એપશહેર

નિધિ શાહના આખા પરિવારને થયો હતો કોરોના, એક્ટ્રેસને કરવો પડ્યો મુશ્કેલીઓનો સામનો

પહેલા નિધિ શાહ, બાદમાં તેના પિતા અને હાલમાં જ તેની માતાને કોરોના થયો હતો. તેઓ ત્રણેય ધીમે-ધીમે રિકવર થઈ રહ્યા છે.

TIMESOFINDIA.COM 17 May 2021, 8:36 am

હાઈલાઈટ્સ:

  • નિધિ શાહ અને તેનો પરિવાર કોરોનાનો શિકાર બન્યા હતા
  • નિધિ શાહના પરિવારના સભ્યો રિકવર થઈ રહ્યા છે
  • નિધિ શાહ ખૂબ જ જલ્દી શૂટિંગ શરુ કરશે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat anupamaa fame nidhi shah has opened up about her familys tough fight with covid 19
નિધિ શાહના આખા પરિવારને થયો હતો કોરોના, એક્ટ્રેસને કરવો પડ્યો મુશ્કેલીઓનો સામનો
સીરિયલ 'અનુપમા'માં કિંજલનું પાત્ર ભજવી રહેલી એક્ટ્રેસ નિધિ શાહે પોતાની લેટેસ્ટ સોશિયલ મીડિયા પોસ્ટમાં કોરોના મહામારીના કારણે થયેલી પરેશાનીઓ વિશે ખુલાસો કર્યો છે. એક્ટ્રેસે હાલમાં જ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક નોટ શેર કરી છે, જેમાં તેણે જણાવ્યું છે કે માત્ર તે જ નહીં પરંતુ તેનો પરિવાર પણ કોરોનાથી સંક્રમિત થયો હતો. બાદમાં તેમણે ખૂબ જ પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. જો કે, હવે તેના પરિવારના સભ્યો રિકવર થઈ રહ્યા છે. આ સિવાય તે ખૂબ જ જલ્દી શૂટિંગ શરુ કરશે તેવી આશા પણ વ્યક્ત કરી છે.
View this post on Instagram A post shared by Nidhi Shah (@nidz_20)

નિધિએ ઈન્સ્ટાગ્રામ પોસ્ટમાં લખ્યું છે કે, 'તો બાબતો મારા માટે હંમેશા સરળ રહી નથી. કોરોનાએ છેલ્લા એક મહિનામાં મારા આખા પરિવારને સકંજામાં લઈ લીધો, જેની શરુઆત મારાથી થઈ, બાદમાં મારા પિતા અને તાજેતરમાં મારી માતા. વાયરસે અમને બંનેને શારીરિક અને માનસિક એમ બંને રીતે અસર કરી હોવા છતાં, તે વાતની ખુશી છે કે અમે ખતરામાંથી બહાર નીકળી ગયા છીએ અને રિકવર થઈ રહ્યા છીએ. આભાર તે તમામનો જેમણે મને સપોર્ટ આપ્યો. આશા છે કે ખૂબ જ જલ્દી મને જે ગમે છે તે માટે પરત ફરીશ'. ઉલ્લેખનીય છે કે, કોરોનાથી સંક્રમિત થયા બાદ નિધિ શાહ અનુપમા સીરિયલમાંથી થોડા સમય માટે ગાયબ જોવા મળી હતી. બાદમાં તેણે સાજા થયા બાદ શૂટિંગ શરુ કર્યું હતું અને છેલ્લા 3-4 એપિસોડથી ફરીથી તે જોવા મળી રહી નથી. પોતાની માતાને કોરોના થયો હોવાથી સાવચેતીના ભાગરુપે તે શૂટિંગ ન કરી રહી હોય તેમ લાગી રહ્યું છે.

સીરિયલ 'છોટી સરદારની' ફેમ અભિલાષા જાખડે આપ્યો દીકરાને જન્મ, લગ્નના 4 વર્ષ બાદ મા બની
View this post on Instagram A post shared by Nidhi Shah (@nidz_20)

અગાઉ શેર કરેલી પોસ્ટમાં, આ કપરા સમયમાં દરેકને પોતાનું તેમજ પરિવારના સભ્યોનું ધ્યાન રાખવાની સલાહ આપી હતી. પોતાની સ્ટનિંગ સનકિસ્ડ તસવીર શેર કરીને નિધિ શાહે લખ્યું હતું કે, 'આ મહિનો કપરો રહ્યો, આપણે ખુશી ફેલાવવાનું કામ કરી શકીએ છીએ. આ સમયમાં તમારી આસપાસના લોકો પર ભાર ન મૂકવો મહત્વપૂર્ણ છે. તમારી પોતાની કાળજી અને દેખરેખ એટલી જ મહત્વની છે. તેથી, સારો ખોરાક લો, આરામ કરો, તમારા મનપસંદ સોન્ગ સાંભળો, જે ક્ષણ છે તેમાં જીવો. તમારી જાતને થોડો સમય આપો'.

છૂટાછેડા પછી ‘અનુપમા’નું બદલાઈ જશે રુપ, હવે કરશે નવા સફરની શરૂઆત
વર્ક ફ્રંટની વાત કરીએ તો, નિધિ શાહે કરિયરની શરુઆત બોલિવુડ ફિલ્મથી કરી હતી અને બાદમાં તેણે ટેલિવિઝિનની દુનિયામાં પગ મૂક્યો હતો. તે જાના ના ઈસ દિલ સે દૂર, તુ આશિકી, કવચ જેવા પોપ્યુલર શોમાં કામ કરી ચૂકી છે. હાલ, તે અનુપમા સીરિયલમાં મહત્વના પાત્રમાં જોવા મળી રહી છે. આ સીરિયલ ટીઆરપી ચાર્ટમાં સારું કરી રહી છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો