એપશહેર

પરિવારના સભ્યો પર પણ ગુસ્સે થાય છે Jaya Bachchan, ફોન રિસીવ ન કરવા પર Amitabh Bachchanનો લે છે ઉધડો

જયા બચ્ચન (Jaya Bachchan) માત્ર મીડિયાકર્મીઓ પર જ ગુસ્સો કરે છે તેવું માનતા લોકોને જાણીને નવાઈ લાગશે કે, તેઓ પરિવારના સભ્યોને પણ બક્ષતા નથી. આ વાતનો ખુલાસો અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) જ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, જ્યારે પણ તેઓ તેમનો કોલ રિસીવ ન કરી શકે ત્યારે આવી બને છે.

Edited byમિત્તલ ઘડિયા | I am Gujarat 11 Nov 2022, 2:46 pm

હાઈલાઈટ્સ:

  • બધા પુરુષો મારી વાત સાથે સંમત છે કે, જો ફોન આવ્યો અને રિસીવ ન કર્યો તો ખતમઃ બચ્ચન
  • અમિતાભ બચ્ચને કહ્યું 'જયાજીનો જ્યારે પણ ફોન આવે ત્યારે મારે હાજર રહેવું પડે છે'
  • અનુપમ ખેર, બોમન ઈરાની, નીના ગુપ્તા અને પરિણિતી ચોપરા સાથેની ફિલ્મ 'ઊંચાઈ' થઈ રિલીઝ
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat amitabh bachchan jaya bachchan
કોલ રિસીવ ન કરવા પર જયા બચ્ચન ગુસ્સે થઈ જતા હોવાનો ખુલાસો અમિતાભ બચ્ચને કર્યો
ફિલ્મોમાં પોતાની માસૂમિયતથી લોકોના દિલ જીતનારા જયા બચ્ચન (Jaya Bachchan) રિયલ લાઈફમમાં ખૂબ જ ગુસ્સાવાળા છે. આ વાતની સાબિતી સોશિયલ મીડિયા છે. તેઓ જ્યારે પણ ઘર બહાર નીકળે અને આસપાસ ફોટોગ્રાફર્સને જોઈ જાય તો તેમના પર બરાબરના બગડે છે અને મનમાં જે આવે તે વેણ પણ કહે છે. તેમના આવા વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થતાં હંમેશા નફરતનો શિકાર બને છે. તમને જાણીને નવાઈ લાગશે કે, તેઓ માત્ર મીડિયા પર જ નહીં પરિવારના સભ્યો પર પણ વરસી પડે છે. આ વાતનો ખુલાસો તેમના પતિ અને મેગાસ્ટાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પણ કર્યો છે.
'દયાભાભી'ના પાત્ર માટે ઓડિશન આપીને પસ્તાઈ રહી છે આ એક્ટ્રેસ! હવે કોઈ નથી આપી રહ્યું કામ

અમિતાભ બચ્ચન પર પણ ગુસ્સે થાય છે જયા બચ્ચન
વાત એમ છે કે, બિગ બી હાલ 'કૌન બનેગા કરોડપતિ 14' હોસ્ટ કરી રહ્યા છે. તેમાં જે પણ કન્ટેસ્ટન્ટ હોટસીટ પર બેસે છે, તેઓ હોસ્ટને તેમના અંગત જીવન વિશે સવાલ કરતાં રહે છે. લેટેસ્ટ એપિસોડમાં ગુજરાતના ભૂપેન્દ્રસિંહ ચૌધરી હોટસીટ પર બેઠા હતા. આ દરમિયાન તેમણે ફોન ન ઉઠાવવા પર જયા બચ્ચનનું રિએક્શન કેવું હોય છે તે અંગે સવાલ કર્યો હતો. જેના જવાબમાં એક્ટરે કહ્યું હતું 'મને લાગે છે કે તમામ પુરુષો મારી સ્થિતિ સાથે સંમત થશે. ફોન આવ્યો અને જો રિસીવ ન કર્યો તો તમે ખતમ. આવું ત્યારે થાય છે જ્યારે તેને જાણ નથી હોતી કે હું કામમાં વ્યસ્ત છું. પરંતુ તેના કહેવા પ્રમાણે, જ્યારે પણ તેને ફોન આવે ત્યારે મારે હાજર રહેવું જ જોઈએ. મેં મારા સેક્રેટરીને કહીને રાખ્યું હતું કે, તેનો કોલ આવે ત્યારે મારા વિશે જણાવી દેવું. પરંતુ જ્યારે એવું થયું છે ત્યારે વાત અલગ જ લેવલ પર પહોંચી ગઈ. તેણે કહ્યું હતું 'તમારી સાથે વાત કરવા માટે હવે મારે પહેલા તમારા સેક્રેટરીને પૂછવું પડશે?''

તબુને કેવો બોયફ્રેન્ડ જોઈએ છે? ખાસ મિત્ર અજય દેવગણે ખુલાસો કરી દેતાં થઈ નારાજ!

બિગ બીની ફિલ્મ 'ઊંચાઈ' થઈ રિલીઝ
અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ઊંચાઈ' આજે (11 નવેમ્બર) થિયેટરમાં રિલીઝ થઈ છે, જેમાં અનુપમ ખેર, બોમન ઈરાની, નીના ગુપ્તા અને પરિણિતી ચોપરા પણ મહત્વના રોલમાં છે. એક્ટરની ગત ફિલ્મ 'ગુડબાય' બોક્સઓફિસ પર ફ્લોપ ગઈ હતી. ત્યારે હાલમાં તેમણે ચાહકોને થિયેટરમાં આ ફિલ્મ જોવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું 'થિયેટર જઈને ટિકિટ ખરીદીને ફિલ્મ જોવાની જે મજા છે, તે કંઈક અલગ જ છે. તેથી થિયેટરમાં અમારી ફિલ્મ જોવાની વિનંતી છે. આજકાલ મોટી મુશ્કેલીઓ ચાલી રહી છે. કોઈ પણ ફિલ્મ જોવા માટે થિયેટરમાં જઈ રહ્યું નથી. હું હાથ જોડીને તમામને ટિકિટ ખરીદવાની વિનંતી કરું છું'.

Read Latest Entertainment News And Gujarati News
લેખક વિશે
મિત્તલ ઘડિયા
મિતલ ગઢીયા છેલ્લા સાત વર્ષ કરતાં વધુ સમયથી પત્રકારત્વ ક્ષેત્ર સાથે જોડાયેલા છે. શરૂઆતથી જ તેઓ ન્યૂઝ એડિટર તરીકે કામ કરી રહ્યા છે. તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી B.Com અને માસ્ટર ઈન માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝન ડિપાર્ટમેન્ટમાંથી પોસ્ટ ગ્રેજ્યુશનની ડિગ્રી મેળવી છે. તેઓ વીટીવી ન્યૂઝ, એબીપી અસ્મિતા અને ટીવી 9 જેવી ન્યૂઝ ચેનલ સાથે કામ કરી ચૂક્યા છે.... વધુ વાંચો

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો