એપશહેર

Anupamaaના 'સમર' Sagar Parekhએ ઓનસ્ક્રીન મમ્મી Rupali Gangulyને આપ્યું હતું વચન, પૂરું થતાં ખુશ

'અનુપમા'ના (Anupamaa) દર્શકોએ 'સમર' તરીકે સાગર પારેખને (Sagar Parekh) સ્વીકારી લીધો છે. પરંતુ આ પાત્ર ભજવવા અને કોઈ નિરાશ ન થાય તે માટે એક્ટરને તનતોડ મહેનત કરી છે. શરૂઆતના દિવસોમાં ઘણી રાતો એવી હતી જે તેણે પ્રેશરમાં ઉંઘ્યા વગર પસાર કરી હતી. આ વાતનો ખુલાસો હાલમાં જ તેણે ઈન્ટરવ્યૂમાં કર્યો હતો.

Authored byTanvi Trivedi | Edited byમિત્તલ ઘડિયા | TNN 3 Nov 2022, 10:45 am

હાઈલાઈટ્સ:

  • સમરના પાત્રને સમજવા માટે મેં 'અનુપમા'ના શરૂઆતના કેટલાક એપિસોડ જોયા હતા: સાગર પારેખ
  • શૂટિંગ શરૂ કર્યું ત્યારે કોઈને પણ નિરાશ નહીં કરું તેમ મેં રુપાલી ગાંગુલીને કહ્યું હતુંઃ સાગર પારેખ
  • સાગર પારેખે હાલમાં જ 'અનુપમા'ના સેટ પર ઉજવ્યો હતો બર્થ ડે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat anupamaa sagar parekh
સાગર પારેખે 'અનુપમા' સીરિયલના શૂટિંગના શરૂઆતના દિવસોને યાદ કર્યા (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ પરથી સાભાર)
જુલાઈમાં પોપ્યુલર સીરિયલ 'અનુપમા'માંથી (Anupamaa) પારસ કલનાવતની એક્ઝિટ થયા બાદ સાગર પારેખે (Sagar Parekh) તેને રિપ્લેસ કર્યો હતો. બે વર્ષ સુધી 'સમર'ના પાત્રમાં જોવા મળેલો પારસ દર્શકોનો ફેવરિટ બની ગયો હતો અને તેથી મેકર્સે જ્યારે રાતોરાત તેને બહાર કર્યો ત્યારે તેઓ નારાજ થઈ ગયા હતા. ઓગસ્ટમાં સાગર પારેખની એન્ટ્રી થઈ ત્યારે પણ દર્શકો રોષે ભરાયા હતા. જો કે, ધીમે-ધીમે તેણે તેમના દિલમાં જગ્યા બનાવી લીધી છે. હાલમાં અમારા સહયોગી ઈટાઈમ્સ સાથે વાતચીત કરતાં રોલ માટે તૈયારી કરવા કેટલીય રાતો ઉંઘ્યા વગર પસાર કરી હોવા અંગે વાત કરી હતી. 'હું હંમેશાથી શરૂઆતથી જ શોનો ભાગ રહ્યો છું અને ક્યારેય પણ કોઈને રિપ્લેસ નથી કર્યો. તેથી, જ્યારે મને 'સમર'ના રોલની ઓફર મળી ત્યારે તે મારા માટે મોટો ટાસ્ક હતો. શૂટિંગ શરૂ કર્યા બાદ મને યાદ છે કે ઘણી રાત મેં ઉંઘ્યા વગર પસાર કરી હતી', તેમ એક્ટરે જણાવ્યું હતું.
ત્રણ વર્ષ બાદ સ્વદેશ આવેલી પ્રિયંકાને યાદ આવ્યું ભારતીય ભોજન, કચ્છની પ્રખ્યાત દાબેલી ખાધી

'સમર'નું પાત્ર ભજવવા સાગર પારેખે કરી આકરી મહેનત
View this post on Instagram A post shared by Sagar Parekh (@sagarparekh0111)

સાગર પારેખે ઉમેર્યું હતું કે 'હું મારું શ્રેષ્ઠ આપું તેની ખાતરી કરવા માગતો હતો કારણ કે શો દર્શકો સાથે સંકળાયેલો છે અને હું તેમને હું સમરનું પાત્ર ભજવતો જોઈને નિરાશ કરવા નહોતો માગતો. મને ખુશી છે કે, દર્શકોએ મને સ્વીકાર્યો અને સમરના પાત્રમાં પસંદ કર્યો. સમરના પાત્રને સમજવા અને તે પરિવારમાં કેમ આટલો પ્રિય છે તે સમજવા માટે મેં અનુપમાના કેટલાક એપિસોડ જોયા હતા. મને યાદ છે કે, જ્યારે મેં શૂટિંગ શરૂ કર્યું ત્યારે કોઈને નિરાશ નહીં કરું તેમ રુપાલી મેમને કહ્યું હતું. તેમણે મારા પર અદ્દભુત વિશ્વાસ દાખવ્યો હતો અને મારા કામને સપોર્ટ આપ્યો હતો. આખી ટીમ સપોર્ટિવ છે'.

પોપ્યુલર બોલિવુડ એક્ટ્રેસે કર્યા લગ્ન? નાગા ચૈતન્ય સાથે અફેર ચાલી રહ્યું હોવાની હતી ચર્ચા

લોકોએ કામના વખાણ કરતાં સાગર પારેખ ખુશ
સીરિયલમાં પોતાના કામના વખાણ થઈ રહ્યા હોવાની સાગર પારેખને ખુશી છે. તેણે કહ્યું હતું 'લોકો મને પસંદ કરે છે અને તેમના હૃદયમાં જગ્યા બનાવવામાં સફળ રહ્યો તેની મને ખુશી છે. તેનો શ્રેય ટીમ અને મારા હાર્ડ વર્કને જાય છે. સમરનું પાત્ર ભજવવા મેં ઘણી મહેનત કરી છે'.

સેટ પર સેલિબ્રેટ કર્યો બર્થ ડે
એક દિવસ પહેલા જ સાગર પારેખે સેટ પર તેનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. એક્ટરને કામ કરવું ગમે છે અને બર્થ ડેના દિવસે પણ તે કામ કરી રહ્યો હોવાની તેને સૌથી વધુ ખુશી હતી. તેણે જણાવ્યું હતું કે 'સેટ પર મોટી કેક સાથે મારો બર્થ ડે સેલિબ્રેટ કરું તેની ખાતરી પ્રોડક્શન હાઉસે કરી હતી. હું મારા પરિવારને ન મળી શક્યો તેની મને ફરિયાદ નથી કારણ કે કામ વધારે મહત્વનું છે'.

Read Latest Entertainment News And Gujarati News
લેખક વિશે
Tanvi Trivedi
It is important to enjoy what you do and I feel writing is a beautiful way of expression. India thrives on Bollywood and Entertainment and Tanvi likes to write on - TV, Music and Films. She also contributes to topical trends, lifestyle and relationship stories. And when she is not on the Entertainment beat, she loves to spend time meeting different people, travel, watching plays, films and reading autobiographies.... વધુ વાંચો

Read Next Story