એપશહેર

રિયલ લાઈફમાં 'નંદિની'ને દીકરી માને છે 'વનરાજ', તેને ક્યૂટ અને સમજદાર કહી

અનુપમા ફેન સુધાંશુ પાંડે અને અનઘા ભોસલે ઘણીવાર એકબીજા સાથેની તસવીરો શેર કરતા રહે છે. સુધાંશુ પાંડેએ હવે અનઘા ભોસલે સાથેના બોન્ડિંગ વિશે વાત કરે છે.

I am Gujarat 7 Sep 2021, 3:19 pm

હાઈલાઈટ્સ:

  • સીરિયલ 'અનુપમા' ફેમ સુધાંશુ પાંડેએ અનઘા ભોસલે સાથેના બોન્ડિંગ વિશે કરી વાત
  • સીરિયલમાં સુધાંશુ પાંડેના નાના દીકરા 'સમર'ની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવી રહી છે અનઘા ભોસલે
  • અનઘા ભોસલે સાથે વાત કરું ત્યારે લાગે છે કે મારે પણ એક દીકરી હોવી જોઈતી હતીઃ સુધાંશુ પાંડે
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat anupamaa fame sudhanshu pandey speaks about his bonding with angha bhosale
રિયલ લાઈફમાં 'નંદિની'ને દીકરી માને છે 'વનરાજ', તેને ક્યૂટ અને સમજદાર કહી
એક્ટર સુધાંશુ પાંડે હાલ સીરિયલ 'અનુપમા'માં વનરાજ શાહનું પાત્ર ભજવી રહ્યો છે. સુધાંશુ પાડેએ આમ તો ઘણું કામ કર્યું છે પરંતુ 'અનુપમા'ના કારણે તે ઘર-ઘરમાં જાણીતો થયો છે. હાલમાં એક વેબ પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં સુધાંશુ પાંડેએ અનઘા ભોસલે સાથેના બોન્ડિંગ વિશે વાત કરી હતી. અનઘા ભોસલે 'વનરાજ'ના નાના દીકરા 'સમર'ની ગર્લફ્રેન્ડનું પાત્ર ભજવી રહી છે અને ટૂંક સમયમાં બંનેના લગ્ન પણ થવાના છે.
સુધાંશુ પાંડે અને અનઘા ભોસલે અવારનવાર તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર એકબીજા સાથેની તસવીરો અને Reel શેર કરતાં રહે છે. ત્યારે અનઘા સાથેના બોન્ડિંગ અંગે સુધાંશુ પાંડેએ કહ્યું 'હું તેને દીકરીની જેમ રાખુ છું. જ્યારે પણ હું તેને જોઉ છું અને તેની સાથે વાતો કરું છું ત્યારે મને થાય છે કે, મારે પણ એક દીકરી હોત, કારણ કે મારે બે દીકરા છે. પરંતુ અનઘા ભોસલે મારા માટે તે જગ્યા ભરી દે છે. અનઘા ક્યૂટ છે, તેની સાથે રિલ્સ બનાવવામાં, તસવીરો ક્લિક કરવામાં અને તેની સાથે ગેમ રમવામાં મને મજા આવે છે'.

પિતા બનવા માગતો હતો સિદ્ધાર્થ શુક્લા, ગૌહર-હિના સમક્ષ વ્યક્ત કરી હતી ઈચ્છા
View this post on Instagram A post shared by Sudhanshu Pandey (@sudanshu_pandey)

સુધાંશુ પાંડે બે દિવસ પહેલા જ અનઘા ભોસલે સાથેની સુંદર તસવીર શેર કરી હતી. તેની સાથે એક્ટરે લખ્યું હતું કે, 'સેટ પર મારું ફેવરિટ બાળક કે જે મારી દીકરી હોવાની ઈચ્છાને પૂરી કરે છે. તે હંમેશા મને હસાવતી રહે છે. ભગવાનના આશીર્વાદ હંમેશા તારા પર વરસતા રહે'.

સિદ્ધાર્થ શુક્લાના નિધન પર સંભાવના શેઠે બનાવ્યો Vlog, ઉહાપોહ થતાં કરી સ્પષ્ટતા
'અનુપમા'ની વાત કરીએ તો હાલમાં જ તેમાં ગૌરવ ખન્નાની એન્ટ્રી થઈ છે અને તે અનુજ કપાડિયાનું પાત્ર ભજવી રહ્યો છે. અનુજ કપાડિયા અનુપમાનો કોલેજનો ફ્રેન્ડ અને ક્રશ હતો, તો તે પણ અનુપમાને પસંદ કરતો હતો અને અનુપમાના કારણે જ હજી સુધી તેણે લગ્ન કર્યા નથી. અનુપમા અને અનુજ કપાડિયા સારા મિત્રો હોવાની જાણ થતાં જ કાવ્યા, વનરાજને તેની સાથે સારા સંબંધો રાખવા અને લાભ ઉઠાવવા કહે છે. અનુપમાના ઘરે જન્માષ્ટમીની ઉજવણી થવાની છે તેમાં પણ અનુજ આવવાનો છે. આ દરમિયાન તેને અને અનુપમાને રાસ રમતા જોઈને વનરાજ ઈર્ષ્યાથી બળવાનો છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો