એપશહેર

અલી ગોનીએ જાસ્મિન ભસીનની ઈદની ઉજવણીને બનાવી ખાસ, આપી મોંઘી ગિફ્ટ

જાસ્મિન ભસીને બોયફ્રેન્ડ અલી ગોની અને તેના પરિવાર સાથે જમ્મુમાં ઈદ ઉજવી હતી. જ્યાં તેને અલી તરફથી મોંઘી ગિફ્ટ પણ આપી હતી.

I am Gujarat 15 May 2021, 8:50 am

હાઈલાઈટ્સ:

  • ઈદ પર જાસ્મિનને બોયફ્રેન્ડ અલી ગોની તરફથી મળી ગિફ્ટ
  • જાસ્મિન ભસીને વીડિયો શેર કરીને માન્યો બોયફ્રેન્ડનો આભાર
  • એકબીજાના ગળાડૂબ પ્રેમમાં છે જાસ્મિન ભસીન અને અલી ગોની
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat aly goni made eid celebration special for jasmin bhasin by showering with a gift
અલી ગોનીએ જાસ્મિન ભસીનની ઈદની ઉજવણીને બનાવી ખાસ, આપી મોંઘી ગિફ્ટ
બિગ બોસ 14 ફાઈનાલિસ્ટ અલી ગોની અને તેની લેડી લવ જાસ્મિન ભસીન હાલ જમ્મુમાં છે. કપલે અલી ગોનીના પરિવાર સાથે ત્યાં જ ધામધૂમથી ઈદની ઉજવણી કરી હતી તેમજ એકબીજા સાથે ક્વોલિટી ટાઈમ પણ સ્પેન્ડ કર્યો હતો. જાસ્મિન ભસીને અલી ગોની તેમજ તેના પરિવાર સાથે ઈદ તો મનાવી જ પરંતુ બોયફ્રેન્ડ તરફથી મળેલી ગિફ્ટથી ઉજવણીનો આનંદ બમણો થઈ ગયો હતો.
જાસ્મિન ભસીને ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તેને મળેલી મોંઘીદાટ ગિફ્ટનો વીડિયો શેર કર્યો હતો જેમાં તે ગિફ્ટને અનબોક્સ કરતી જોવા મળી હતી. અલી ગોનીએ જાસ્મિન ભસીનને કસ્ટમ-મેડ Cristian Diorની હેન્ડબેગ આપી હતી. ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં વીડિયો શેર કરીને જાસ્મિને ગિફ્ટ માટે અલીનો આભાર પણ માન્યો હતો.


ઉલ્લેખનીય છે કે, અલી અને જાસ્મિન એકબીજાને ગિફ્ટ આપીને પ્રેમ વરસાવતા રહે છે, ભૂતકાળમાં પણ તેમણે એકબીજાને મોંઘી ગિફ્ટ આપી હતી.

'યે હૈ ચાહતે'ની એક્ટ્રેસ ઐશ્વર્યા સખુજા હોસ્પિટલમાં એડમિટ, કરવામાં આવી સર્જરી
'દિલ સે દિલ તક'ની એક્ટ્રેસ અને અલી ઘણા વર્ષોથી ફ્રેન્ડ્સ હતા પરંતુ બિગ બોસ 14ના ઘરમાં થોડા મહિના બંધ રહ્યા બાદ બંનેને એકબીજા પ્રત્યેના પ્રેમનો અહેસાસ થયો હતો. બંનેએ શોમાં જ પ્રેમ વ્યક્ત કર્યો હતો અને હવે તેઓ રિલેશનશિપના એવા તબક્કામાં છે જ્યાં ગમે ત્યારે લગ્ન પણ કરી શકે છે.

શોમાંથી બહાર આવ્યા બાદ, કપલ બે મ્યૂઝિક વીડિયોમાં સાથે દેખાયા હતા અને તે બંને વીડિયો સુપર હિટ રહ્યા હતા. અલી અને તેના પરિવાર સાથે ખાસ કરીને તેની બહેન ઈલ્હામ સાથે સારું બોન્ડિંગ ધરાવતી જાસ્મિને હાલમાં જ અમારા સહયોગી ETimes TV સાથે વાતચીત કરી હતી અને ગોની પરિવારને કૂલ અને ચિલ્ડ આઉટ ગણાવ્યો હતો.

View this post on Instagram A post shared by 𝓣𝓱𝓮 𝓐𝓵𝔂 𝓖𝓸𝓷𝓲 ~ علی گونی (@alygoni)

તેણે કહ્યું હતું કે, 'અલી અને તેનો પરિવાર એવો નથી જેમને હજુ હું ગઈકાલે જ મળી છું. હું છેલ્લા ત્રણ વર્ષથી તેમને ઓળખું છું. આ સિવાય અમારી વચ્ચે કોઈ ફોર્માલિટી નથી અથવા અમે એકબીજા સામે તે રીતે વર્તતા નથી. અમે મિત્રો છીએ અને અમારા આસપાસનું વાતાવરણ પણ તેવું જ રહે છે. અલીનો પરિવાર કૂલ, ચિલ્ડ આઉટ, સ્વીટ અને સારા લોકો છે. તેમની આસપાસ હોઉ ત્યારે ખૂબ મજા આવે છે. તે લોકોની જે પ્રકારની એનર્જી અને વાઈબ્સ છે તે જ મને કમ્ફર્ટેબલ રાખે છે અને તેથી જ તેઓ મારા માટે મહત્વના છો. અહીંયા મારી આસપાસના તમામ લોકો પોઝિટિવ વાઈબ્સ અને એનર્જી ધરાવે છે'.

સંજય દત્તે પરિવાર સાથે દુબઈમાં ઉજવી ઈદ, દીકરા સાથે પઠાણી કુર્તામાં આપ્યો પોઝ
પ્રોફેશનલ વર્ક ફ્રંટની વાત કરીએ તો, ફ્રિ એન્ડ આઈસ, દિલ સે દિલ તક, નાગિન, દિલ તો હેપી હૈ જી જેવા શોમાં કામ કરી ચૂકી છે. આ સિવાય તેણે રિયાલિટી શો ખતરો કે ખિલાડી અને ખતરા ખતરા ખતરામાં પણ ભાગ લીધો હતો.

Read Next Story