એપશહેર

Koffee With Karan 7: Samantha Ruth Prabhuએ દુઃખી લગ્નજીવન માટે Karan Joharને ગણાવ્યો જવાબદાર, સાંભળીને ચોંક્યો ફિલ્મમેકર

સમંતા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu) અક્ષય કુમાર (Akshay Kumar) સાથે 'કોફી વિશ કરણ 7'ની (Koffee With Karan 7) મહેમાન બનવાની છે. 2021માં નાગા ચૈતન્યથી (Naga Chaitanya) અલગ થયેલી એક્ટ્રેસે દુઃખી લગ્નજીવન માટે કરણ જોહરને (Karan Johar) જવાદહાર ગણાવ્યો અને કહ્યું 'લગ્ન કભી ખુશી કભી ગમ નહીં KGF જેવા છે'.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 4 Jul 2022, 12:58 pm

હાઈલાઈટ્સ:

  • કોફી વિથ કરણ 7માં અક્ષય કુમાર સાથે કાઉચ પર ડેબ્યૂ કરશે સમંતા રુથ પ્રભુ
  • દુઃખી લગ્નજીવન માટે સમંતા રુથ પ્રભુએ જવાબદાર ઠેરવતાં ચોંકી ગયો કરણ જોહર
  • ચાર વર્ષના લગ્નજીવન બાદ નાગા ચૈતન્યથી અલગ થઈ હતી સમંતા રુથ પ્રભુ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat Samantha Ruth Prabhu karan johar
'કોફી વિશ કરણ 7'ની મહેમાન બનેલી સમંતા રુથ પ્રભુએ દુઃખી લગ્નજીવન માટે કરણ જોહરને જવાબદાર ગણાવ્યો
ચાર વર્ષના લગ્નજીવન બાદ વર્ષ 2021માં પૂર્વ પતિ નાગા ચૈતન્યથી (Naga Chaitanya) અલગ થવાના નિર્ણયના પગલે સમંતા રુથ પ્રભુ (Samantha Ruth Prabhu) ખૂબ ચર્ચામાં રહી છે. બંનેની પહેલી મુલાકાત વર્ષ 2014માં થઈ હતી. ત્રણ વર્ષના રિલેશનશિપ બાદ 2017માં લગ્ન કર્યા હતા અને કોઈ વાતથી વાંધો પડતાં ડિવોર્સ લેવાનું નક્કી કર્યું હતું. સમંતા અને નાગા ચૈતન્ય સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના પોપ્યુલર્સ કપલમાંથી એક હતા અને તેમના છુટ્ટા પડવાના નિર્ણયથી ફેન્સને આંચકો લાગ્યો હતો. બંને પોતાના જીવનમાં આગળ વધી ગયા છે અને પ્રોફેશનલ કમિટમેન્ટ પૂરું કરવામાં વ્યસ્ત છે. 7 જુલાઈથી કરણ જોહરનો (Karan Johar) ચેટ શો ઓન-એર થવાનો છે અને સમંતા તેની મહેમાન બનવાની છે. 'કોફી વિશ કરણ 7'નો (Koffee With Karan 7) પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે અને તેમાં તે દુઃખી લગ્નજીવન પાછળનું કારણ જણાવતાં દેખાઈ રહી છે.
સમંતાથી અલગ થયા બાદ ફરી પ્રેમમાં પડ્યો નાગા ચૈતન્ય? બોલિવુડ એક્ટ્રેસને કરી રહ્યો છે ડેટ!
'કોફી વિશ કરણ 7'ની મહેમાન બનશે સમંતા
View this post on Instagram A post shared by Karan Johar (@karanjohar)

સમંતા રુથ પ્રભુ અક્ષય કુમાર (Akshay Kumar) સાથે કરણ જોહરના શોની મહેમાન બનવાની છે. કરણ જોહરે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર શેર કરેલા પ્રોમો વીડિયોમાં સમંતાની પણ ક્લિપ છે. જેમાં તે કહી રહી છે 'દુઃખી લગ્નજીવન પાછળનું કારણ કોણ છે', કરણ જોહર આશ્ચર્ય સાથે પૂછે છે 'કોણ?', જેના પર એક્ટ્રેસ કહે છે 'તમે ફિલ્મોમાં દેખાડ્યું છે કે, લગ્ન 'કભી ખુશી કભી ગમ'ની જેમ હોય છે. જ્યારે અસલ જીવનમાં તે KGF જેવા હોય છે'. સમંતાની વાતો સાંભળીને કરણ જોહર પણ ચુપ થઈ જાય છે.

પૂર્વ પતિ નાગા ચૈતન્યનું કોઈની સાથે ચક્કર હોવાની અફવા સમંતા રુથ પ્રભુએ ઉડાવી? આપ્યો જવાબ
2021માં અલગ થયા હતા સમંતા રુથ પ્રભુ-નાગા ચૈતન્ય
ડિવોર્સના થોડા મહિનામાં જ નાગા ચૈતન્ય ફરીથી પ્રેમમાં પડ્યો હોવાની ગયા મહિને અટકળો શરૂ થઈ હતી. રિપોર્ટ્સ પ્રમાણે, તે 'મેડ ઈન હેવન' ફેમ શોભિતા ધુલિપાલાને ડેટ કરી રહ્યો છે. તે તેના જ્યુબિલી હિલ્સ સ્થિત અંડરકન્સ્ટ્રક્શન ઘરે પણ તેને લઈ ગયો હતો. જ્યાં બંનેએ થોડો સમય સાથે પસાર કર્યો હતો અને ત્યારબાદ એક કારમાં બેસીને ત્યાંથી રવાના થયા હતા. રિપોર્ટ્સ બાદ બંનેના અફેરની અફવા સમંતાની પીઆર ટીમે ઉડાવી હોવાનો આરોપ લાગ્યો હતો. એક્ટ્રેસે ટ્વીટ કરીને બરાબરનો જવાબ આપ્યો હતો.

નાગા ચૈતન્યના ડેટની અફવા માટે સમંતાને ગણાવાઈ જવાબદાર
સમંતાએ ટ્વીટ કરીને લખ્યું હતું 'છોકરી માટેની અફવા- સાચી હોઈ શકે છે!! છોકરા માટેની અફવા- છોકરી દ્વારા ઘડવામાં આવી!! ગ્રો અપ ફ્રેન્ડ્સ...સંકળાયેલા પક્ષો સ્પષ્ટ રીતે આગળ વધી ગયા છે...તમારે પણ મૂવ થઈ જવું જોઈએ!! તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરો...તમારા પરિવાર પર ફોકસ કરો...મૂવ ઓન!!'. સમંતા છેલ્લે ફિલ્મ 'પુષ્પા'ના એક સોન્ગમાં દેખાઈ હતી અને તે ખૂબ જલ્દી બોલિવુડમાં ડેબ્યૂ કરે તેવી શક્યતા છે.
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story