એપશહેર

મૂવી રિવ્યુ: લખનૌ સેન્ટ્રલ

વિપુલ પટેલ | I am Gujarat 14 Sep 2017, 10:54 pm
I am Gujarat movie review in gujarati lucknow central
મૂવી રિવ્યુ: લખનૌ સેન્ટ્રલ


શું છે ફિલ્મની વાર્તા?

કિશન ગિરહોત્રા (ફરહાન અખ્તર)નું સિંગર બનવાના સપનું એ સમયે ચકનાચૂર થઈ જાય છે, જ્યારે તે મુરાદાબાદના આઈએએસ ઓફિસરના મર્ડરના ખોટા કેસમાં ફસાઈ જાય છે. તે પછી તેને એ ગુના માટે જેલમાં જવું પડે છે, જે તેને ક્યારેય કર્યો જ ન હતો. કિશન એનજીઓ વર્કર (ડાયના પેન્ટી) અને જેલના કેટલાક સાથીઓની મદદથી એક બેન્ડ બનાવવાનો નિર્ણય લે છે. શું તે જેલની અંદર પોતાનું બેન્ડ બનાવવાનું સપનું પુરું કરી શકે છે? શું તે જેલમાંથી ભાગવામાં સફળ થાય છે?

કેવી છે ફિલ્મ?

સત્ય ઘટના પર આધારિત લખનૌ સેન્ટ્રલ એક ફીલ-ગુડ, હ્મૂમન, જેલ તોડીને ભાગવાની ઈચ્છા રાખતા ડ્રામાવાળી ફિલ્મ છે. આ ફિલ્મ તમને ઈમોશનલી જોડે છે. દરેક મુશ્કેલી સામે જીતની થીમ આ ફિલ્મને લોકો સાથે કનેક્ટ કરે છે. પોતાના ઘરથી દૂર લખનૌ સેન્ટ્રલની ચાર દીવાલો વચ્ચે જીવવાનું એક કારણ શોધતા કેદી દર્શકોનું દિલ જીતી લે છે. પોતાના પરિવાર અને સમાજ દ્વારા ઠુકરાવી દેવાયેલા કેદી એકબીજા સાથે શાંતિનો અનુભવ કરે છે. રંજીત તિવારીએ કેદીઓ વચ્ચેની આ દોસ્તી અને અનોખા સંબંધને ઘણી સારી રીતે હેન્ડલ કર્યા છે. ફિલ્મના ગીતોની વાત કરીએ તો રંગદારી એક સુંદર કમ્પોઝિશન છે.

કેવું છે કલાકારોનું કામ?

આ મુદ્દા પર તેમની ભાવુકતાને તેમની સ્ટારકાસ્ટે કોમ્પ્લિમેન્ટ કર્યા છે. રોનિત રોય તેના પાત્રમાં ઘણો સચોટ દેખાય છે. તે ફિલ્મમાં એક કપટી અને ચાલાક જેલરની ભૂમિકા નિભાવી રહ્યો છે. ફરહાને પૂરી ક્ષમતા સાથે આ ફિલ્મને પોતાના ખભે ઊંચકી લીધી છે, પંરતુ દેશી કેરેક્ટર નિભાવવાના તેના પ્રયાસો દેખાઈ આવે છે. તેનું અશુદ્ધ અંગ્રેજીમાં વાત કરવું આર્ટિફિશિયલ લાગે છે, પરંતુ તેનું પાત્ર તમને વાર્તા સાથે કનેક્ટ કરી દે છે. તેનું પાત્ર તમને તેની કમનસીબી પર તમને રડાવી દેશે. દીપક ડોબરિયાલ, રવિ કિશન, રાજેશ શર્મા, ઈનામ-ઉલ-હક્ક અને ગિપ્પી ગ્રેવાલ મુખ્ય ભૂમિકાઓમાં છે. ડાયના પેન્ટીએ પણ ફિલ્મમાં સારું કામ કર્યું છે.
લેખક વિશે
વિપુલ પટેલ
વિપુલ પટેલ છેલ્લા 19 વર્ષ કરતા વધુ સમયથી પત્રકારના ક્ષેત્રમાં છે. કારકિર્દીની શરૂઆતમાં ક્રાઈમ, કોર્ટ અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરવા ઉપરાંત તેઓ ન્યૂઝ એડિટિંગના કામનો પણ બહોળો અનુભવ ધરાવે છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન (બીએ વિથ ઈંગ્લિશ) કર્યું છે. ત્યારબાદ ડિપ્લામા ઈન જર્નાલિમઝ કરી પત્રકારના ક્ષેત્રમાં જોડાયા. તેઓ વેસ્ટર્ન ટાઈમ્સ, આજકાલ, સંદેશ અને દિવ્ય ભાસ્કર જેવા અખબારોમાં એડિટિંગનું કામ અને દિવ્ય ભાસ્કરની વેબસાઈટમાં પણ કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો