એપશહેર

પોતાના વિશે ફેક ન્યૂઝ છાપનારા પર ગુસ્સે થઈ 'અનુપમા', કહ્યું 'તમને વધુ ખબર છે'

રૂપાલી ગાંગુલીએ થોડા દિવસ પહેલા શેર કરેલી તસવીરમાં બિકિની પહેરી હોવાનું કેટલાકે કહ્યું હતું. જેના પર એક્ટ્રેસ ગુસ્સે થઈ છે.

I am Gujarat 28 Aug 2021, 10:55 am

હાઈલાઈટ્સ:

  • 'રૂપાલી ગાંગુલી બિકિની પહેરીને પૂલમાં ઉતરી' તેવું છાપરનારા પર ગુસ્સે થઈ એક્ટ્રેસ
  • રૂપાલી ગાંગુલીએ ટ્વીટ કરતાં કહ્યું 'મને નથી ખબર કે મારી પાસે બિકિની છે પણ!! કમાલ છે!!'
  • બિઝી શિડ્યૂલમાંથી સમય કાઢીને હાલમાં લોનાવાલાના રિસોર્ટમાં વેકેશન મનાવવા ગઈ હતી રૂપાલી ગાંગુલી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat anupamaa aka rupali ganguly gets angry on people who said she wear bikini in pool
પોતાના વિશે ફેક ન્યૂઝ છાપનારા પર ગુસ્સે થઈ 'અનુપમા', કહ્યું 'તમને વધુ ખબર છે'
'અનુપમા' ફેમ રૂપાલી ગાંગુલી હાલમાં વ્યસ્ત વર્ક શિડ્યૂલમાંથી થોડો સમય કાઢીને પરિવાર સાથે વેકેશન મનાવવા લોનાવાલા ઉપડી ગઈ હતી. તેણે તેના વેકેશનની ઝલક ઈન્સ્ટાગ્રામ પર ફેન્સ સાથે શેર કરી હતી. તેણે એક એવી તસવીર શેર કરી હતી જેમાં તે પૂલમાં દીકરા રુદ્રાંશ સાથે મસ્તી કરતી જોવા મળી રહી છે. આ તસવીર ઈન્ટરનેટ પર વાયરલ થઈ હતી, અને ઘણાએ ધારી લીધું હતું કે એક્ટ્રેસે આ તસવીરમાં બિકિની પહેરી હતી. જો કે, આવું વિચારનારાને રૂપાલી ગાંગુલીએ જવાબ આપ્યો છે અને કહ્યું છે કે તેની પાસે બિકિની છે તેવી તેને પણ જાણ પણ નથી.

એક્ટ્રેસે ખોટા સમાચાર આપનારા વેબ પોર્ટલની ટ્વીટનો જવાબ આપ્યો છે. જેના પર રિપ્લાય કરતાં તેણે સમાચારને ખોટા ગણાવ્યા છે અને લખ્યું છે 'મને નથી ખબર કે મારી પાસે બિકિની છે પણ!! કમાલ છે તમને લોકોને મારા કરતા વધારે ખબર છે #gossip #wrongreporting'.

BB: Divya Agarwalનો કરણ જોહરને 'તમાચો', કહ્યું 'તું પોતાને બોલિવુડનો રાજા સમજે છે?'
View this post on Instagram A post shared by Rups (@rupaliganguly)

થોડા દિવસ પહેલા, દીકરા રુદ્રાંશના બર્થ ડે રૂપાલી ગાંગુલીએ તેના સાથેની સુંદર તસવીર શેર કરતા હતા. આ હેપ્પી ક્લિકની સાથે તેણે લખ્યું હતું 'હેપ્પી બર્થ ડે મારા સનશાઈન. માતા તરીકે મને પસંદ કરવા બદલ આભાર. થૂ થૂ થૂ'. રુદ્રાંશને બર્થ ડે પર મમ્મીના ફ્રેન્ડ્સ તેમજ ફેન્સ પર ખૂબ શુભેચ્છાઓ મળી હતી.

એક્ટર ગૌરવ દીક્ષિતની NCBએ કરી ધરપકડ, ઘરમાંથી મળ્યા હતા MD અને ચરસ જેવા નશીલા પદાર્થ
View this post on Instagram A post shared by Rups (@rupaliganguly)

બર્થ ડેના બીજા દિવસે રૂપાલી ગાંગુલીએ ફરી દીકરા સાથેની તસવીર શેર કરી હતી અને બર્થ ડે વિશ કરનારનો આભાર માન્યો હતો. તેણે લખ્યું હતું 'રુદ્રાંશની મમ્મી અને બાપુ તરફથી પ્રેમ અને આશીર્વાદ આપનારા તમામનો આભાર'.

રૂપાલી ગાંગુલીના પ્રોફેશનલ ફ્રંટની વાત કરીએ તો, હાલ તે 'અનુપમા'માં લીડ રોલ ભજવી રહી છે. જેમાં તેના પાત્રને લોકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. એક્ટ્રેસે આશરે સાત વર્ષ બાદ ટીવી ઈન્ડસ્ટ્રીમાં કમબેક કર્યું છે. રૂપાલી ગાંગુલી સારાભાઈ vs સારાભાઈ, પરવરિશ તેમજ સંજીવની જેવા શોમાં કામ કરવા માટે જાણીતી છે.

Read Next Story