એપશહેર

Video: કો-સ્ટાર સાથે મસ્તી કરતી પ્રિયંકા ચાલુ ટ્રેનમાંથી પડી!

Shailesh Thakkar | I am Gujarat 18 Nov 2017, 9:06 pm
I am Gujarat funny video of priyanka chopra and her co star russell tovey goes viral doing fun
Video: કો-સ્ટાર સાથે મસ્તી કરતી પ્રિયંકા ચાલુ ટ્રેનમાંથી પડી!


હોલિવૂડ પ્રૉજેક્ટ્સમાં વ્યસ્ત છે પ્રિયંકા

પ્રિયંકા આજકાલ મોટાભાગે પોતાના હોલિવૂડ પ્રોજેક્ટ્સમાં બિઝી રહે છે. તેણે 2016માં આવેલી ‘જય ગંગાજલ’ બાદ કોઈ બોલિવૂડ ફિલ્મ સાઈન કરી નથી. પ્રિયંકા પહેલા ટીવી સિરીઝ ‘ક્વાન્ટિકો’ અને ત્યારબાદ આ વર્ષની શરૂઆતમાં હોલિવૂડ ફિલ્મ ‘બેવૉચ’ કર્યા બાદ અત્યારે અન્ય બે હોલિવૂડ ફિલ્મોનું શૂટિંગ કરી રહી છે. સાથે જ ‘ક્વાન્ટિકો’ની સીઝન-3નું શૂટિંગ પણ કરી રહી છે.

‘ક્વાન્ટિકો’ના કો-સ્ટાર સાથે ટ્રેનમાં મસ્તી

શુક્રવારે ટીમ પ્રિયંકા ચોપરાના ઑફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો જેમાં તેનો ક્વાન્ટિકોનો કો-સ્ટાર તેને ગાડીમાંથી પડતી બચાવી રહ્યો છે. પ્રિયંકા અભિનેતા રૉસલ ટોવે સાથે મસ્તી કરતી દેખાઈ રહી છે. તે ગાડીના દરવાજા નજીક ઊભી છે અને બંને ઝઘડવા લાગે છે, આવામાં પ્રિયંકા પડવાની હોય છે પણ રૉસલે તેને પકડી રાખી છે. જોકે. ઘણા પ્રયત્નો બાદ પણ પ્રિયંકા નીચે પડી ગઈ. જોકે, પ્રિયંકાને કોઈ ઈજા થઈ નથી.

વાયરલ થઈ રહ્યો છે વીડિયો

View this post on Instagram Who’s ready for the weekend? We know @priyankachopra and @russelltovey are! 😃😃 A post shared by Team Priyanka Chopra (@team_pc_) on Nov 16, 2017 at 8:22pm PST

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો