એપશહેર

'અનુજ'-'અનુપમા'એ રિયલ લાઈફ પાર્ટનર સાથે કર્યું નવા વર્ષનું સ્વાગત, 2022 પાસેથી શું છે અપેક્ષા?

અનુપમા અને અનુજના રોલમાં અનુક્રમે રૂપાલી ગાંગુલી અને ગૌરવ ખન્ના દર્શકોના દિલ જીતી રહ્યા છે. તેમને ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જેટલી સારી છે તેટલી જ સારી મિત્રતા રિયલ લાઈફમાં પણ તેમની વચ્ચે છે.

I am Gujarat 1 Jan 2022, 3:54 pm

હાઈલાઈટ્સ:

  • ગૌરવ ખન્ના અને તેની પત્નીએ આતશબાજી નિહાળીને નવા વર્ષનું સ્વાગત કર્યું.
  • રૂપાલી ગાંગુલીએ પતિ અને દીકરા સાથે ઉજવ્યું નવું વર્ષ.
  • નવા વર્ષ પાસેથી શું અપેક્ષા છે તેનો ખુલાસો રૂપાલી ગાંગુલીએ કર્યો છે.
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat gaurav rupali ny
નવા વર્ષની ઉજવણી સેલિબ્રિટીઝ પોતપોતાના પરિવાર અને મિત્રો સાથે કોઈ ખાસ જગ્યાએ ફરવા જઈને અથવા તો હાઉસ પાર્ટીનું આયોજન કરીને કરી હતી. 'અનુપમા' સીરિયલના અનુજ અને અનુ એટલે કે એક્ટર ગૌરવ ખન્ના અને રૂપાલી ગાંગુલીએ પણ નવા વર્ષનું સ્વાગત પોતપોતાના જીવનસાથી સાથે કર્યું છે.
નવા વર્ષની શરૂઆતમાં જ પતિ રોહનપ્રીતના કારણે ઉદાસ થઈ નેહા કક્કડ, આંખમાં આવ્યા આંસુ

ગૌરવ ખન્નાએ થોડા સમય પહેલા જ એક ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું કે તે વર્કોહોલિક છે અને તેની પત્ની આકાંક્ષાને પાર્ટી તેમજ મોજ-મસ્તી કરવી ખૂબ પસંદ છે. વર્ષના છેલ્લા દિવસે પણ ગૌરવ ખન્ના 'અનુપમા'ના સેટ પર શૂટિંગ કરી રહ્યો હતો. જોકે, કામ પૂરું થયા પછી તેણે પત્ની સાથે ન્યૂ યરનું સેલિબ્રેશન પણ કર્યું હતું. ગૌરવ ખન્ના અને તેની પત્ની આકાંક્ષાએ નવા વર્ષની શરૂઆત આતશબાજી નિહાળીને કરી હતી.
View this post on Instagram A post shared by IamGujarat (@iamgujarat)


આકાંક્ષાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં આતશબાજીના વિડીયો શેર કર્યા હતા. તો આ તરફ ગૌરવ ખન્નાએ બતાવ્યું હતું કે, તે કઈ રીતે કૂદીને કરી હતી. વિડીયોમાં ગૌરવ બેડ પર કૂદતો જોવા મળે છે.


આ સિવાય ગૌરવે એક રેસ્ટોરાંમાંથી પત્ની આકાંક્ષા સાથે 'ચીયર્સ' કરતી તસવીર શેર કરીને 2022નું સ્વાગત કર્યું હતું. બીજી એક તસવીરમાં ગૌરવ દૂર ઊભો છે. તેણે આ ફોટો શેર કરતાં લખ્યું, "સારી વસ્તુઓ એટલી દૂર પણ નથી હોતી. એ પણ તમારી તરફ જોઈ રહી હોય છે. મારા વહાલા લોકોને નવા વર્ષની શુભેચ્છા."
View this post on Instagram A post shared by Akanksha Chamola (@akankshagkhanna)


ગૌરવ અને તેની પત્ની આકાંક્ષા ઈન્સ્ટાગ્રામ પર અનેક રીલ શેર કરતાં રહે છે. જેમાંથી કેટલાક રોમેન્ટિક તો કેટલાક રમૂજી હોય છે. નવા વર્ષે ગૌરવ અને આકાંક્ષા આવું જ એક રમૂજી રીલ શેર કર્યું છે. જેમાં ગૌરવ પત્નીની હાજરીમાં કોઈ બીજી છોકરીને જોવાની હિંમત કરે છે પરંતુ પત્નીની નજરથી બચવા કેવી રીતે વાળી લે છે તે જોવું મજેદાર છે. વિડીયોમાં આકાંક્ષાએ લખ્યું, "અહીંથી હમણાં જ પસાર થયેલી છોકરીને મારો પતિ ન જુએ તે સુનિશ્ચિત કર્યું..". વિડીયો સાથે કેપ્શન લખવામાં આવ્યું છે, "આ રીતે શરૂ થયું 2022."


હવે વાત કરીએ, 'અનુપમા' સીરિયલમાં અનુપમાનો રોલ કરતી એક્ટ્રેસ રૂપાલી ગાંગુલીની. રૂપાલીએ નવું વર્ષ પોતાના પતિ અશ્વિન અને દીકરા સાથે ઉજવ્યું છે. રૂપાલીએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં પતિ અને દીકરા સાથેની તસવીર શેર કરીને સૌને શુભકામના પાઠવી છે.
View this post on Instagram A post shared by Rups (@rupaliganguly)


આ સિવાય રૂપાલીએ એક ઈન્સ્ટાગ્રામ રીલ શેર કરીને 2022ના વર્ષ પાસે શું અપેક્ષા છે તે જણાવ્યું છે. વિડીયોમાં રૂપાલી મા વૈષ્ણોદેવીના દર્શન કરવા જતી જોવા મળે છે. ડિસેમ્બર મહિનાના અંતે રૂપાલી વૈષ્ણોદેવી માતાના દરબારમાં પહોંચી હતી. જેનો વિડીયો તેણે આજે શેર કરતાં લખ્યું, "આ વર્ષ આપણી ઘણી અપેક્ષાઓને પાર પાડે. ચાલો 2022માં આપણી સાથે માત્ર ભલમનસાઈ, કરુણા અને દયાને રાખીએ. ઈશ્વર આપણે સૌને સારું સ્વાસ્થ્ય, ખુશીઓ અને સફળતા આપે. જય માતાદી. જય મહાકાલ."

કરિશ્મા તન્નાએ નવા વર્ષે બોયફ્રેન્ડ સાથેની રોમેન્ટિક તસવીરો શેર કરી, ફેબ્રુઆરીમાં કરશે લગ્ન

સીરિયલની વાત કરીએ તો, અનુજ અને અનુપમાની જોડી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. અત્યાર સુધી અનુજ અનુપમાને એક તરફી પ્રેમ કરતો હતો પણ હવે તો અનુપમા પણ તેને પ્રેમ કરે છે. હવે અનુપમા અનુજને પોતાના દિલની વાત કહેવા તૈયાર થઈ ગઈ છે. અનુજ અને અનુપમાની કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ છે ત્યારે રિયલ લાઈફમાં પણ ગૌરવ અને રૂપાલી સારા મિત્રો બની ગયા છે.

Read Next Story