એપશહેર

અમેરિકા ગોટ ટેલેન્ટમાં ભારતનો જલવો, આ ડાન્સિંગ જોડીએ મચાવી ધમાલ

Gaurang Joshi | TNN 29 May 2020, 11:43 pm
કોલકાતાના 21 વર્ષના સુમંત મારજૂ અને 15 વર્ષની સોનાલી મજૂમદારે અમેરિકા ગોટ ટેલેન્ટમાં પોતાના ધમાકેદાર પર્ફોર્મન્સથી જજોને રીતસરનો આંચકો આપ્યો હતો. બન્નેના ડાન્સે ત્યાં રહેલી ઓડિયન્સનું પણ દિલ જીતી લીધું હતું. સુમંત અને સોનાલીએ બિવાશ એકેડમી ઓફ ડાન્સ (BAD)માંથી ટ્રેનિંગ લીધી છે.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરોઅમેરિકા ગોટ ટેલેન્ટનું પ્રીમિયર 26 મેના રોજ એનબીસી પર થયુ હતું અને બેડ (BAD) આ શોના પહેલા પર્ફોર્મરમાંથી એક હતાં. સુમંત મારજુ અને સોનાલી મજૂમદારે ફિલ્મ ‘ફટા પોસ્ટર નીકલા હીરો’ના ગીત ‘ધતિંગ નાચ’ પર સાલ્સા ડાન્સ કર્યો હતો.સ્ટંટ્સથી જજ જોતા જ રહી ગયાસુમંત મારજૂ અને સોનાલી મજૂમદારના સાલ્સા દરમિયાન એરિયલ ફ્લિપ્સે જજોને આશ્ચર્યમાં નાખી દીધા હતાં. જજ હોવી મેન્ડેલ, હેઈડી ક્લમ, સોફિયા વેરગારા અને સાઈમન કોવેલે બન્નેને નેક્સ્ટ લેવલ માટે લીલીઝંડી આપી છે. જેનો મતલબ છે કે જજે કટ્સ રાઉન્ડ માટે બન્નેને ક્વોલીફાઈ કર્યા છે.
અમેરિકા ગોટ ટેલેન્ટે પોતાના ટ્વીટર હેન્ડલ પર ઓડિશનનો વિડીયો શૅર કર્યો છે. જેની સાથે જ લખવામાં આવ્યું છે કે,’તેમના વિશે કશું જ ખરાબ (બેડ) નથી BAD સાલ્સા ગ્રુપે અમારા દિલમાં પોતાની જગ્યા બનાવી છે.’ આ પહેલીવાર નથી જ્યારે સાલ્સા આંતરરાષ્ટ્રીય મંચ પર થઈ રહ્યાં હોય. આ પહેલા સોનાલીએ બ્રિટેન ગોટ ટેલેન્ટમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત સુમંત મારજૂ અને સોનાલી મજૂમદાર 2012માં ઈન્ડિયાઝ ગોટ ટેલેન્ટ સીઝન 4ના વિજેતા પણ રહી ચૂક્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો