એપશહેર

સંક્રમણના ડરથી દીકરાને વ્હાલથી ઊંઘાડી પણ નથી શકતી રુપાલી ગાંગુલી

અનુપમામાં લીડ રોલ પ્લે કરી રહેલી રુપાલી ગાંગુલીનું કહેવું છે કે, શૂટિંગના કારણે તે સેટ પર માસ્ક પહેરી શકતી નથી. પરંતુ, ઘરે ભૂલ્યા વગર માસ્ક પહેરે છે.

TNN 11 Dec 2020, 1:31 pm
સંજીવની અને સારાભાઈ vs સારાભાઈ જેવી સીરિયલોમાં કામ કરી ચૂકેલી ટીવી એક્ટ્રેસ રુપાલી ગાંગુલી હાલ 'અનુપમા'માં લીડ રોલ પ્લે કરી રહી છે. લીડ રોલ મેળવીને તે ઘણી ખુશ છે બીજી તરફ કોરોના કાળમાં કામ કરવાને લઈને થોડી શંકાશીલ પણ છે. આ જ કારણે તેણે પરિવારથી સુરક્ષિત અંતર રાખવાનું પસંદ કર્યું છે.
I am Gujarat anupamaa aka rupali ganguly on working in the covid 19 situation
સંક્રમણના ડરથી દીકરાને વ્હાલથી ઊંઘાડી પણ નથી શકતી રુપાલી ગાંગુલી


આ વિશે વાત કરતાં રુપાલીએ જણાવ્યું કે, 'સ્થિતિ હવે થોડી સારી થઈ ગઈ છે અને કોરોનાની સાથે આપણે સામાન્ય જીવન જીવતા શીખી ગયા છીએ. પરંતુ હું હજુ પણ મારા દીકરા સાથે ઊંઘતી નથી. હું અલગ રૂમમાં ઊંઘુ છું. તે તેના પિતા સાથે સૂવે છે. જે રૂમમાં હું ઊંઘુ છું તે રૂમને હું કામ પર જાઉં એટલે તરત જ સેનિટાઈઝ કરવામાં આવે છે. હું રોજ ચેક-અપ કરવાતી હોવાથી મારા દીકરાને ભેટી શકું છું. પરિવારના બાકીના સભ્યો સાથે અંતર જાળવીને સમય પસાર કરું છું. એક મારી મમ્મી મને મળવા આવી અને મારે તેને મળવું જોઈએ કે ન મળવું જોઈએ તે બાબતે મને શંકા હતી. તેથી હું માત્ર તેમને પગે લાગી અને ડિસ્ટન્સ જાળવ્યું'.

'કરવા ચોથના દિવસે મારા સાસુ ઘરે આવ્યા હતા. તેમને પગે લાગ્યા બાદ મેં તેમના પગ પણ સેનિટાઈઝ કર્યા હતા. હું વાયરસથી સંક્રમિત છું એવું નથી પરંતુ હું મારા પરિવારને સુરક્ષિત રાખવા માગુ છું. અમે ઘણીવાર ઘરે સાથે ફોટો પણ લઈએ છીએ અને એ પણ માસ્ક વગર. શૂટિંગ હોવાથી હું સેટ પર માસ્ક પહેરી શકતી નથી પરંતુ હું ઘરે જરૂરથી પહેરું છું. મારું માનવું છે કે, પાછળથી પસ્તાવું તેના કરતાં અત્યારે જ સાવચેતી રાખવી વધું સારી', તેમ રુપાલીએ કહ્યું.

રુપાલી ગાંગુલીએ આમ તો ઘણા શોમાં કામ કર્યું છે. પરંતુ 'અનુપમા'ના કેરેક્ટરે તેને અલગ ઓળખ અપાવી છે. રુપાલી ગાંગુલી આ ભૂમિકા બરાબર રીતે નિભાવી રહી છે અને દર્શકો તરફથી વાહવાહી પણ મેળવી રહી છે. આ સીરિયલ લોકડાઉન બાદ લોન્ચ થઈ હતી અને ટીઆરપી ચાર્ટમાં સતત ટોપ કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો