એપશહેર

'કાવ્યા'એ અચાનક કેમ છોડી દીધું 'વનરાજ શાહ'નું ઘર? એક્ટ્રેસે કારણનો કર્યો ખુલાસો

અનુપમા સીરિયલમાં આગામી સમયમાં વધુ એક ટ્વિસ્ટ જોવા મળશે. હાલ, કાવ્યા વનરાજ શાહનું ઘર છોડીને જતી રહી છે.

I am Gujarat 12 Jan 2022, 11:53 am

હાઈલાઈટ્સ:

  • શાહ પરિવારમાં કોઈને જાણ કર્યા વગર ઘર છોડીને જતી રહી 'કાવ્યા'
  • કાવ્યા ઘર છોડીને જતા રહેતા ચિંતા કરવાના બદલે વનરાજે લીધો રાહતનો શ્વાસ
  • શાહ હાઉસ છોડીને જવા પાછળના કારણ વિશે મદાલસા શર્માએ ખુલાસો કર્યો
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat anupamaa madalsa sharma aka kavya reveals why she left the shah house
'કાવ્યા'એ અચાનક કેમ છોડી દીધું 'વનરાજ શાહ'નું ઘર? એક્ટ્રેસે કારણનો કર્યો ખુલાસો
'અનુપમા' સીરિયલમાં હાલ ઈમોશનલ સ્ટોરી પ્લોટ જોવા મળી રહ્યો છે. મુક્કુ ઉર્ફે માલવિકાના ભૂતકાળ વિશે અનુપમા તેમજ વનરાજ સામે ખુલાસો થયો. માલવિકા તેના ભૂતકાળને ભૂલાવી આગળ વધે તે માટે અનુપમા તેને પૂરતી મદદ કરી રહ્યો છે તો અનુજ તેનો કૃતજ્ઞ છે.
આખરે 'ઈમલી' સીરિયલને મળી ગયો નવો 'આદિત્ય', ગાશ્મીર મહાજનીને કરશે રિપ્લેસ!
અનુપમાના ગત એપિસોડમાં જોયું કે, કાવ્યા શાહ હાઉસ છોડીને જતી રહી છે. જતા પહેલા તેણે તેના પતિ વનરાજ માટે એક વોઈસ નોટ પણ લખી છે. જેમાં તે કહી રહી છે કે 'હેપ્પી ન્યૂ યર વી, તને પર્સનલી વિશ કરવા માગતી હતી પરંતુ વી ગયું વર્ષ આપણા માટે રોલર કોસ્ટર રાઈડ રહ્યું. મને ખબર છે કે મેં ઘણી ભૂલો કરી છે. પરંતુ મેં તેને સુધારવાનો પ્રયાસ પણ કર્યો. તારા માટે વી. કારણ કે, આઈ લવ યુ. પરંતુ તે માત્ર મારી ભૂલો જ જોઈ. મારો પ્રેમ નહીં. કંઈ નહીં, નવા વર્ષમાં નવી શરૂઆત કરવા માગુ છું. ગૂંચવાયેલા જીવનનો ઉકેલ લાવવા માગુ છુ. તેથી, જ થોડા સમય માટે તારા અને બાકીના લોકોથી દૂર જઈ રહી છે'. તો વનરાજ પણ ચિંતિત થવાના બદલે રાહત અનુભવે છે.

મમ્મીને બ્રેન સ્ટ્રોક આવતા પરેશાન થઈ માહી વિજ, હોસ્પિટલથી ઘરે આવતા લીધો હાશકારો
કાવ્યા અચાનક ક્યાં જતી રહી તેવો સવાલ સૌને થઈ રહ્યો છે. કાવ્યાનું પાત્ર ભજવનારી મદાલસા શર્માએ આ પાછળનું કારણ જણાવ્યું છે. બોલિવુડ લાઈફ સાથેની વાતચીતમાં એક્ટ્રેસે કહ્યું 'હા મેં શાહ હાઉસ છોડી દીધું છે. શોમાં અપકમિંગ એપિસોડમાં મોટો ટ્વિસ્ટ આવવાનો છે. ફેન્સ અનપેક્ષિતની અપેક્ષા કરી શકે છે'.

મદાલસા શર્માની વાતો પરથી તેમ લાગી રહ્યું છે કે, તેના પાત્ર કાવ્યાની એન્ટ્રી અનુપમામાં ત્યારે થશે જ્યારે વનરાજ અનુજ કપાડિયાનો બિઝનેસ હડપી લેવાની ફિરાકમાં હશે. વનરાજને તેના જીવનમાં પોતાનું મહત્વ સમજાવવાના હેતુથી તે ગાયબ થઈ હોય તેમ લાગી રહ્યું છે. હકીકત શું છે તે તો, આગામી સમયમાં જ જાણ થશે

Read Next Story