એપશહેર

'અનુપમા'ની 'નંદિની'એ પરિવાર સાથે મનાવ્યો બર્થ ડે, ગરીબ બાળકોને બર્ગર ખવડાવી ખુશ કર્યા

અનુપમાની એક્ટ્રેસ અનઘો ભોસલેનો 26મી જાન્યુઆરીએ બર્થ ડે હતો. એક્ટ્રેસે ઘરે જ સેલિબ્રેશન કર્યું હતું.

I am Gujarat 27 Jan 2022, 2:45 pm

હાઈલાઈટ્સ:

  • બર્થ ડે પર અનુપમા ફેમ અનઘા ભોસલેએ ગરીબ બાળકોને ખવડાવ્યું બર્ગર
  • 'અનુપમા' સીરિયલમાં 'નંદિની'ના પાત્રમાં જોવા મળી રહી છે અનઘા ભોસલે
  • મદાલસા શર્માએ બર્થ ડે પર વિશ કરતા અનઘા ભોસલેને કહી 'સ્વીટહાર્ટ'
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat anupamaa fame anagha bhosale aka nandini celebrated her birthday distributed food to kids
'અનુપમા'ની 'નંદિની'એ પરિવાર સાથે મનાવ્યો બર્થ ડે, ગરીબ બાળકોને બર્ગર ખવડાવી ખુશ કર્યા
સીરિયલ 'અનુપમા' માત્ર દર્શકોના દિલ પર જ નહીં પરંતુ ટીઆરપી ચાર્ટમાં પર રાજ કરી રહી છે. બુધવારે (26મી જાન્યુઆરી) સીરિયલમાં 'નંદિની'નું પાત્ર ભજવી રહેલી અનઘા ભોસલેનો બર્થ ડે હતો. જેનું સેલિબ્રેશન તેણે પરિવારના સભ્યો સાથે કર્યું હતું. બર્થ ડે પર તેણે ગરીબ બાળકોને જમાડીને ખુશ કરી દીધા હતા. અનઘા ભોસલે જન્મદિવસ કેવી રીતે પસાર થયો તેની ઝલક ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક વીડિયો દ્વારા દેખાડી છે.
View this post on Instagram A post shared by अनघा अरविंद भोसले (@anagha_bhosale)

મંદિરમાં સાદગીથી થયા 'વિરાટ'ની બહેનના લગ્ન, પત્ની 'પાખી' સાથે મળી જીજુને કર્યા પરેશાન
અનઘા ભોસલેએ જે વીડિયો શેર કર્યો છે, તેમા તે ગરીબ બાળકોને જાણીતી ફાસ્ટ ફૂડ કંપનીનું મીલ આપતી, મમ્મી-પપ્પા સાથે કેક કટ કરતી, હાથમાં કેક લઈને વિશ માગતી અને મિત્રો સાથે પાર્ટી કરતી જોઈ શકાય છે. આ વીડિયોમાં એક ગરીબ મહિલા તેના માથા પર હાથ મૂકી આશીર્વાદ પણ આપી રહ્યા છે. આ સાથે તેણે લખ્યું છે 'પ્રેમાળ શુભેચ્છાઓ અને પ્રેમથી મારા બર્થ ડેને ખાસ બનાવવા માટે આપ તમામનો ખૂબ-ખૂબ આભાર'.

View this post on Instagram A post shared by Madalsa M Chakraborty (@madalsasharma)

અનઘા ભોસલે અને કાવ્યાનું પાત્ર ભજવી રહેલી મદાલસા શર્મા BFF છે. ત્યારે તેના બર્થ ડે પર મદાલસાએ તેની સાથેની કેટલીક તસવીરો શેર કરીને વિશ કર્યું હતું. તેણે લખ્યું હતું 'મારી સ્વીટહાર્ટ, મારી બેસ્ટી મારી ક્યૂટીપાઈને હેપ્પી બર્થ ડે. પાગલપંતીથી લઈને આપણો સંવાદ...તારી સાથે પસાર કરેલી દરેક ક્ષણની ઉજાણી કરીશ. સાથે ઘણી બધી યાદો ભેગી કરવા તરફ જોઈ રહી છું. લવ યુ'.

દીકરી ઐશ્વર્યા-ધનુષને ફરી એક કરવામાં લાગ્યા રજનીકાંત, અગાઉ પણ કરાવી ચૂક્યા છે સમજૂતી
View this post on Instagram A post shared by Sudhanshu Pandey (@sudanshu_pandey)

સુધાંશુ પાંડે (વનરાજ) રિયલ લાઈફમાં બે દીકરાનો પિતા છે ત્યારે તે અનઘા ભોસલેને દીકરી માને છે અને તેને ખૂબ પ્રેમ કરે છે. અનઘાને વિશ કરતાં તેણે લખ્યું હતું કે 'છોકરી જે મને હસાવે છે અને મારા દિવસને બ્રાઈટ બનાવે છે. છોકરી જે મારી દીકરી છે, તે મારા ખાલીપાને ભરી દે છે. મારું શ્રેષ્ઠ બાળક. મારી નાનકડી દીકરીને જન્મદિવસની ખૂબ શુભેચ્છા. તું ખાસ દિવસે જન્મી છે. તમે હંમેશા દુનિયાભરનો પ્રેમ અને ખુશી મળે'.

View this post on Instagram A post shared by PARAS BHUSHAN KALNAWAT (@paras_kalnawat)

ઓન-સ્ક્રીન અનઘા ભોસલેના પ્રેમી સમરનું પાત્ર ભજવી રહેલા પારસ કલનાવતે પણ સુંદર તસવીરો શેર કરી હતી. આ સાથે તેણે લખ્યું હતું 'હેપ્પી બર્થ ડે. સોશિયલ મીડિયા માટે મોટી-મોટી વાતો શું લખવાની! બાકી શુભેચ્છાઓ પર્સનલી આપીશ'.

Read Next Story