એપશહેર

ડિસેમ્બરમાં સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન કરવાની હતી Vaishali Takkar, ખરીદી માટે મુંબઈ આવવાનું ફ્રેન્ડને આપ્યું હતું વચન

Vaishali Takkar Suicide: વૈશાલી ઠક્કરની આત્મહત્યાના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. એક્ટર વિકાસ સેઠી અને તેની પત્ની જ્હાન્વી રાણા વૈશાલીની ખૂબ નજીક હતા. ડિસેમ્બરમાં વૈશાલીના લગ્ન હોવાથી તે દિવાળી પછી ખરીદી કરવા મુંબઈ આવવાની હતી. તેણે વિકાસ સેઠી અને તેની પત્ની જ્હાન્વી સાથે રોકાવાનો અને ખરીદી કરવાનો પ્લાન બનાવ્યો હતો.

Authored byNeha Maheshwri | Edited byશિવાની જોષી | TNN 17 Oct 2022, 8:56 am

હાઈલાઈટ્સ:

  • પાંચ મહિના પહેલા વૈશાલીએ થનારા પતિ અંગે જ્હાન્વીને જણાવ્યું હતું.
  • જ્હાન્વીના કહેવા અનુસાર, મિતેશ સીધો અને સરળ વ્યક્તિ હતો.
  • અગાઉ જ્હાન્વી સગાઈ કેન્યાના ડેન્ટિસ્ટ સાથે થઈ હતી પરંતુ થોડા સમયમાં તૂટી ગઈ હતી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat vaishali takkar
ટીવી એક્ટ્રેસ વૈશાલી ઠક્કર (Vaishali Takkar)ની આત્મહત્યાના સમાચારે સૌને આઘાત આપ્યો છે. રવિવારે ઈન્દોર સ્થિત ઘરેથી વૈશાલીનો મૃતદેહ મળી આવ્યો હતો. વૈશાલીએ આત્મહત્યા કરી હતી અને પોલીસને તેના ઘરેથી સૂસાઈડ નોટ મળી આવી હતી. તેજાજીનગર પોલીસ સ્ટેશનમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. એક્ટર વિકાસ સેઠી અને તેની પત્ની જ્હાન્વી રાણા વૈશાલીની ખૂબ નજીક હતા. વૈશાલી આ દુનિયામાં નથી રહી તે વાત સ્વીકારવી તેમના માટે મુશ્કેલ થઈ છે. કપલે વૈશાલી સાથે ત્રણ દિવસ પહેલા જ વાત કરી હતી. વૈશાલીએ વચન આપ્યું હતું કે, તે જલ્દી જ મળવા આવશે. વૈશાલીએ તેના લગ્નની ખરીદી માટે મુંબઈ જવાનો પ્લાન બનાવ્યો હતો. વૈશાલી ડિસેમ્બર મહિનામાં કેલિફોર્નિયામાં રહેતા સોફ્ટવેર એન્જિનિયર સાથે લગ્ન કરવાની હતી.
વૈશાલી ઠક્કર આત્મહત્યા: સુશાંતનું મોત થયું ત્યારે રડી પડી હતી, શેર કર્યો હતો આ Video

ખરીદી માટે મુંબઈ આવવાનું હતું વૈશાલીનું આયોજન

જ્હાન્વીએ કહ્યું, "મેં આર્થિક મદદ માગવા માટે તેને ફોન કર્યો હતો. તેણે મને કહ્યું હતું કે, દિવાળી પછી તે લગ્નની ખરીદી માટે મુંબઈ આવવાનું પ્લાન કરી રહી છે. તેણે અમારી સાથે રહેવાનું નક્કી કર્યું હતું. તેણે કહ્યું હતું કે-'આપણે ફરીશું અને બાળકોને પણ લઈને જઈશું.' તેણે મને પાંચ મહિના પહેલા મિતેશ વિશે જણાવ્યું હતું. જે બાદ મેં મિતેશ સાથે વાત કરી હતી અને વિડીયો કૉલ પર પણ અમારી વાત થઈ હતી. તે સરળ અને સીધો વ્યક્તિ છે."

'પહેલા તો લાગ્યું કે તેના મોતના સમાચાર ફેક હશે'

વિકાસે કહ્યું, "ડિસેમ્બર મહિનામાં વૈશાલી લગ્ન કરવાની હતી. બંને પરિવારો ટૂંક સમયમાં જ તારીખ નક્કી કરવાના હતા. શુક્રવારે જ્યારે મેં તેની સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું હતું-'બધું જ મસ્ત ચાલી રહ્યું છે.' તેણે મને કહ્યું હતું કે, તે અમારી સાથે શોપિંગ કરશે અને પાર્ટી પણ રાખશે. લગ્ન પહેલા મુંબઈ આવવાનું પ્લાનિંગ પણ તેણે કર્યું હતું. એટલે જ તેના મોતના સમાચારે મને અંદરથી હચમચાવી નાખ્યો છે. પહેલા તો મેં મને આ ફેક ન્યૂઝ લાગ્યા હતા. મેં જ્હાન્વીને કહ્યું કે, તે વૈશાલીને ફોન કરે પરંતુ તે ફોન ઉપાડતી જ નહોતી. જે બાદ અમે તેના પિતાને ફોન કર્યો ત્યારે તેમણે કહ્યું કે, તેઓ સ્મશાનમાં છે. અમને જાણીને ઝટકો લાગ્યો હતો. જ્હાન્વીને તો સંભાળવી મુશ્કેલ થઈ હતી."

30 વર્ષીય TV એક્ટ્રેસ વૈશાલી ઠક્કરે કરી આત્મહત્યા, સુસાઈડ નોટમાં સામે આવ્યું કારણ!

કેટલાય ટીવી શોમાં વૈશાલીએ કર્યું છે કામ

જ્હાન્વી અને વિકાસ બુધવારે ઈન્દોર જવા નીકળવાના છે. 'પરંતુ એ પહેલા અમે સોમવારે ગુરુદ્વારામાં જઈને વૈશાલી માટે એક વિધિ કરીશું', તેમ જ્હાન્વીએ વાત પૂરી કરતાં જણાવ્યું. નોંધનીય છે કે, 30 વર્ષીય વૈશાલીએ ટીવી શૉ યે રિશ્તા ક્યા કહલાતા હેથી ડેબ્યુ કર્યું હતું. જેમાં તેણે સંજનાનું પાત્ર ભજવ્યું હતું. ત્યાર બાદ વૈશાલી યે વાદા રહા, યે હે આશિકી, સસુરાલ સિમર કા, સુપર સિસ્ટર્સ, વિષ યા અમૃત સિતારા, મનમોહિની 2, રક્ષાબંધનમાં જોવા મળી હતી.

Read Next Story