એપશહેર

પપ્પા શાહિદ સાથે દિકરી મીશાનો ક્યૂટેસ્ટ ફોટો, જોયો તમે?

Yogesh Gajjar | I am Gujarat 14 Oct 2017, 11:16 pm
I am Gujarat shaahid kapoor shared cutest photo with daugther misha
પપ્પા શાહિદ સાથે દિકરી મીશાનો ક્યૂટેસ્ટ ફોટો, જોયો તમે?


શાહિદ સાથે ક્યૂટ મીશા

પદ્માવતીના શૂટિંગમાં વ્યસ્ત શાહિદ કપૂરની ગણતના ફિલ્મ ઈન્ડસ્ટ્રીના કૂલેસ્ટ ડેડમાં થાય છે. ઘણીવાર તે પોતાના વ્યસ્ત શિડ્યૂલમાંથી સમય નિકાળીના દિકરી મીશા સાથે ફરતો અને રમતો જોવા મળે છે. શનિવારે શાહિદે ઈન્સ્ટાગ્રામ પર એક તસ્વીર પોસ્ટ કરી છે. જેમાં સોફા પર બેઠેલા શાહિદના ખોળામાં મીશા આરામ કરી રહી છે. ફોટોમાં મીશા ઊંઘમાં ડૂબેલી દેખાય છે. જ્યારે શાહિદ હસી રહ્યો છે. તેને પોસ્ટ કરતા તેણે લખ્યું કે, સૌથી સુંદર અહેસાસ.

શાહિદે પોસ્ટ કરી તસ્વીર

શાહિદનો આ ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઈરલ થઈ રહી છે. લગભગ થોડા જ કલાકો પહેલા પોસ્ટ કરવામાં આવેલી આ તસ્વીરને ઈન્સ્ટાગ્રામ પર અત્યાર સુધી 3 લાખ લાઈક્સ મળી ચૂક્યા છે. શાહિદ તેમાં કેઝ્યુઅલ લુકમાં દેખાય છે, જ્યારે મીશા પિંક એન્ડ વ્હાઈટ રંગના ફ્રોકમાં નજરે પડી રહી છે.

એક વર્ષની થઈ મીશા

એક વર્ષની થઈ ચૂકેલી મીશાના દરેક અપડેટ્સ શાહિદ પોતાના ફેન્સને આપતો રહે છે. સોશિયલ મીડિયા દ્વારા તેણે પોતાની દિકરીને પહેલીવાર મળાવી છે.

2015માં મીરા સાથે થયા હતા લગ્ન

જણાવી દઈએ કે દિલ્હીની રહેવાસી મીરા રાજપૂતે શાહિદ સાથે 2015માં અરેન્જ મેરેજ કર્યા હતા.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો