એપશહેર

શિલ્પા શિંદે બાદ હવે નવી અંગૂરી ભાભી પણ છોડવાની છે શો!

Shailesh Thakkar | I am Gujarat 28 Nov 2017, 4:48 pm
I am Gujarat after shilpa shinde bhabiji ghar par hain actress shubhangi atre to quit the show
શિલ્પા શિંદે બાદ હવે નવી અંગૂરી ભાભી પણ છોડવાની છે શો!


શરૂ થઈ ચૂકી છે ત્રીજી ‘અંગૂરી ભાભી’ની તપાસ

ટેલિવિઝન પર સૌથી લોકપ્રિય ટીવી સીરિયલોમાંની એક ‘ભાભીજી ઘર પર હૈ’ની નવી ભાભીજી શુભાંગી અત્રે હવે શો છોડીને જવાની છે. સીરિયલની ટીમે નવી ભાભીજીની શોધખોળ ચાલુ કરી દીધી છે. ‘ભાભીજી ઘર પર હૈ’ની પહેલી ભાભી એટલે કે શિલ્પા શિંદે આ રોલથી ખૂબ જ ફેમસ થઈ. શિલ્પા અત્યારે ‘બિગ બોસ’ના ઘરમાં છે.

આખરે કેમ શો છોડી રહી છે શુભાંગી?

બિગ બોસના ઘરમાં વિકાસ ગુપ્તાએ શિલ્પાને પોતાની સાથે કામ કરવાની રિક્વેસ્ટ કરી હતી જેને શિલ્પાએ એક્સેપ્ટ કરી લીધી હતી. જોકે, નવી અંગૂરી ભાભીના ઘર છોડવા પાછળ આ કારણ નથી. તેનો મેકર્સ સાથે પણ કોઈ વિવાદ થયો નથી, પણ તે એટલા માટે શો છોડી રહી છે કારણ કે, તે પોલિટિક્સ જોઈન કરી શકે તેવા સંકેત છે. હા, થોડા દિવસ પહેલા જ શુભાંગી એક પોલિટિકલ ઈવેન્ટમાં શામેલ થઈ હતી, જેમાં તેને પૂછવામાં આવ્યું કે, શું તે ભવિષ્યમાં પોલિટિક્સ જોઈન કરવા માગશે ત્યારે તે થોડી કન્ફ્યૂઝ થઈ ગઈ હતી. જોકે, હજુ એ સંપૂર્ણપણે સ્પષ્ટ નથી કે, તે રાજનીતિ આવશે કે કેમ? પણ અટકળો એવી લાગી રહી છે કે, તેના શો છોડવા પાછળ આ જ કારણ હોઈ શકે છે.

ફરી એકવાર વધી મેકર્સની મુશ્કેલીઓ

શિલ્પા શો છોડ્યો ત્યારે તેનું રિપ્લેસમેન્ટ શોધવું શો મેકર્સ માટે ખૂબ મુશ્કેલ બની ગયું હતું. શુભાંગીએ અંગૂરી ભાભીના કેરેક્ટરને એકદમ પકડી લીધું છે અને દર્શકોએ પણ તેને અંગૂરી ભાભીના રૂપમાં અપનાવી લીધી છે પણ ફરી એકવાર પરફેક્ટ અંગૂરી ભાભી શોધવી ટીમ માટે મોટો પડકાર બની શકે છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો