એપશહેર

આ કારણે ટૂટી હતી સલીમ-જાવેદની સુપરહિટ જોડી

Mitesh Purohit | I am Gujarat 24 Nov 2017, 1:39 pm
I am Gujarat reason behind why salim javed split 82 birthday salim khan
આ કારણે ટૂટી હતી સલીમ-જાવેદની સુપરહિટ જોડી


જંજીરથી લઇને શોલે સુધીની સુપરહીટ ફિલ્મ આપના જોડી આ કારણે તૂટી

નવી દિલ્હીઃ સલમાનખાનના પિતા અને બોલિવુડના સુપરહીટ રાઇટર સલીમ-જાવેદની જોડીના સલીમ ખાનનો આજે 82મો બર્થડે છે. તેમણે જાવેદ અખ્તર સાથે મળીને કરિયરમાં જંજીર, હાથી મેરે સાથી, યાદોં કી બારાત, દિવાર અને શોલે જેવી બ્લોકબાસ્ટર ફિલ્મો આપી છે.

સલીમ-જાવેદની જોડીમાં જાવેદ 10 વર્ષ નાના હતા

સલીમ-જાવેદની જોડીમાં જાવેદ અખ્તર સલીમ કરતા 10 વર્ષ નાના હતા અને સલીમ રાઇટિંગમાં આવવા પહેલા એક્ટિંગમાં પણ હાથ અજમાવી ચૂક્યા હતા. સલીમ ફક્ત સારી વાર્તા લખતા તેટલું જ નહીં તેમની પર્સાનાલિટી પણ એટલી જ ચાર્મિંગ અને આકર્ષક હતી. આ કારણે જ તેમણે ફિલ્મોમાં ટ્રાય કરી હતી જોકે તેમને ક્યારેય મોટો રોલ મળ્યો નહોતો. પરંતુ ફિલ્મ રાઇટિંગમાં સલીમ-જાવેદની જોડીએ અનેક કિર્તિમાન સ્થાપ્યા હતા. ત્યારે બધાના મનમાં એ સવાલ હજુ સુધી છે કે આ હીટ જોડી ક્યા કારણે તૂટી ગઈ હતી?

આ મરાઠી ભાષાની બૂકમાં રહસ્યનો છે જવાબ

તેનો જવાબ અનિતા પાધ્યેની મરાઠી ભાષામાં આવેલ પુસ્તક ‘યહી હૈ રંગરુપ’ પરથી મળે છે. પુસ્તક મુજબ સલીમ-જાવેદે ‘મિ. ઇન્ડિયા’ નામે વાર્તા લખી અને તેના મુખ્યપાત્ર તરીકે તેઓ અમિતાભ બચ્ચનને લેવા માગતા હતા જોકે ઇન્વિઝિબલ મેનની આ વાર્તા સાંભળીને અમિતાભે ફિલ્મમાં રોલ કરવાની ના પાડી દીધી હતી. જેના કારણે જાવેદ અખ્તર ગુસ્સે ભરાયા હતા અને તેમણે પરત ફરતા સલીમને કહ્યું કે હવે તેઓ ક્યારેય અમિતાભ સાથે કામ કરશે નહીં. જોકે સલીમે આ મામલે સહમત નહોતા.

આ રીતે અલગ થઈ બોલિવુડની સૌથી સુપરહીટ રાઇટર જોડી

ત્યાર બાદ કેટલાક દિવસ પછી એક પાર્ટી દરમિયાન જાવેદ અને અમિતાભ મળ્યા આ સમયે જાવેદે કહ્યું કે સલીમ તેમની સાથે કામ કરવા માગતા નથી. જે પાછળથી સલીમને ખબર પડતા તેમના અને જાવેદના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. બંનેના રસ્તાઓ અલગ ત્યારે થયા જ્યારે જાવેદ અખ્તરે ગીતો લખવાની વાત કરી જોકે સલીમ તેમની સાથે સહમત ન હોવાથી અલગ થઈ ગયા હતા. આ બ્રેકઅપ બાદ સૌથી વધુ ફાયદો જાવેદને જ થયો હતો. જ્યારે સલીમ તેના માટે તૈયાર નહોતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો