એપશહેર

ટીચર્સ ડે: 'આત્મારામ ભીડે' અને 'ટપુ'એ દેશભરના શિક્ષકો માટે આપ્યો આ ખાસ મેસેજ

શિક્ષક દિવસ પર 'આત્મારામ ભીડે' અને 'ટપુ'એ દેશભરના શિક્ષકોને ખાસ મેસેજથી પાઠવી શુભેચ્છાઓ.

I am Gujarat 5 Sep 2020, 1:28 pm
દેશભરમાં દરવર્ષે 5મી સપ્ટેમ્બરને શિક્ષક દિવસ (Teacher's Day) તરીકે ઉજવવામાં આવે છે. ભારતના બીજા રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મદિવસ છે. તેને જ શિક્ષક દિવસના રૂપમાં ઉજવાય છે. ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન વર્ષ 1962મા દેશના રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારે ગોકુળધામના શિક્ષક 'આત્મારામ ભીડે'એ પણ દેશના તમામ શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
I am Gujarat bhide


'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ઓફિશિલ ફેસબુક પેજ પર શિક્ષક દિવસ નિમિત્તે ખાસ વિડીયો પોસ્ટ કરાયો છે. આ વિડીયોમાં ગોકુળધામના એકમેવ સેક્રેટરી અને ટપુ સેનાનો લીડર દેખાય છે. તેઓ જીવનમાં પ્રકાશ લાવીને સફળતાનો રસ્તો બતાવનારા શિક્ષકોને શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.


વિડીયોની શરૂઆતમાં મંદાર ચંડવડકર ઉર્ફે ભીડે માસ્તર કહે છે, જેમણે આપણને સારા માણસ બનતા શીખવ્યું. જેમણે આપણને સાચા અને ખોટાની ઓળખ આપી. એવા આપણા દેશના તમામ શિક્ષકોને 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની સમગ્ર ટીમ તરફથી પ્રણામ. તો ટપુ સેનાનો લીડર ટપુ ઉર્ફે રાજ અનડકડ પણ 'ગુરુ બ્રહ્મ, ગુરુ વિષ્ણુ' શ્લોકની શરૂઆત સાથે તમામ શિક્ષકોનો આભાર માની રહ્યો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો