એપશહેર

ટીવી સીરિયલના સેટ પર લાગી આગ, શ્વેતા તિવારીનો હાથ દાઝ્યો

Yogesh Gajjar | I am Gujarat 13 Mar 2020, 1:40 pm
મુંબઈઃ પોતાની એક્ટિંગથી દર્શકોના દિલો પર રાજ કરનારી બ્યૂટીફૂલ એક્ટ્રેસ સ્વેતા તિવારી હાલમાં સોની ટીવી પર આવતા ‘મેરે ડેડ કી દુલ્હન’ ટીવી શોમાં જોવા મળી રહી છે. આ શોના સેટ પર શૂટિંગ દરમિયાન એક દુર્ઘટના ઘટી છે. કહેવાઈ રહ્યું છે કે આ દુર્ઘટનામાં એક્ટ્રેસ શ્વેતા તિવારીનો હાથ સળગી ગયો છે. આ ઘટના બાદ કાસ્ટ અને પ્રોડક્શન ટીમમાં અફરા-તફરી મચી ગઈ, પરંતુ સદનસીબે આગ પર તરત જ કાબૂ મેળવી લેવાયો અને મોટી દુર્ઘટના થતા રહી ગઈ.હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:હકીકતમાં એક્ટર ફહમાન ખાન અને શ્વેતા તિવારી કરીના કપૂર-શાહિદ કપૂરની ફિલ્મ ‘જબ વી મેટ’નો એક સીન રિક્રિએટ કરી રહ્યા હતા. તેમાં શ્વેતાને પોતાનો સ્કાર્ફ અને સાડી સળગાવવાની હતી અને આ દરમિયાન પડદા પર અચાનક આગ લાગી ગઈ. આગ લાગતા જ શ્વેતાએ તેને ઓલવવાનો પ્રયાસ કર્યો જેમાં તેનો હાથ દાઝી ગયો.
શ્વેતા તિવારીના કો-સ્ટાર અને ‘રણદીપ’નું પાત્ર ભજવનારા ફહમાન ખાને જણાવ્યું કે શૂટિંગ દરમિયાન તેણે ‘ગુનીત’ એટલે કે શ્વેતા તિવારીને ડેટનો બધો ગુસ્સો કાઢવા પોતાની સાડી અને સ્કાર્ફ સળગાવી દેવાની સલાહ આપી. તેના શૂટિંગ માટે તેઓ જ્યારે ‘જબ વી મેટ’નો સીન રીક્રિએટ કરી રહ્યા હતા, જ્યારે મસ્તી વચ્ચે અચાનક સેટ પર આગ લાગી ગઈ.ફરહાને જણાવ્યું કે જ્યારે શ્વેતા આગ બુજાવી રહી હતી ત્યારે બધાને લાગ્યું કે તે પોતાના સીનમાં સુધારો કરી રહી છે, પરંતુ જ્યારે તેનો હાથ દાઝવા લાગ્યો ત્યારે ટીમે મદદ કરતા આગ પર કાબૂ મેળવ્યો અને તેની મદદ કરી. ફહમાને જણાવ્યું કે, શ્વેતા મેડમનો હાથ દાઝી ગયો હોવા છતાં તેમણે શૂટિંગ પૂરું કર્યું. જોકે આ મામલે હજુ સુધી શ્વેતા તિવારી તરફથી કોઈ નિવેદન સામે આવ્યું નથી.

Read Next Story