એપશહેર

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે આવવાનું છે નાનું મહેમાન, પ્રેગ્નેન્ટ છે કોમેડિયન?

ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા માતા-પિતા બનવાના હોવાની ખબર સામે આવી છે. ભારતી સિંહ 2022માં બાળકને જન્મ આપશે.

I am Gujarat 9 Dec 2021, 3:05 pm

હાઈલાઈટ્સ:

  • ઘણા સમયથી ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા હતા ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા
  • પ્રેગ્નેન્સીના શરૂઆતના સ્ટેજમાં હોવાથી આરામ પર છે કોમેડિયન ભારતી સિંહ
  • ઘરે દીકરી જન્મે તેવી ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાએ વ્યક્ત કરી હતી ઈચ્છા
હાઈલાઈટ ટેક્સ્ટ
I am Gujarat are bharti singh and husband haarsh limbachiyaa going to be parents
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના ઘરે આવવાનું છે નાનું મહેમાન, પ્રેગ્નેન્ટ છે કોમેડિયન?
કોમેડિયન ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાની ઈચ્છા આખરે પૂરી થવા જઈ રહી છે. ટીવી કપલ ઘણા સમયથી બેબી પ્લાનિંગ કરી રહ્યું હતું અને હવે તેમની પ્રાર્થના ભગવાને સાંભળી લીધી હોય તેમ લાગી રહ્યું છે. વહેતી થયેલી ખબરોનું માનીએ તો, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાને ત્યાં 2022માં પારણું બંધાવાનું છે.
જામનગરમાં પૌત્રનો પહેલો બર્થ ડે ઉજવશે મુકેશ અંબાણી, 100 બ્રાહ્મણ આપશે આશીર્વાદ
ન્યૂઝ પોર્ટલ હિંદુસ્તાન ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, ભારતી સિંહ પ્રેગ્નેન્ટ છે. સૂત્રોના આધારે છાપેલા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ભારતી સિંહનું ફર્સ્ટ ટ્રાયમેસ્ટર ચાલી રહ્યું છે. જેના કારણે તે હાલ આરામ પર છે અને થોડા સમય માટે વર્ક કમિટમેન્ટને હોલ્ટ પર મૂક્યું છે. તે વધારે ઘર બહાર નીકળી રહી નથી. ભારતી સિંહના રિએક્શનની વાત કરીએ તો, તેણે ન્યૂઝને નકાર્યો નહોતા કે પુષ્ટિ પણ કરી નહોતી. પરંતુ તેણે કહ્યું હતું કે, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે જ તે આ અંગે વાત કરશે. આ એવી બાબત છે જે કોઈ છુપાવી શકે નહીં. આ સિવાય જ્યારે તેને ખુલાસો કરવો હશે ત્યારે જાહેરમાં કરશે.

View this post on Instagram A post shared by Bharti Singh (@bharti.laughterqueen)

માલદીવ્સમાં મલાઈકાએ ધરાઈને ખાધા પિઝા, દરિયાકિનારે અર્જુન કપૂર સાથે ચલાવી સાયકલ
ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયા અગાઉ ઘણીવાર રિયાલિટી શોના સ્ટેજ પર તેઓ બેબી પ્લાનિંગ કરી રહ્યા હોવાનું કબૂલાત કરી હતી. જ્યારે તેઓ ડાન્સ દીવાને 3 હોસ્ટ કરી રહ્યા હતા ત્યારે પણ તેમણે તેમના ઘરે દીકરી જન્મે તેવી ઈચ્છા વ્યક્ત કરી હતી. આ સિવાય જ્યારે કિન્નર શોના મહેમાન બન્યા હતા ત્યારે પણ ભારતી સિંહે તેમના ઘરે દીકરી જન્મે તેવા આશીર્વાદ આપવા માટે કહ્યું હતુ

ભારતી સિંહ ધ કપિલ શર્મા શોમાં 'કમ્મો બુઆ'ના પાત્રમાં છે. જો કે, છેલ્લા ઘણા સમયથી તેણે બ્રેક લીધો છે અને પતિ સાથે તેના કોમેડી શો પર ફોકસ કરી રહી છે. જણાવી દઈએ કે, ભારતી સિંહ અને હર્ષ લિંબાચિયાના લગ્ન વર્ષ 2017માં થયા હતા અને તેમના લગ્નજીવનને ચાર વર્ષ થઈ ગયા છે.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો