એપશહેર

અર્ચના પૂરણ સિંહ-પરમીતે ભાગીને કર્યા હતા લગ્ન, રાત્રે આટલા વાગ્યે શોધ્યા હતા પંડિતજી

અર્ચના પૂરણ સિંહ અને પરમીત સેઠી બોલિવુડનું જાણીતું કપલ છે. ધ કપિલ શર્માના શોમાં આજે આ કપલ મહેમાન બનીને આવવાનું છે. જેમાં બંને પોતાના લગ્નજીવન વિશે કેટલીક વાતો કરતા જોવા મળશે

TIMESOFINDIA.COM 8 Aug 2020, 2:49 pm
ત્રણ મહિનાના લાંબા બ્રેક બાદ કપિલ શર્માનો શો 'ધ કપિલ શર્મા શો' ફરીથી દર્શકોને પેટ પકડીને હસાવી રહ્યો છે. કપિલના શોમાં શનિવારે એટલે કે આજે શોના કલાકારો પોતાના લાઈફ પાર્ટનર સાથે મહેમાન બનીને આવવાના છે. એટલે કે, અર્ચના પૂરણ સિંહ તેના પતિ પરમીત સેઠી, કૃષ્ણા અભિષેક (સપના) તેની પત્ની કાશ્મીરા શાહ અને કિકુ શારદા (બચ્ચા યાદવ) તેની પત્ની પ્રિયંકા શારદા સાથે આવશે.
I am Gujarat ARCHANA POORAN SINGH WITH HUSBAND


જેમાંથી અર્ચના અને પરમીતની વાત કરીએ તો તેમના લગ્નજીવનને 28 વર્ષ પૂરા થયા છે. કપિલ શર્માના શોમાં તેમના સુખી લગ્નજીવન પાછળનું કારણ પણ તમને જાણવા મળશે.

શૂટ દરમિયાન કપિલે પરમીત સેઠીને પૂછ્યું કે, અર્ચના સાથે લગ્ન કરવા માટે તમારે કેટલી મહેનત કરવી પડી હતી? જેના જવાબમાં તેણે કહ્યું કે, 'અર્ચનાએ લગ્ન માટે મારા પર દબાણ કર્યું હતું. તેણે એવી સ્થિતિ બનાવી દીધી હતી કે મારી પાસે તેની સાથે લગ્ન કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો'. જેના પર તરત જ જવાબ આપતા અર્ચનાએ કહ્યું કે, 'પરમીત ખોટુ બોલી રહ્યો છે. તેણે મને પ્રપોઝ કર્યું હતું. અમે લગ્ન કરવા માટે ઘરેથી ભાગી ગયા હતા. અમે એકબીજાથી નહોતા ભાગ્યા પરંતુ એકબીજાની સાથે ભાગ્યા હતા'.

જે બાદ પરમીતે પૂરો કિસ્સો જણાવતા કહ્યું કે, 'અમે રાત્રે 11 વાગ્યે લગ્ન કરવાનો નિર્ણય લીધો અને પછી અમે પંડીતજી શોધવા લાગ્યા. રાત્રે 12 વાગ્યે અમને પંડીત મળ્યા. જેમણે અમને પૂછ્યું કે, અમે ભાગીને લગ્ન નથી કરી રહ્યા ને અને છોકરી ઉંમરલાયક છે કે નહીં? જેનો મેં જવાબ આપ્યો. તો તેમણે કહ્યું કે, આવી રીતે લગ્ન ન થાય. મૂહુર્ત નીકાળવું પડે અને પછી લગ્ન થાય. અમે તે જ રાત્રે તેમને પૈસા આપ્યા અને બીજા દિવસે સવારે 11 વાગ્યે અમારા લગ્ન થઈ ગયા'.

અર્ચના અને પરમીત બોલિવુડનું જાણીતું કપલ છે. આપને જણાવી દઈએ કે, બંનેની મુલાકાત એક પાર્ટીમાં થઈ હતી. બંને વચ્ચે પહેલા મિત્રતા બંધાઈ અને પછી પ્રેમ પાંગર્યો. લગભગ 4 વર્ષ સુધી લિવ ઈનમાં રહ્યા બાદ તેમણે 30 જૂન 1992માં લગ્ન કર્યા હતા.

આ પણ જુઓઃ આજે પણ સુશાંતની રાહ જુએ છે તેનો ડોગ ફજ

Read Next Story