એપશહેર

પૂજા બેનર્જી અને કુણાલ વર્માએ ગોવામાં ધામધૂમથી કર્યા લગ્ન, ડોલીમાં થઈ દુલ્હનની એન્ટ્રી

અભિનેત્રી પૂજા બેનર્જીએ બંગાળી રિવાજ અનુસાર ગોવાના દરિયાકિનારે લગ્ન કર્યા, એક વર્ષના દીકરાની હાજરીમાં કુણાલ વર્મા સાથે સાત ફેરા લીધા.

I am Gujarat 16 Nov 2021, 2:39 pm
ટીવી શૉ ‘જય માં વૈષ્ણો દેવી’ ફેમ અભિનેત્રી પૂજા બેનર્જી અને કુણાલ વર્માએ બીજી વાર લગ્ન કર્યા છે. કોરોના મહામારીને કારણે વર્ષ 2020માં અનેક સેલેબ્સના લગ્ન ટળી ગયા હતા. પૂજા અને કુણાલ પણ ગયા વર્ષે એપ્રિલ મહિનામાં લગ્ન કરવાના હતા. પરંતુ કોરોનાને કારણે તેમની યોજના પર પાણી ફરી વળ્યુ હતું. જો કે, ત્યારપછી પૂજા અને કુણાલે કોર્ટ મેરેજ કરી લીધા હતા. ઓક્ટોબર 2020માં પૂજા બેનર્જીએ એક દીકરાને પણ જન્મ આપ્યો હતો.
I am Gujarat pablo - 2021-11-16T143934.095


હવે પૂજા બેનર્જી અને કુણાલ વર્માએ બીજી વાર લગ્ન કર્યા છે. હવે આ કપલે તમામ રિવાજો સાથે પરંપરાગત રીતે લગ્ન કર્યા છે. 15 નવેમ્બરના રોજ ગોવામાં તેમણે દરિયાકિનારે લગ્ન કર્યા. પૂજાએ બંગાળી રીતિ-રિવાજ સાથે કુણાલ વર્મા સાથે સાત ફેરા લીધા. તેણે ડોલીમાં બેસીને વેડિંગ વેન્યુ પર પ્રવેશ કર્યો હતો. વરરાજા કુણાલ વર્મા પણ ઘોડી પર ચઢીને વેન્યુ પર પહોંચ્યો હતો.

View this post on Instagram A post shared by Kunal Verma (@kunalrverma)

15મી નવેમ્બરના રોજ પૂજા બેનર્જીની પીઠી થઈ હતી. પીઠીના દિવસે તેણે પીળા અને લાલ રંગની સાડી પહેરી હતી. પૂજા બેનર્જીના લગ્નમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહ્યા હતા. અભિનેત્રી મોનાલિસા પણ પૂજા બેનર્જીના લગ્નમાં હાજર રહી હતી. મોનાલિસા પૂજા બેનર્જીની ખાસ મિત્ર છે. તેણે તમામ ફંક્શનમાં ભાગ લીધો હતો. મોનાલિસાએ પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર પૂજા અને કુણાલના લગ્નની અનેક તસવીરો શેર કરી છે.

View this post on Instagram A post shared by Puja Banerjee (@banerjeepuja)

ઉલ્લેખનીય છે કે પૂજા અને કુણાલ પાછલા દસ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. વર્ષ 2017માં તેમની સગાઈ થઈ હતી. બન્નેની મુલાકાત ટીવી સીરિયલ તુજ સંગ પ્રીત લગાઈ સજનાના સેટ પર થઈ હતી, જેમાં તેઓ લીડ રોલમાં હતા. અહીંથી જ તેમની લવ સ્ટોરીની શરુઆત થઈ ગઈ હતી.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો