એપશહેર

મૂવી રિવ્યુઃ મેડ ઈન ચાઈના

I am Gujarat 23 Oct 2019, 3:08 pm
ગુજરાતી ફિલ્મો માટે નેશનલ એવોર્ડ જીતી ચૂકેલા દિગ્દર્શક મિખિલ મુસાલેની આ પહેલી હિંદી ફિલ્મ છે. મનોરંજન સાથે મેસેજ આપનારી આ ફિલ્મ તેમણે સારા ઈરાદાથી બનાવી છે પરંતુ તકલીફ એ છે કે તે આમાં કંઈ નવું નથી પીરસી શક્યા. નિષ્ફળ બિઝનેસમેનના સફળ બનવાના જુગાડ પર બૉલિવુડમાં અનેક ફિલ્મો બની ચૂકી છે. તેમાં નિર્દેશકે સેક્સ પ્રોબ્લેમ જેવા ટેબૂ ગણાતા મુદ્દાને પણ જોડી લીધો છે. આવા જ પ્રકારનો ડ્રામા અને ક્લાઈમેક્સ થોડા સમય પહેલા ખાનદાની શફાખાનામાં જોવા મળ્યો હતો.સ્ટોરી એક ઈન્ટરેસ્ટિંગ નોટ પર શરૂ થાય છે. ગુજરાતનો સ્ટ્રગલિંગ બિઝનેસમેન રઘુવીર મહેતા અત્યાર સુધી 13 જુદા-જુદા બિઝનેસ આઈડિયા લાગુ પાડવાના ચક્કરમાં ફેલ થઈ ચૂક્યો છે. તેની તેજતર્રાર, સુંદર અને ભણેલી-ગણેલી પત્ની રુક્મિણી (મૌની રૉય) સારા-નરસા દિવસોમાં તેનો સાથ આપે છે. પરંતુ તેમના માથે નાના છોકરાની જવાબદારી પણ છે. રઘુવીરનો કઝિન વનરાજ (સુમીત વ્યાસ) અને તેના મોટા કાકા (મનોજ જોશી) તેને આર્થિક મદદ તો કરે છે પરંતુ તેની નિષ્ફળતા ગણાવી તેને ઉતારી પાડવાનો એક મોકો નથી છોડતા. ત્યારે જ રઘુવીરને વનરાજ સાથે ચીન જવાનો મોકો મળે છે. ત્યાં તેની મુલાકાત તેની જ કોમના જાણીતા વેપારી તન્મય શાહ (પરેશ રાવલ) સાથે થાય છે. તે તેને બિઝનેસનો એવો ગુરુ મંત્ર આપે છે જેને અમલમાં મૂકીને રઘુવીર પોતાની જાતને સાબિત કરી શકે.તે સેક્સ લાઈફની સંતુષ્ટિ માટે એક પ્રોડક્ટ ટાઈગર સૂપ પર કામ શરૂ કરે છે. તેને સફળ બનાવવા માટે તે લો-પ્રોફાઈલ સેક્સોલોજિસ્ટ વર્દી સાથે હાથ મિલાવે છે. શું રઘુવીર આ વખતે સેક્સ પ્રોડક્ટના બિઝનેસમાં સફળ થઈ શકશે? કે પછી હંમેશાની જેમ તેને નિષ્ફળતા મળશે? આ માટે તમારે ફિલ્મ જોવી પડશે.ફિલ્મનો ફર્સ્ટ હાફ નબળો છે. તેની સ્પીડ ઘણી ધીરે આગળ વધે છે. ઘણા કેરેક્ટર ફિલ્મમાં કેમ છે તે જ નથી સમજાતુ. ફિલ્મ ટુકડે ટુકડે સારી છે. સેકન્ડ હાફમાં ફિલ્મ સ્પીડ પકડે છે. આખી ફિલ્મમાં ગુજરાતી ફ્લેવર જાળવી રાખવા બદલ નિર્દેશકને અભિનંદન આપવા પડે. ક્લાઈમેક્સ રસપ્રદ છે જો કે તેમાં ભાષણ વધઆરે થઈ ગયું હોય એવું લાગે છે. તે સોનાક્ષી સિંહાની ખાનદાની શફાખાનાની યાદ અપાવી જાય છે.પરફોર્મન્સની વાત કરીએ તો રાજકુમાર રાવના અભિનય પર કોઈ આંગળી ન ઉઠાવી શકે. તેણે હંમેશાની જેમ પોતાનું કામ ખૂબ સારી રીતે કર્યું છે. ગુજરાતી લહેકામાં તેનો સંવાદ મજેદાર છે. મૌની રૉયના કેરેક્ટરને ડિરેક્ટર ખાસ ન્યાય નથી આપી શક્યા. તે સુંદર જરૂર લાગે છે. બોમન ઈરાની ફિલ્મની જાન છે. ડોક્ટર વર્દીના પાત્રમાં તેમણે પ્રાણ ફૂંકી દીધા છે અને પોતાના હાવ-ભાવથી આ કેરેક્ટરને રસપ્રદ બનાવ્યું છે. પરેશ રાવલ ઘણા લાંબા સમય પછી ફિલ્મમાં દેખાયા છે. અમાયરા દસ્તૂરનું પાત્ર સાવ વેસ્ટ થઈ ગયું છે. સુમીત વ્યાસ અને ગજરાજ સિંહના પાત્ર પર વધુ મહેનત કરાવી જોઈતી હતી.સચિન-જીગરના સંગીતમાં નેહા કક્કડ, દર્શન રાવલ અને સચિન જીગરે ગાયેલું ગીત ઓઢણી દર્શકોને ઘણું પસંદ આવી રહ્યું છે. આ ગીત અત્યારે રેડિયો મિર્ચી ટોપ 20 લિસ્ટમાં પાંચમાં નંબરે છે જ્યારે આ જ ફિલ્મનું ગીત સનેડો 11મા ક્રમે છે. રાજકુમારના ફેન્સ અને હળવીફુલ કોમેડી પસંદ કરનારા દર્શકોએ આ ફિલ્મ જોવી જોઈએ. અમારા તરફથી ફિલ્મને 2.5 સ્ટાર્સ.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો