એપશહેર

TMKOC: સોઢીના ગેરેજમાં ન ફાવ્યું કામ, હવે શાકભાજી વેચશે બેરોજગાર પોપટલાલ

તૂફાન એક્સપ્રેસમાં પત્રકાર તરીકેની નોકરી ગુમાવ્યા બાદ પોપટલાલ બેરોજગાર છે. પૈસા કમાવવા માટે હવે તેણે શાકભાજી વેચવાનું નક્કી કર્યું છે.

Mumbai Mirror 24 Nov 2020, 11:40 am
મુંબઈઃ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નો પોપટલાલ કે જે તૂફાન એક્સપ્રેસમાં પત્રકાર તરીકે નોકરી કરતો હતો તે હાલ બેરોજગાર છે. પોતાની જાતને વ્યસ્ત રાખવા માટે કુંવારો પોપટલાલ કામની શોધમાં છે. સોઢીના ગેરેજમાં થોડા દિવસ હાથ અજમાવ્યા બાદ હવે તેણે શાકભાજી વેચવાનું નક્કી કર્યું છે.
I am Gujarat after losing job as journalist popatlal becomes a vegetable vendor
TMKOC: સોઢીના ગેરેજમાં ન ફાવ્યું કામ, હવે શાકભાજી વેચશે બેરોજગાર પોપટલાલ



સોઢીના ગેરેજમાં કાર ફિક્સિંગનું કામ શીખવા દરમિયાન, ટાયરનો સ્ક્રૂ ખોલતી વખતે પોપટલાલે છુટ્ટી હથોડી ફેંકી હતી. આ જોઈને ગેરેજમાં કામ કરતાં દરેક કર્મચારીઓ વાગી જવાની બીકે નીચે ઝૂકી ગયા હતા, જો કે સદ્દનસીબે કોઈને વાગ્યું નહોતું. આ ઘટના બન્યા બાદ, પોપટલાલે બધાની સામે સ્વીકાર્યું હતું કે તે આ નોકરી કરવાને લાયક નથી.


મિકેનિક તરીકે કામ કરવાનું પોપટલાલે ભલે પડતું મૂક્યું હોય, પરંતુ પૈસા કમાવવાની અન્ય તક વિશે વિચારવાનું પડતું મૂક્યું નહીં. બાલ્કનીમાં ઉભા રહીને જ્યારે તે અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યો હતો ત્યારે તેણે ગોકુળધામ સોસાયટીની મહિલા મંડળને શાકભાજીની લારીની આસપાસ ઉભેલી જોઈ. તેણે તે પણ નોટિસ કર્યું કે, જે મહિલા શાકભાજી વેચી રહી હતી તેને શાકભાજી અને તેના ભાવ વિશે વધારે જ્ઞાન નહોતું.

તેણે તે પણ નોંધ્યું કે, સોસાયટીનો ભાગ્યે જ કોઈ પુરુષ શાકભાજી ખરીદવા માટે બહાર જતો હતો. તેથી તેણે શાકભાજી વેચવાનું તે વિચારીને નક્કી કર્યું કે, આ કામ કરવાથી તે મહિલાઓને મળશે અને શું ખબર કે તેમાંથી કોઈ તેની પત્ની બની જાય.

નોકરી શોધવા માટે પોપટલાલ ગમે તે હદે જવા માટે તૈયાર છે અને જો આ દરમિયાન કોઈ છોકરી તેને મળી ગઈ તો આ તેના માટે ડબલ બોનસ સાબિત થશે. પરંતુ શું પોપટલાલ ખરેખર લારી લઈને શાકભાજી વેચવા નીકળી પડશે કે પછી સોસાયટીની કોઈ વ્યક્તિ આ કામ કરતાં તેને રોકી લેશે તે આગામી એપિસોડમાં જોવા મળશે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો