એપશહેર

ઉર્ફી જાવેદના પ્રેમમાં હતો 'અનુપમા'નો 'સમર', 9 મહિનામાં જ બ્રેકઅપ થતાં તૂટી ગયો હતો

ઉર્ફી જાવેદ અને પારસ કલનાવતની મુલાકાત એક ટીવી સીરિયલના સેટ પર થઈ હતી. 3 મહિનાના ડેટિંગ બાદ તેમણે પોતાનો સંબંધ જાહેરમાં સ્વીકારી લીધો હતો.

I am Gujarat 9 Oct 2021, 3:25 pm

હાઈલાઈટ્સ:

  • 'અનુપમા' સીરિયલથી પોપ્યુલર થયેલા એક્ટર પારસ કલનાવતની રિલેશનશીપ એક સમયે ચર્ચામાં હતી.
  • પારસ એક સમયે 'બિગ બોસ OTT'ની કન્ટેસ્ટન્ટ ઉર્ફી જાવેદ સાથે રિલેશનશીપમાં હતો.
  • ઉર્ફી અને પારસની રિલેશનશીપે ખાસ્સી ચર્ચા જગાવી હતી.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat paras urfi n
ટેલિવિઝનની દુનિયામાં ખૂબ ઓછા સમયમાં સીરિયલ 'અનુપમા' પોપ્યુલર થઈ ગઈ છે. 'અનુપમા'ની સ્ટારકાસ્ટનો દરેક ચહેરો દર્શકોમાં પોપ્યુલર છે. એટલું જ નહીં શોમાં અનુપમા (રૂપાલી ગાંગુલી)ના દીકરા સમરનો રોલ કરતાં એક્ટર પારસ કલનાવતનું પણ ફેને ફોલોઈંગ ખાસ્સું છે. સમર પોતાની મમ્મી અનુપમાને ખૂબ પ્રેમ કરે છે અને તેની ખુશી માટે કંઈપણ કરવા તૈયાર છે. દરેક મા સમર જેવો દીકરો ઈચ્છે છે. આ રોલ દ્વારા પારસની ફિમેલ ફેન ફોલોઈંગ પણ ખાસ્સી વધી છે. જોકે, તમને જાણીને નવાઈ લાગશે કે જે પારસ પર લાખો યુવતીઓ ફિદા છે તેનું દિલ પણ એક સમય વેરવિખેર થયું હતું.
આર્યન માટે ટિફિન અને અન્ય સામાન લઈને જેલ પહોંચ્યો શાહરૂખનો સ્ટાફ, ના મળી એન્ટ્રી!

24 વર્ષીય પારસ કલનાવતની લવ રિલેશનશીપ ખાસ્સી ચર્ચામાં રહી હતી. પારસ 'બિગ બોસ OTT'માં જોવા મળેલી એક્ટ્રેસ ઉર્ફી જાવેદના પ્રેમમાં હતો. પારસ ટીવી શો 'મેરી દુર્ગા'માં કામ કરતો હતો ત્યારે જ કો-સ્ટાર ઉર્ફીના પ્રેમમાં પડ્યો હતો. ઉર્ફી અને પારસની મુલાકાત આ જ ટીવી શોના સેટ પર થઈ હતી. જોકે, આ લવબર્ડ્સનો સંબંધ લાંબો ના ટક્યો અને થોડા જ મહિનાઓમાં બ્રેકઅપ થઈ ગયું.


ઉર્ફી સાથે બ્રેકઅપ થતાં પારસ ભાંગી પડ્યો હતો. આ દુઃખમાંથી બહાર આવવામાં તેને ખાસ્સો સમય લાગ્યો હતો. પારસ ગર્લફ્રેન્ડ ઉર્ફી અંગે ગંભીર હતો. પારસે ઉર્ફીના નામનું ટેટૂ પગની પાનીમાં બનાવડાવ્યું હતું. આ પરથી જ અંદાજો લગાવી શકાય છે કે તે ઉર્ફીને કેટલો પ્રેમ કરતો હતો.


ઉર્ફી સાથે બ્રેકઅપ બાદ એક ઈન્ટરવ્યૂમાં પારસે કહ્યું હતું, "સાચું કહું તો મને નથી ખબર કે તેણે મારી સાથે બ્રેકઅપ કેમ કર્યું. તેણે મને કોઈ કારણ નથી જણાવ્યું. આ જ વાત મને સૌથી વધારે સતાવે છે. મેં તેની સાથે વાત કરવાની અને સંબંધ સુધારવાની કોશિશ કરી પરંતુ તેનું વર્તન મને સમજાતું નથી." પારસે બ્રેકઅપ બાદ ઉર્ફીના નામનું ટેટૂ બનાવ્યું હતું. આ વિશે તેણે કહ્યું હતું, "મારી પાસે તેનું કશું જ નહોતું. મેં તેણે આપેલી બધી જ ગિફ્ટ પાછી આપી દીધી હતી. એટલે જ મને લાગ્યું કે ટેટૂ એકમાત્ર રસ્તો છે જેના દ્વારા હું તેની સાથે જોડાઈ શકીશ."


જણાવી દઈએ કે, પારસ અને ઉર્ફીએ નવેમ્બર 2017માં જાહેરમાં પોતાનો સંબંધ સ્વીકાર્યો હતો. તેઓ ઓગસ્ટ 2017થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા. ઉર્ફી અને પારસના સંબંધ પર એપ્રિલ 2018માં પૂર્ણવિરામ લાગ્યું હતું. માત્ર 9 મહિનાના ટૂંકા ગાળામાં પારસ અને ઉર્ફીનું બ્રેકઅપ થયું હતું.

કેવી રીતે ક્રૂઝ પર પહોંચ્યો હતો આર્યન ખાન? કઈ રીતે થઈ ધરપકડ? કોર્ટમાં જણાવ્યું

ઉર્ફી જાવેદે 20 વર્ષની ઉંમરે 'બડે ભૈયા કી દુલ્હનિયા' શો દ્વારા ટીવીમાં ડેબ્યૂ કર્યું હતું. તેણે અવની પંતનો રોલ કર્યો હતો. 2016થી 2017 દરમિયાન ઉર્ફીએ 'ચંદ્ર નંદિની' શોમાં છાયાનો રોલ ભજવ્યો હતો અને પછી 'મેરી દુર્ગા' સીરિયલમાં આરતીના રોલમાં જોવા મળી હતી. આ સિવાય ઉર્ફી 'કસૌટી જિંદગી કી 2', 'એ મેરે હમસફર', 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ' જેવી સીરિયલોમાં નાના-મોટા રોલ કરી ચૂકી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો