એપશહેર

નડિયાદના ક્રિકેટરની કપિલ શર્મા શોમાં ધમાલ, બોલિવૂડની આ કામણગારી એક્ટ્રેસ પર છે ફીદા

I am Gujarat 11 Dec 2020, 1:24 pm
લોકપ્રિય ટીવી શો 'ધ કપિલ શર્મા શો'માં આ વખતે નડિયાદનો ભારતીય ક્રિકેટર અક્ષર પટેલ પહોંચ્યો હતો. તેની સાથે નિતીશ રાણા, રાહુલ તેવટિયા, રવિ બિશ્નોઈ જોવા મળશે. શોમાં તમામ ક્રિકેટરો વચ્ચે ખૂબ જ મજાક-મસ્તી થવાની છે. આ અપકમિંગ એપિસોડનો પ્રોમો સામે આવ્યો છે. જેમાં કપિલ અને ભારતીય ક્રિકેટર ભરપૂર મસ્તીમાં નજર આવી રહ્યા છે. પ્રોમોથી એવું લાગી રહ્યું છે કે તે ખૂબ ધમાલ મચાવવાના છે. તેમનો આ પ્રોમો સોશિયલ મીડિયા પર ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. ક્રિકેટર્સ અને કપિલના ફેન્સ આ પ્રોમો વિડીયોને ખૂબ લાઈક્સ અને કમેન્ટ્સ આપી રહ્યા છે.
I am Gujarat axar

View this post on Instagram A post shared by Sony Entertainment Television (@sonytvofficial)

કપિલના શો પર આઈપીએલના સ્ટાર્સ
શોમાં આવતા જ કપિલ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલને સવાલ પૂછે છે કે, 'કઈ એક્ટ્રેસ તમને ખૂબ જ પસંદ છે.' તેના આ સવાલ પર અક્ષર જવાબ આપે છે કે 'દીપિકા' જેને સાંભળીને બધા લોકો હસવા લાગે છે. ત્યારે કપિલ વધુ એક સવાલ પૂછે છે કે, 'માન લો કે તમારે કોઈ એક્ટ્રેસ સાથે ડેટ પર જવાનું હોય, તો તમે કોની સાથે જવા ઈચ્છશો, પરંતુ દીપિકાના તો લગ્ન થઈ ગયા છે તેના ઉપરાંત?' અક્ષર કહે છે તો પણ તે દીપિકા સાથે જ જશે.

કપિલ શર્મા શોનું શૂટિંગ ખતમ થયા બાદ નિતીશ રાણાએ કપિલ માટે ટ્વીટ કર્યું અને લખ્યું, 'હંમેશાથી વિચારતો હતો કે એક દિવસ કંઈક મોટું કરીને આ શોમાં જવું છે. થેંક્યું કપિલ પાજી. મને આવી તક આપવા માટે. આ મારું એક સપનું સાચું થઈ ગયું છે.' નીતિશના આ ટ્વીટ પર કપિલે જવાબ આપ્યો અને કહ્યું- હું તમારો આભાર વ્યક્ત કરું છું કે તમે આ શોમાં આવ્યા.

નીતિશ રાણાના ટ્વીટ બાદ ભારતીય ક્રિકેટર અક્ષર પટેલનું પણ ટ્વીટ સામે આવ્યું. જેમાં તેણે કપિલ અને તેની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો સાથે જ તેણે જણાવ્યું કે, તેમની સાથે પસાર કરેલો સમય ખૂબ જ સારો હતો.

Read Next Story

Gujarati News - I am Gujarat: ગુજરાત, દેશ, વિદેશ, શિક્ષણ, બિઝનેસ, મૂવી, જ્યોતિષ, ધર્મ, સ્પોર્ટ્સના લેટેસ્ટ સમાચાર ઉપરાંત વાયરલ ન્યૂઝ મેળવવા માટે ડાઉનલોડ કરો IamGujaratની એપ
તમામ તાજી ખબરો માટે I am Gujarat ફેસબૂકપેજને લાઈક કરો