એપશહેર

પાકિસ્તાની એક્ટ્રેસે લગ્નમાં પહેર્યો લાલ લહેંઘો, ફેન્સ બોલ્યા- પ્રિયંકાની કોપીકેટ

Hitesh Mori | I am Gujarat 31 Dec 2019, 10:24 pm
પાકિસ્તાની એક્ટ્રેસ ઈકરા અઝીઝે હાલમાં જ લગ્ન કર્યા. તેણે પોતાના બોયફ્રેન્ડ અને પાર્ટનર યાસિર હુસૈન સાથે મેરેજ કર્યા. વેડિંગ માટે ઈકરાએ ખૂબસુરત લાલ રંગનો લહેંઘો પસંદ કર્યો હતો. આ સાથે તેને ગોલ્ડ જ્વેલરી પહેરી હતી. જોકે તે પોતાના લૂકને કારણે નહીં પરંતુ અન્ય બાબતોને કારણે ચર્ચામાં આવી ગઈ છે. હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા અહીં ક્લિક કરો ઈકરાના આ લૂકના સૌકોઈ વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક ફેન્સ એવું પણ કહી રહ્યા છે કે તેણે પ્રિયંકાના લુકને કોપી કર્યો છે.
ઉલ્લેખનીય છે કે પ્રિયંકા ચોપરા અને નિક જોનસના લગ્ન 2018માં 1 અને 2 ડિસેમ્બર જોધપુરના ઉમ્મેદ ભવનમાં ક્રિશ્ચિયન અને હિંદુ રીત રિવાજ સાથે થયા હતા.
આ ગ્રાન્ડ વેડિંગના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ટ્રેન્ડ થયા હતા. પ્રિયંકાના લગ્ન તે વર્ષે સૌથી વધારે ચર્ચિત લગ્નમાંથી એક રહ્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો