એપશહેર

સાઉથ એક્ટ્રેસ Nayanthara બની જોડિયા બાળકોની માતા, 4 મહિના પહેલા જ થયા હતા લગ્ન

Nayanthara Vignesh Twins Baby: લગ્નના ચાર મહિના પછી આ ખુશખબર આવવાને કારણે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક અભિનંદન આપી રહ્યા છે અને કેટલાક 10 મહિનાની ગર્ભાવસ્થાના સમયગાળા પર પ્રશ્ન કરી રહ્યા છે. જોકે, કેટલાક સમયથી મીડિયામાં નયનતારાની પ્રેગ્નન્સીને લઈને તમામ પ્રકારના સમાચાર ચાલી રહ્યા હતા.

Edited byદીપક ભાટી | Navbharat Times 9 Oct 2022, 9:39 pm

હાઈલાઈટ્સ:

  • નયનતારા અને વિગ્નેશને થયા જોડિયા પુત્રો
  • પતિએ સોશિયલ મીડિયા પર શેર કરી પોસ્ટ
  • નયનતારા-વિગ્નેશના લગ્ન જૂનમાં થયા હતા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Nayanthara Vignesh Twins Baby
વિગ્નેશે સોશિયલ મીડિયા પર શેર કર્યા ગૂડ ન્યૂઝ
સાઉથની એક્ટ્રસ નયનતારા જોડિયા બાળકોની માતા બની છે. પતિ વિગ્નેશ શિવાને સોશિયલ મીડિયા પર આ ગૂડ ન્યૂઝ શેર કર્યા હતા. મહત્વનું છે કે, નયનતારાએ 9 જૂન 2022ના રોજ મહાબળેશ્વરમાં વિગ્નેશ શિવાન સાથે લગ્ન કર્યા હતા. ફેન્સને આ અંગેની જાણકારી સોશિયલ મીડિયા પર આપવામાં આવી હતી. તસવીરો પણ શેર કરી હતી. જેમાં જણાવવામાં આવ્યું હતું કે ભગવાનની કૃપા અને તેના માતા-પિતા અને મિત્રોના આશીર્વાદથી તેના લગ્ન થયા છે. હવે વિગ્નેશે એક પોસ્ટ કરી છે, જેમાં તેણે વધુ એક સારા સમાચાર આપ્યા છે કે તેઓ માતા-પિતા બની ગયા છે. એ પણ એક નહીં પરંતુ જોડિયા બાળકોના.

વિગ્નેશ શિવાને ટ્વિટર પર ચાર તસવીરો ટ્વિટ કરી છે. જેમાં તે અને નયનતારા બાળકોના નાના પગને કિસ કરતા અને ક્યારેક તેમની સાથે રમતા જોવા મળે છે. કેપ્શનમાં તેણે લખ્યું છે - નયન અને હું અમ્મા અને અપ્પા બની ગયા છીએ. અમને જોડિયા પુત્રો થયા છે. અમારી બધી પ્રાર્થના અને પૂર્વજોનો આશીર્વાદ આ બે જોડિયા પુત્રોના રૂપમાં આવ્યા છે. તમારી બધાની પ્રાર્થનાની જરૂર છે. ઉઈર અને ઉલગમ.
નયનતારાની પ્રેગ્નન્સીને લઈને ઉઠ્યા સવાલ
તમને જણાવી દઈએ કે લગ્નના ચાર મહિના પછી આ ખુશખબર આવવાને કારણે સોશિયલ મીડિયા પર અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે. કેટલાક અભિનંદન આપી રહ્યા છે અને કેટલાક 10 મહિનાની ગર્ભાવસ્થાના સમયગાળા પર પ્રશ્ન કરી રહ્યા છે. જોકે, કેટલાક સમયથી મીડિયામાં નયનતારાની પ્રેગ્નન્સીને લઈને તમામ પ્રકારના સમાચાર ચાલી રહ્યા હતા. આ કપલ પણ સાથે સમય વિતાવી રહ્યું હતું.

વિગ્નેશે થોડા દિવસ પહેલા કર્યો હતો ઈશારોઆ દરમિયાન વિગ્નેશે એક ફોટો પણ શેર કર્યો હતો. જેમાં તે અને નયનતારા દુબઈના એક મોલમાં જોવા મળ્યા હતા. તેમની સાથે ત્રણ બાળકો પણ હતા. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આ ફોટો શેર કરતા તેણે લખ્યું કે તે ભવિષ્ય માટે પ્રેક્ટિસ કરી રહ્યો છે. આનાથી લોકોના મનમાં સવાલો ઉભા થયા કે શું નયનતારા ગર્ભવતી છે. જોકે, ત્યારે કોઈએ આ વાતની પુષ્ટિ કરી ન હતી.
લેખક વિશે
દીપક ભાટી
દીપક ભાટી છેલ્લા 7 વર્ષથી પત્રકારના ક્ષેત્રમાં છે. તેઓ ગુજરાત હાયપર-લોકલ, ક્રાઈમ અને પોલિટિકલ ન્યૂઝ-સ્ટોરી લખવા ઉપરાંત એડિટિંગનો અનુભવ ધરાવે છે. તેમણે પોતાનું ગ્રેજ્યુએશન BA (Psychology)કર્યું છે. ત્યારબાદ ડિપ્લોમાં ઈન જર્નાલિઝ્મ કરીને મીડિયા ફિલ્ડમાં જોડાયા. તેઓ સંદેશ (ન્યૂઝ ચેનલ), દિવ્ય ભાસ્કર (Digital)માં કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story