એપશહેર

આ મહિલા ઈન્સ્પેક્ટરની સુંદરતા લોકો થયા આફરીન, પણ...

Shailesh Thakkar | I am Gujarat 22 Nov 2017, 4:19 pm
I am Gujarat kainaat aroras police inspector look goes viral on the internet
આ મહિલા ઈન્સ્પેક્ટરની સુંદરતા લોકો થયા આફરીન, પણ...


ખૂબ વાયરલ થઈ રહી છે હરલીન માન તસવીરો

ઈન્ટરનેટના આ યુગમાં કોઈપણ વાત છૂપી રહી શકતી નથી. કોઈપણ ઘટના બનતાની સાથે જ આગની જેમ ફેલાવવા લાગે છે. ઈન્ટરનેટનો સારો પક્ષ એ છે કે, તેનાથી લોકોમાં અજ્ઞાનતા દૂર થાય છે અને તેઓ અપડેટ રહે છે પણ સાથે જ તેનો ખરાબ પક્ષ એ છે કે, જે રીતે સારા અને સાચા ન્યૂઝ લોકો સુધી પહોંચે છે તે જ રીતે અફવાઓ પણ ખૂબ જ ઝડપથી ફેલાય છે. આવો જ એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં પંજાબ પોલીસનો યુનિફોર્મ પહેરેલી એક મહિલાની તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે. મહિલાના યુનિફોર્મ પર લાગેલા બેઝ પર નામ લખેલું છે હરલીન માન.

લોકો સામેથી અરેસ્ટ થવા તૈયાર

જ્યારે હકીકત સામે આવી ત્યારે…

જોકે, જ્યારે આ લોકોને હકીકત વિશે ખબર પડી ત્યારે તેઓ દંગ રહી ગયા. હકીકતમાં તસવીરમાં પોલીસ દેખાતી આ યુવતી પંજાબી એક્ટ્રેસ છે અને તેનું નામ કાયનાત અરોડા છે. તે પોતાની અપકમિંગ ફિલ્મ ‘જગ્ગા જ્યૂંદેઈ’માં પોલીસના પાત્રમાં દેખાવાની છે. આ અગાઉ કાયનાત ‘ગ્રાન્ડ મસ્તી’ અને ‘ખટ્ટા મીઠા’ જેવી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. તસવીરના વાયરલ થયા બાદ તેણે સ્પષ્ટતા આપતા કહ્યું કે, ‘હરલીન માન મારી ફિલ્મ ‘જગ્ગા જ્યુંદેઈ’માં મારા પાત્રનું નામ છે. આ માત્ર એક ફિલ્મ છે. મારો ફોન તસવીરને ફોરવર્ડ કરનારા મેસેજિસથી ભરાઈ ગયો છે. લોકો મને જોક્સ અને મેસેજ મોકલી રહ્યાં છે. તેઓ કહી રહ્યાં છે કે, તેઓ અરેસ્ટ થવા તૈયાર છે. હું અસલી પોલીસ નથી.’

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો