એપશહેર

ધનુષથી અલગ થયા બાદ કોરોના પોઝિટિવ થઈ ઐશ્વર્યા, હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે એક્ટ્રેસ

ઐશ્વર્યા રજનીકાંતે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી માહિતી આપી કે- બધા જ પ્રકારની સાવચેતી રાખવા છતાંય પોતે કોરોના સંક્રમણની ઝપેટમાં આવી છે

I am Gujarat 1 Feb 2022, 11:09 pm

હાઈલાઈટ્સ:

  • કોરોનાગ્રસ્ત ઐશ્વર્યા હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે
  • થોડા દિવસ પહેલા જ પતિ ધનુષથી અલગ થઈ છે ઐશ્વર્યા
  • ધનુષ અને ઐશ્વર્યાએ લગ્નના 18 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય લીધો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat 7
દક્ષિણના સ્ટાર ધનુષ અને એની પત્ની ઐશ્વર્યા વિતેલા દિવસોથી દેશભરમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. ઐશ્વર્યા દક્ષિણના મેગાસ્ટાર રજનીકાંતની પુત્રી છે અને એક્ટર ધનુષની પત્ની હતી. ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષ વિતેલા દિવસોમાં અલગ થયા છે. હવે ઐશ્વર્યા એકવાર ફરી ચર્ચામાં આવી છે, પરંતુ આ વખતે એની ચર્ચાનું કારણ ધનુષથી અલગ થવા નહીં પણ કોરોનાથી પોઝિટવ થવાનું છે.
View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush)
ઐશ્વર્યા રજનીકાંતનો કોરોના ટેસ્ટે પોઝિટિવ આવ્યો છે અને હાલમાં એ હોસ્પિટલમાં સારવાર લઇ રહી છે. દક્ષિણના સ્ટાર ધનુષની એક્સ વાઈફ ઐશ્વર્યાએ પોતે કોરોનાની ઝપેટમાં આવી હોવાની માહિતી આપતાં સોશિયલ મીડિયા પર ફોટો શેર કર્યો છે.
ઐશ્વર્યાએ પોસ્ટમાં લખ્યું છે-બધા પ્રકારની સાવચેતી રાખવા છતાં કોરોનાથી સંક્રમિત થઇ છું. હોસ્પિટલમાં એડમિટ છું. પ્લીઝ માસ્ક પહેરી રાખો, વેક્સિનેટેડ અને સુરક્ષિત રહો. નવા વર્ષ 2022માં આ મળ્યું. આગળ જોઇએ આ વર્ષમાં બીજુ શુ-શુ મને મળે છે.

હાલમાં દેશમાં કોરોનાનો નવો વેરિયન્ટ કહેર વર્તાવી રહ્યો છે. વિતેલા દિવસોમાં કોરોના કેસમાં અચાનક થયેલા વધારો ઓમિક્રોન વેરિયન્ટને લીધે થયો હતો. દક્ષિણ આફ્રિકાથી આવેલા ઓમિક્રોન વેરિયન્ટની સંક્રમણ ફેલાવવાની ક્ષમતા ડેલ્ટાની સરખામણીએ લગભગ બેગણી છે. એવામાં બોલીવુડ અને ટીવી જગતના અનેક સિતારાઓ ઓમિક્રોન લહેરનો શિકાર બન્યા છે. હવે ધનુષની એક્સ વાઈફ પણ કોરોનાથી સંક્રમિત બની છે.

ઉલ્લેખનીય છે તે હાલમાં જ રજનીકાંતની પુત્રી ઐશ્વર્યા અને ધનુષના અલગ થવાના સમાચાર વાયુવેગે દેશમાં ફેલાયા હતા. જેને લીધે ફેન્સ પણ ચિંતામાં સરી પડ્યા હતા. ઐશ્વર્યા રજનીકાંત અને ધનુષે લગ્નના 18 વર્ષ પછી અલગ થવાનો નિર્ણય લેતાં સૌ માટે આ બાબત ચોંકાવનારી સાબિત થઇ હતી. 17 જાન્યુઆરીએ ધનુષ અને ઐશ્વર્યાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જણાવ્યું હતું કે તેઓ હવે અલગ થઇ રહ્યા છે.

Read Next Story