એપશહેર

OMG! મલાઈકાના આ બેલ્ટની કિંમત iPhone જેટલી છે

Yogesh Gajjar | I am Gujarat 30 Dec 2017, 10:10 pm
I am Gujarat malaika arora khan wears 77000 rs belt on friends birthday party
OMG! મલાઈકાના આ બેલ્ટની કિંમત iPhone જેટલી છે


બોલિવૂડ એક્ટ્રેસેસના લક્ઝરી આઉટફિટ્સ

બોલિવૂડ એક્ટ્રેસેસ મેકઅપથી લઈને આઉટફિટ્સ સુધી દરેક વસ્તુઓ લક્ઝરી હોય છે. આ લક્ઝરી વસ્તુઓની કિંમતનો અંદાજો લગાવવો પણ મુશ્કેલ છે. કેટલાક દિવસો પહેલા રાણી મુખર્જી એક લાખના જેકેટમાં દેખાઈ હતી. તો સુહાના પણ શાહરૂખના બર્થ-ડે પર 50 હજારના સિમ્પલ વ્હાઈટ ટી-શર્ટમાં જોવા મળી હતી. કપડાં ઉપરાંત પણ આ સ્ટાર્સની એસેસરીઝ ખૂબ મોંઘી હોય છે.

મલાઈકાનો મોંઘોદાટ બેલ્ટ

અહીંયા વાત કરી રહ્યા છીએ મલાઈકા અરોરા ખાનની, જે હાલમાં પોતાના ફ્રેન્ડની બર્થ-ડે પાર્ટીમાં વ્હાઈટ શર્ટ, બેલ્ડ અને થાઈ બૂટ્સ પહેરેલી જોવા મળી. આ પાર્ટીમાં તેના એક્સ હસબન્ડ અરબાઝ ખાન અને બહેન અમૃતા અરોરા પણ આવ્યા હતા. તમને જણાવી દઈએ કે મલાઈકાના આ બેલ્ટની કિંમત એક કે બે નહીં પણ પૂરા 77 હજાર રૂપિયા છે. ડબલ ડિઝાઈન વાળો આ બેલ્ટ GUCCI બ્રાન્ડનો છે. આ બેલ્ટની ખાસિયત છે તે તેમાં મોતી જડેલા છે અને તે બ્લેક લેધરમાંથી બનેલો છે.

શર્ટ અને બૂટ્સની કિંમત પણ હજારોમાં

આટલું જ નહીં મલાઈકાનો લોન્ગ વ્હાઈટ શર્ટ પણ લગભગ 10 હજાર રૂપિયાનો છે. તેના બૂટ્સની કિંમત પણ 49 હજાર રૂપિયા છે, જે હાલ સેલમાં 25 હજારમાં મળી રહ્યા છે. આ ત્રણેય વસ્તુઓની ટોટલ કિંમતની વાત કરીએ તો લગભગ 1.36 લાખ રૂપિાય થાય છે.

આ પહેલા અન્ય એક્ટ્રેસેસ પણ રહી ચર્ચામાં

જોકે આ પહેલીવાર નથી જ્યારે બોલિવૂડ સેલેબ્સને આટલી મોંઘી વસ્તુઓ પહેરેલા જોવા મળ્યા હોય. આ પહેલા પણ રાની મુખર્જી, સુહાના, અને આલિયા ભટ્ટ જેવા સ્ટાર્સ પોતાના મોંઘા કપડા અને એસેસરીઝ ના કારણે ચર્ચામાં આવ્યા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો