એપશહેર

મૂવી રિવ્યૂઃ JayeshBhai Jordaar

Jayeshbhai Jordaar Movie Review: દિવ્યાંગ ઠક્કરના (Divyang Thakkar) ડિરેક્શનમાં બનેલી ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં (Jayeshbhai Jordaar) રણવીર સિંહ (Ranveer Singh) ગુજરાતી યુવકના પાત્રમાં છે. આ ફિલ્મથી 'અર્જુન રેડ્ડી'ની એક્ટ્રેસ શાલિની પાંડેએ (Shalini Pandey) બોલિવુડમાં ડેબ્યૂ કરે છે. રણવીર સિંહ જયેશભાઈના પાત્રમાં છે જ્યારે શાલિની પાંડે તેની પત્ની બને છે. તેઓ એવા સમાજમાં રહે છે ત્યાં દીકરાના જન્મને મહત્વ આપવામાં આવે છે.

Authored byRenuka Vyavahare | Edited byમિત્તલ ઘડિયા | TNN 13 May 2022, 4:23 pm

હાઈલાઈટ્સ:

  • ફિલ્મ 'જયેશભાઈ જોરદાર'માં રણવીર સિંહે પહેલીવાર ગુજરાતી યુવકનું પાત્ર ભજવ્યું છે
  • 'જયેશભાઈ જોરદાર'માં બોમન ઈરાની રણવીર સિંહના પિતા અને રત્ના પાઠક માતા બન્યા છે
  • 'જયેશભાઈ જોરદાર'માં ગુજરાતના એક ગામડાના પરિવારની કહાણી દેખાડવામાં આવી છે
હાઈલાઈટ ટેક્સ્ટ
એક્ટરઃ રણવીર સિંહ, શાલિની પાંડે, રત્ના પાઠક, બોમન ઈરાની, પુનીત ઈસ્સાર
ડિરેક્ટરઃ દિવ્યાંગ ઠક્કર
ભાષાઃ હિંદી
સમયઃ 2 કલાક 4 મિનિટ
રેટિંગઃ 2.5/5

અમદાવાદના મહેમાન બનેલા રણવીરે ચલાવ્યો છકડો, ધરાઈને ખાધી ગુજરાતી થાળી, ગરબા પણ કર્યા
કહાણી
ફિલ્મ જયેશભાઈ જોરદારની (Jayeshbhai Jordaar) કહાણીની વાત કરીએ તો, ગુજરાતના એક ગામમાં જયેશભાઈ (રણવીર સિંહ) (Ranveer Singh) પરિવાર સાથે રહે છે. જેમાં તેની પત્ની મુદ્રા (શાલિની પાંડે) (Shalini Pandey), 9 વર્ષની દીકરી, પિતા (બોમન ઈરાની) (Boman Irani) અને માતાનો (રત્ના પાઠક) (Ratna Pathak) સમાવેશ થાય છે. જયેશભાઈના પિતા ગામના સરપંચ છે. ગામમાં સરપંચનું પદ વારસાગત મળે છે. તેવામાં પિતા બાદ જયેશભાઈ સરપંચ બનશે, પરંતુ તેમના બાદ કોણ? તે સવાલ છે. આ દરમિયાન જયેશભાઈની પત્ની પ્રેગ્નેન્ટ છે. જયેશભાઈના માતા-પિતા રૂઢિચુસ્તવાદી છે અને દીકરી કરતાં દીકરાને વધારે માન આપે છે. તેઓ મુદ્રાને ગર્ભ પરીક્ષણ કરાવવા માટે હોસ્પિટલ લઈ જાય છે. જ્યાં ગર્ભમાં રહેલું બાળક દીકરી હોવાની જાણ થાય છે. જયેશભાઈ કોઈ પણ ભોગે તેના બાળકને આ દુનિયામાં આવકારવા માગે છે. શું આ માટે તે સમાજ ખાસ કરીને પરિવાર સામે લડવાની હિંમત કરી શકશે, તે આસપાસ કહાણી ફરે છે.

રિવ્યૂઃ
પોતાનો જીવ બચાવવા માટે જયેશભાઈ એક માખીને નુકસાન પહોંચાડી શકતો નથી, પરંતુ તે એક કોમળ હૃદયનો વ્યક્તિ છે જે હંમેશા બધાનું સારું છે. તે પુરુષવાદી અને સ્ત્રી વિરોધી સમાજમાં ઉછર્યો છે, પરંતુ તેમના વિચાર આ બધાથી અલગ છે.

રણવીર સિંહે અત્યારથી જ નક્કી કરી લીધું છે બાળકનું નામ, ખાસ કારણથી જણાવવાની પાડી 'ના'
નવોદિત લેખક અને ડિરેક્ટર દિવ્યાંગ ઠક્કરે (Divyang Thakkar) અસમાનતા અને સ્ત્રીભ્રૂણ હત્યા જેવા સામાજિક મુદ્દાઓ પર સવાલ ઉઠાવવા માટે હ્યુમર અને વ્યંગનો ઉપયોગ કર્યો છે. તેમણે એક સારો પ્રયાસ કર્યો છે પરંતુ નબળા લખાણના કારણે રણવીર સિંહ જેવો એક્ટર પણ તેને સારી રીતે દર્શાવી શક્યો નથી. જયેશભાઈ મુદ્દાઓને સ્વીકારવામાં અસમર્થ છે, કારણ કે તે વિચિત્ર મનોરંજન કરવા પ્રત્યે વધારે વળગેલા છે. જો કે, તેને મેળવવા માટે સ્પષ્ટ લખાણ હોવું જરૂરી છે, જે આ ફિલ્મમાં થયું નથી. ઘરેલું શોષણ હોય, પીડિતાઓને શરમજનક સ્થિતિમાં મૂકવાની હોય કે બાળ સશક્તિકરણની વાત, કંઈ પણ અસર કરતું નથી કારણ કે કોમિક પંચ ભાગ્યે ગળે ઉતરે તેવા છે. પપ્પી (કિસ) પર રણવીર સિંહનો મોનોલોગ એવી ક્ષણે દેખાડવામાં આવે છે, જે હાસ્ય ઉભું કરે છે. તે ફની ક્ષણને વધારે ખેંચવામાં આવતાં તે પણ પોતાનું ચાર્મ ગુમાવી બેસે છે. રણવીર સિંહે ગુજરાતી તરીકે જે રીતે દરેક શબ્દો અને વાક્યનું ઉચ્ચારણ કર્યું છે તે પણ ડોળ ભરેલું લાગે છે. સ્ટોરી પ્લોટની વાત કરીએ તો, દર્શકો ધીરજપૂર્વક તે ક્ષણની રાહ જોશે જે તેમના હૃદયને સ્પર્ષી જાય પરંતુ અંત સુધી તેમ થશે નહીં.

જ્યારે પર્ફોર્મન્સ અને સ્ક્રીન પ્રેસન્સની વાત આવે છે ત્યારે રણવીર સિંહ સર્વશ્રેષ્ઠ છે, પરંતુ સ્ક્રિપ્ટ તેની અંદરની આગને ઓલવી દે છે. જો કે, ઘણી બધી ખામીઓ હોવા છતાં રણવીરની એનર્જી અને તેના પ્રયાસો તમને મનોરંજન પૂરું પાડે છે અને ફિલ્મના અંત સુધી તમને ઝકડી રાખે છે.

જો કે, સર્જનાત્મક ખામીઓ હોવા છતાં, રણવીરની ઊર્જા અને મનોરંજન માટે અવિરત પ્રયાસ તમને આશાવાદી રાખે છે અને અંત સુધી ફિલ્મને પકડી રાખે છે. અર્જુન રેડ્ડી (શાલિની પાંડે)ની મૂળ પ્રીતિ અહીં પણ તેના આધીન કાર્યને આગળ વહન કરે છે. અર્જુન રેડ્ડીની ઓરિજિનલ પ્રીતિએ (શાલિની પાંડે) આ ફિલ્મમાં પણ તેના વિનમ્ર અભિનયને યથાવત્ રાખ્યો છે.

હિંદી ફિલ્મોમાં વર્ષોથી એક્ટરને વર્ચસ્વ ધરાવતો અને મજબૂત બતાવાયો છે. જો કે, આ ફિલ્મમાં લીડ એક્ટર ડરપોક છે. દિવ્યાંગ ઠક્કરે ગંભીર મુદ્દાઓને હળવાથી દેખાડવાનો પ્રયાસ કર્યો છે પરંતુ સ્ક્રિપ્ટના લખાણથી ફિલ્મ અસર કરતી નથી.
લેખક વિશે
Renuka Vyavahare
A lipstick obsessed compulsive shopper, Renuka is not spaced out when watching a good film or a good game. A film critic for The Times of India and entertainment/sports writer for Bombay Times, she likes everything British, especially Tom Hiddleston.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો