એપશહેર

લોકોના દિલમાં કેમ રાજ કરી રહી છે 'અનુપમા'? 'અનુજ કપાડિયા' પાસે છે તેનો જવાબ

ગૌરવ ખન્નાની હાલમાં જ 'અનુપમા'માં એન્ટ્રી થઈ છે. એક્ટરે હાલમાં શોની સફળતા પાછળના કેટલાક કારણો જણાવ્યા છે.

I am Gujarat 10 Sep 2021, 2:30 pm

હાઈલાઈટ્સ:

  • છેલ્લા કેટલાય મહિનાઓથી ટીઆરપી ચાર્ટ પર રાજ કરી રહી છે 'અનુપમા' સીરિયલ
  • 'અનુપમા' સીરિયલ લોકોને કેમ આટલી ગમી રહી છે તેના કારણો ગૌરવ ખન્નાએ જણાવ્યા
  • 'અનુપમા' સીરિયલમાં હાલમાં જ બિઝનેસ ટાયકૂન 'અનુજ કપાડિયા' તરીકે થઈ છે ગૌરવ ખન્નાની એન્ટ્રી
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat anupamaa gaurav khanaa aka anuj kapadia reveals reason behind shows success
લોકોના દિલમાં કેમ રાજ કરી રહી છે 'અનુપમા'? 'અનુજ કપાડિયા' પાસે છે તેનો જવાબ
રૂપાલી ગાંગુલી, સુધાંશુ પાંડે અને મદાલસા શર્મા સ્ટારર સીરિયલ 'અનુપમા' લોકડાઉન ખુલ્યા બાદ ઓન-એર થઈ હતી. 'અનુપમા'ની સાથે અને બાદમાં ઘણા શો અલગ-અલગ ચેનલ પર શરૂ થયા હતા અને સાવ ઓછા સમયમાં બંધ પણ થઈ ગયા. જો કે, 'અનુપમા'એ લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી. વર્ષોથી લોકોને મનોરંજન પૂરું પાડતી કેટલીય સીરિયલોને 'અનુપમા'એ પાછળ છોડી દીધી અને જબરદસ્ત ટીઆરપી મેળવી. છેલ્લા કેટલાય મહિનાઓથી 'અનુપમા' જ ટીઆરપીમાં ટોપ પર છે. રૂપાલી ગાંગુલી સીરિયલમાં લીડ રોલ ભજવી રહી છે અને લોકોને તે પસંદ પણ આવી રહી છે.
'અનુજ'ની રિયલ લાઈફ પત્નીને પસંદ છે 'અનુપમા', બંનેની કેમેસ્ટ્રી વિશે આપી પ્રતિક્રિયા
'અનુપમા' સીરિયલ મોટાભાગની સ્ત્રીઓ જોતી જ હશે. શોમાં એવુ તો શું છે કે દરેકને ગમી રહ્યો છે તે અંગે ગૌરવ ખન્નાએ જણાવ્યું છે. જેની એન્ટ્રી 'અનુપમા'માં હાલમાં જ થઈ છે અને તે 'અનુજ કપાડિયા'નું પાત્ર ભજવી રહ્યો છે. અનુજ કપાડિયા એ અનુપમાને કોલેજ ફ્રેન્ડ છે અને તે તેને પસંદ પણ કરે છે.

હાલમાં આપેલા એક ઈન્ટરવ્યૂમાં ગૌરવ ખન્નાએ સીરિયલની સફળતા પાછળનું કારણ જણાવતા કહ્યું કે, તેના પાત્રો રિયલ અને સંબંધિત છે. બાદમાં સ્ટોરી કે જેમાં ઘણા બધા રસપ્રદ ટ્વિસ્ટ અને ટર્ન્સ છે, જેમા ઘણા બધા લેયર છે, જે દરેક વયજૂથની વ્યક્તિને એક મેસેજ આપે છે. તેણે તે વાતની કબૂલાત પણ કરી કે, તે નિયમિત શો જોતો નથી. પરંતુ તેના પોતાના ઘરમાં શોના ઘણા ફેન છે, જેમાં તેના માતા અને પત્નીનો સમાવેશ થાય છે. ગૌરવ ખન્નાએ તેમ પણ કહ્યું કે, તેના માતા 'અનુપમા'માં આગળના સમયમાં શું થશે તેનું અનુમાન લગાવતા રહે છે.

શહીર શેખે ભૂલથી ખોલ્યું અંકિતા લોખંડેના લગ્નનું રહસ્ય, સાંભળીને બદલાઈ ગયા એક્ટ્રેસના હાવભાવ
એક પોર્ટલને આપેલા ઈન્ટરવ્યૂમાં, ગૌરવ ખન્નાની પત્ની આકાંક્ષાએ જણાવ્યું હતું કે, તેને શોમાં ગૌરવ અને રૂપાલીને સાથે જોવા ગમે છે તેમજ જ્યારે તેઓ સ્ક્રિન પર સાથે દેખાઈ છે ત્યારે ફ્રેમ સારી લાગે છે. તેણે તેવો પણ ખુલાસો કર્યો કે, તે રૂપાલી ગાંગુલીની મોટી ફેન છે અને જ્યારે તે અનુપમાના પાત્રને જુએ છે ત્યારે ઈંગ્લિશ વિંગ્લિશના શ્રીદેવીની યાદ આવી જાય છે.

Read Next Story