

હાઈલાઈટ્સ:

  • પોતાના શિટકામ ટીવી સીરીઝ યંગ રોકના પ્રમોશન દરમિયાન કરી આ વાત.
  • 2017માં પણ ડોનાલ્ડ ટ્રમ્પ સામે લડવાની જાહેરાત કરી હતી, જોકે ચૂંટણી લડ્યો ન હતો.
  • આ વખતે તેણે કહ્યું કે, જો લોકો ઈચ્છશે તો તે આ મામલે ચોક્કસ વિચાર કરશે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat The Rock
વોશિંગ્ટન: 'ધ રોક'ના નામથી દુનિયાભરમાં જાણીતા હોલિવુડ સ્ટાર ડ્વેન જોનસને અમેરિકાના પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે, જો લોકો તેને રાજકારણમાં લાવવા ઈચ્છે છે તો તે ભવિષ્યમાં યોજાનારી પ્રેસિડન્ટની ચૂંટણીમાં ચોક્કસ ભાગ લેશે. WWE રેસલરમાંથી એક્ટર બનેલા ડ્વેન જોનસને 2017માં પણ જાહેરાત કરી હતી કે તે 2020માં તત્કાલિન પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પની સામે ચૂંટણી લડશે. જોકે, ગત વર્ષે તેણે ચૂંટણી લડવાનો વિચાર પડતો મૂક્યો હતો.
યુએસ વીકલીને આપેલા ઈન્ટર્વ્યુમાં જોનસને કહ્યું કે, 'હું ભવિષ્યમાં પ્રેસિડન્ટની ચૂંટણી લડવા પર વિચાર કરીશ, જો જનતા એવું જ ઈચ્છે છે તો. સાચે જ મારો કહેવાનો અર્થ એ જ છે અને હું કોઈપણ રીતે મારા નિવેદનને ફ્લિપ નથી કરી રહ્યો. એ લોકો પર હશે... એટલે હું રાહ જોઈશ અને તેમને સાંભળીશ.' જોનશને આ નિવેદન પોતાની શિટકામ ટીવી સીરીઝ યંગ રોકના પ્રમોશન દરમિયાન કહી છે.

પોતાની યોજનાઓ વિશે બોલતા તેણે ખુલાસો કર્યો કે, તે પોતાની યોજનાઓને લઈને પ્રશંસકો પર નજર રાખી રહ્યો છે. તેણે કહ્યું કે, 'હું મારી આંગળી નાડી પર અને મારા કાન જમીન પર રાખીશ, જેથી મને લોકોની ઈચ્છાઓ વિશે સાચી જાણકારી મળી શકે.' 2017માં 'ધ ટુનાઈટ શો'માં હાજરી આપવા દરમિયાન તેણે પ્રેસિડન્ટની ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.

ફાસ્ટ એન્ડ ફ્યુરિયસના આ એક્ટરને જ્યારે પૂછવામાં આવ્યું કે, તેનામાં એવા કયા ગુણ છે જેના કારણે તે પ્રેસિડન્ટની ચૂંટણી લડવા ઈચ્છે છે? તો તેણે કહ્યું કે, 'હું વધુ માર્મિક અને ઓછી બૂમાબૂમ કરનારો વ્યક્તિ છું. મને એમ પણ લાગે છે કે ગત ઘણા વર્ષોથી હું એક એવો વ્યક્તિ બની ગયો છું, જે ઘણા બધા લોકો સાથે જોડાયેલી છે. જેમ કે- સવાર વહેલું ઉઠવું, કામ પર જવું અને સૈનિકો સાથે સમય વિતાવવો, પરિવારનું ધ્યાન રાખવું તેમાં સામેલ છે.'

ડ્વેન જોનસને કહ્યું કે, 'જો હું પ્રેસિડન્ટ બનીશ તો મારા માટે સંતુલન બનાવવું મહત્વપૂર્ણ હશે. તે ઉપરાંત બધાની જવાબદારી લેતા નેતૃત્વ કરવામાં હું પાછીપાની નહીં કરું. જો હું કોઈ વાત પર સંમત ન નથી તો તેને એકદમ છોડી નહીં દઉં, પરંતુ વિચાર કરીશ.'

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો