એપશહેર

મૂવી રિવ્યૂઃ 'લુકા છૂપી'

Yogesh Gajjar | I am Gujarat 1 Mar 2019, 10:40 am
I am Gujarat movie review luka chuppi
મૂવી રિવ્યૂઃ 'લુકા છૂપી'


લિવ-ઈન પર બનેલી ફિલ્મ ‘લુકી છૂપી’

લિવ-ઈન રિલેશનશિપને આપણા કાયદામાં ભલે માન્યતા મળી ગઈ હોય, પરંતુ આજે પણ સમાજનો મોટા ભાગનો વર્ગ તેને સારી નજરથી નથી જોતો. તેમના માટે લગ્નનું પવિત્ર બંધન જ સર્વૌપરી છે, જ્યારે આજના યુવાઓ પોતાના પાર્ટનરના મામલામાં સીધો નિર્ણય કરવાના મૂડમાં નથી. તે પોતાના જીવનસાથીને સારી રીતે ઓળખ્યા બાદ પસંદ કરવા ઈચ્છે છે. આવા જ બે અલગ વિચારો ધરાવતા પાત્રો સાથે નિર્દેશક લક્ષ્મણ ઉતેકરએ ‘લુકા છૂપી’ ફિલ્મ બનાવી છે. જેમાં હીરો ગુડ્ડુ (કાર્તિક આર્યન)નું માનવું છે કે જો પ્રેમ છે તો તેને મજબૂત કરવા લગ્ન કરી લેવા જોઈએ. જ્યારે હીરોઈન રશ્મિ (કૃતિ સેનન)નું માનવું છે કે ભલે પ્રેમ હોય, પરંતુ લિવ ઈન ટ્રાય કરીને પાર્ટનર જીવનભર સાથ નિભાવશે કે નહીં તે જોવામાં વાંધો શું છે. હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો https://api.whatsapp.com/send?phone=4915792465525&text=Start

સ્ટોરી

ફિલ્મની સ્ટોરી મથુરા જેવા શહેરની છે, જ્યાં ગુડ્ડુ એક લોકલ કેબલ ચેનલનો સ્ટાર રિપોર્ટર છે. રશ્મિ પોલીટિકલ પાર્ટી અને સાંસ્કૃતિક ગ્રુપના સર્વેસર્વા ત્રિવેદીજી (વિનય પાઠક)ની એકમાત્ર દીકરી છે, જે દિલ્હીમાં મીડિયામાં અભ્યાસ કરે છે. ઈન્ટર્નશિપ દરમિયાન તે ગુડ્ડૂની લોકલ ચેનલ સાથે જોડાય છે, જ્યાં બંને વચ્ચે પ્રેમ થઈ જાય છે. આટલે સુધી તો બધુ બરાબર ચાલે છે, પરંતુ પ્રોબ્લેમ ત્યાં આવે છે જ્યાં રશ્મિ ગુડ્ડુ સાથે લિવ-ઈનમાં રહેવા ઈચ્છે છે. મુદ્દો એ છે કે રશ્મિના પિતા ત્રિવેદીજી એક્ટર નાજિમ ખાનના લિવ-ઈનનો વિરોધ કરીને તેની ફિલ્મો બેન કરાવી ચૂક્યા છે. હવે તેમની પાર્ટીનો ગુસ્સો મથુરાના લવ કપલ્સ પર વરસી રહ્યો છે. તેમની પાર્ટીના મેમ્બર્સ પ્રેમી કપલને જોઈને તેમનું મોઢું કાળું કરી નાખે છે. એવામાં ગુડ્ડુનો મિત્ર અબ્બાસ (અપારશક્તિ ખુરાના) પ્લાન કરી ચેનલની સ્ટોરી માટે ગ્લાલિયર જવાનું કહે છે, આ દરમિયાન 20 દિવસ સુધી તેઓ ગ્વાલિયરમાં લિવ-ઈનમાં એકબીજાના ટ્રાય કરી શકે છે. ગ્વાલિયરમાં બંને ભાડાનું ઘર લઈને લિવ-ઈનમાં રહ્યા બાદ લગ્નનો નિર્ણય કરવાનું વિચારે છે. પરંતુ ત્યારે જ તેમના પ્રેમને નજર લાગી જાય છે. ગુડ્ડુના ભાઈનો સાળો બાબૂલાલ બંને સાથે જોઈ લે છે અને તેમને પરિણીત માનીને ગુડ્ડુના પરિવારને ગ્વાલિયર બોલાવી લે છે. ગુડ્ડુને થોડું સંભળાવ્યા અને માર્યા બાદ પરિવાર બંનેને સ્વીકારી લે છે, પરંતુ ગુડ્ડુ અને રશ્મિનીના લગ્ન નથી થયા એ તેમની પ્રોબ્લેમ છે. બંને ચોરી છુપી લગ્ન કરવા માટે ઘણા પ્રયાસ કરે છે.

રિવ્યૂ

નિર્દેશક લક્ષ્મણ ઉતેકરે પોતાની ફિલ્મ દ્વારા લિવ-ઈન જેવા વિષયને સારી રીતે દર્શાવ્યો છે. ફિલ્મ ખૂબ જ લાઈટ મોમેન્ટ સાથે શરૂ થાય છે. પહેલા હાફમાં કંઈ ખાસ વધારે ઘટના નથી બનતી, પરંતુ બીજો હાફ મજેદાર ટર્ન્સ અને ટ્વિસ્ટ સાથે આગળ વધે છે. નિર્દેશકે લગ્ન અને લિવ-ઈન દ્વારા ખૂબ જ હળવા અંદાજમાં કટાક્ષ કર્યો છે. ફિલ્મમાં જેન્ડર ઈક્વાલિટી, કાસ્ટ સિસ્ટમ અને નાના શહેરના વિચારોને સ્પર્શે છે. ફિલ્મના પહેલા હાફમાં ગુડ્ડુ અને રશ્મિના લિવ-ઈન દરમિયાન ઘરવાળાનું તેમના ખબર અંતર ન પૂછવી ખટકે છે. જોકે સિચુએશનલ કોમેડીના મજેદાર પળો સમગ્ર ફિલ્મને મનોરંજનથી ભરપૂર બનાવે છે.

એક્ટિંગ

ગુડ્ડુના રૂપમાં કાર્તિક ખૂબ જ સારો લાગે છે. તેના એક્સપ્રેશન અને આંખોની ઈમાનદારી પાત્રને વિશ્વસનીય બનાવે છે. કાર્તિકનું ભોળાપણું તેના પાત્રને મજબૂતી આપે છે. કૃતિ સેનને ‘બરેલી કી બરફી’ બાદ ફરી પોતાના અંદાજમાં પાત્ર ભજવ્યું છે. બંનેની કેમેસ્ટ્રી કમાલની દેખાય છે. ફિલ્મમાં પંકજ ત્રિપાઠીએ બાબૂલાલ ત્રિવેદીજીની ભૂમિકામાં પોતાના ખાસ કોમિક અંદાજમાં દર્શકોને ખૂબ હસાવ્યા. અપારશક્તિ ખુરાના પણ અબ્બાસના પાત્રમાં યાદ રહે તેવો છે. સપોર્ટિંગ કાસ્ટ ફિલ્મનો મજબૂત આધારસ્તંભ સાબિત થઈ છે. બધાની કોમિક ટાઈમિંગ ગજબની છે.

મ્યુઝિક

ફિલ્મનું મ્યુઝિક ઘણા સંગીતકારોએ મળીને આપ્યું છે અને તેમનો આ પ્રયાસ સફળ સાબિત થયો છે. ફિલ્મનું સોન્ગ ‘કોકા કોલા’ રેડિયો મિર્ચીમાં 8માં સ્થાન પર છે અને ‘પોસ્ટર લગવા દો’ 13માં સ્થાન પર છે.

ફિલ્મ જોવી કે નહીં?

જો તમે પોતાના વીકેન્ડને કોમેડિના રંગમાં રંગવા ઈચ્છો છો તો આ ફિલ્મને મિસ કરવા જેવી નથી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો